Home /News /kutchh-saurastra /નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો, ગીર સોમનાથની મહિલા ખેલાડીઓનો રહ્યો દબદબો

નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ગુજરાતે ગોલ્ડ મેડલ જીત્યો, ગીર સોમનાથની મહિલા ખેલાડીઓનો રહ્યો દબદબો

આ ટીમને ચેમ્પિયન થવા માટે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યાં હતા.

રાષ્ટ્રીય કક્ષાએ કોઈ રાજ્યની ટીમ વિજેતા બને અને તેમા પણ અડધા કરતા વધુ ખેલાડીઓ એક જ જિલ્લાના હોય તે માન્યામાં ન આવે તેવી વાત છે. પરંતુ આ હકીકત છે. 24 મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. તેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ સાત મહિલા ખેલાડીઓ રમ્યા હતા.

વધુ જુઓ ...
    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ (GirSomnath) જિલ્લાના સરખડી ગામ (sarkhadi Village)ના 300 જેટલા વોલીબોલ ખેલાડીઓ છે. જેમાં 200 ખેલાડી તો માત્ર મહિલા ઓ જ છે. છેલ્લા 35 વર્ષમાં આ ગામમાંથી નેશનલ (National Volleyball Championship) અને ઇન્ટરનેશનલ કક્ષાએ અનેક ખેલાડીઓએ પોતાનું યોગદાન આપી દેશ અને સરખડી ગામનું નામ રોશન કર્યું છે.

    4500 ની વસ્તી ધરાવતા આ ગામે અનેક વોલીબોલ ખેલાડીઓ આપ્યા છે. ત્યારે ફરી એકવાર 24 મી યુથ નેશનલ મહિલા વોલીબોલ ટીમમાં આ ગામની મહિલાઓનો દબદબો રહ્યો છે. કારણ કે હાલમાંજ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત 24 મી યુથ નેશનલ મેન અને વુમેન વોલીબોલ ચેમ્પિયનશિપ મહારાષ્ટ્રના ઈસ્લામપુર (સાંઘલી) ખાતે રમાંઈ હતી, જેમાં ગુજરાતની મહિલા વોલીબોલ ટીમે પૂલમાં તમિલનાડુ સામે 3-0, તેલંગના સામે 3-0, ઓડીશા સામે 3-0 અન્ધ્રાપ્રદેશ સામે 3-1 થી ગુજરાતની મહિલા ટીમ વિજેતા બની ક્વાટર ફાઇનલમાં રાજસ્થાન સામે 3-1 થી વિજેતા બની સેમી ફાઈનલમાં પ્રવેશ કરી હતી.

    મહિલા ટીમે 3-2 થી ચંડીગઢને હરાવી બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જેમાં ફાઇનલમાં કેરેલા સામે 3-0 થી જીતી ગુજરાતને પ્રથમ વાર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરાવ્યો હતો. જેમાં પણ એક સમયે ભારત તરફથી રમેલા સરખડી ગામના પરીતા વાળા કોચ જ્યારે આજ ગામની ખેલાડી સંધ્યા રાઠોડ કેપ્ટન રહી ગીર સોમનાથ અને ગુજરાતનું નામ રોશન કર્યું હતું.

    આ પણ વાંચો- Surat: સુરત હીરા બજારમાં યુવક પાસે રૂ.4 લાખની લૂંટ થઇ, ચોરીની આ ઘટનાથી મગજ ચકરાઇ જાય

    રાષ્ટ્રીય કક્ષાએ કોઈ રાજ્યની ટીમ વિજેતા બને અને તેમા પણ અડધા કરતા વધુ ખેલાડીઓ એક જ જિલ્લાના હોય તે માન્યામાં ન આવે તેવી વાત છે. પરંતુ આ હકીકત છે. 24 મી નેશનલ યુથ વોલીબોલ ચેમ્પિયનશીપમાં ઈતિહાસમાં પ્રથમવાર ગુજરાતની મહિલા ટીમ ચેમ્પિયન બની છે. તેમાં માત્ર ગીર સોમનાથ જિલ્લાના જ સાત મહિલા ખેલાડીઓ રમ્યા હતા.

    આ ટીમને ચેમ્પિયન થવા માટે રાજ્યના ગૃહ અને રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટરના માધ્યમથી અભિનંદન પાઠવ્યાં હતા. આ ટીમમાં વોલીબોલનો હબ ગણાતા સરખડી ગામની સંધ્યા રાઠોડ (કેપ્ટન), ઉષા વાળા, દિશા વાળા,  નિરાલી વાળા, પ્રિયંકા ઝાલા અને મનીષા ઝાલા નેશનલ ચેમ્પિયનશિપમાં ઝળકી હતી. સાથે જ સિંધાજ ગામની બારડ નીપાએ પણ ગુજરાતનું નામ રોશન કર્યું.

    આ પણ વાંચો- રાહતના સમાચાર : ખાદ્યતેલ સસ્તું થશે! ઈન્ડોનેશિયાએ પામ ઓઈલની નિકાસ પરથી પ્રતિબંધ હટાવવાનો લીધો નિર્ણય

    આમ ગીર સોમનાથ જિલ્લાની સાત ખેલાડીઓ ગુજરત રાજ્યની ટીમમાં રમી હતી. ગુજરાતને ચેમ્પિયન બનાવવામાં ગીર સોમનાથ જિલ્લાનુ ખૂબ મોટુ યોગદાન રહ્યું હતું. છેલ્લા બે વર્ષમાં કોરોના કાળ દરમિયાન પુરતી પ્રેક્ટિસ કરી શક્યા ન  હોવા છતાં આ ગામની ગજ્જુ ગર્લ્સ એ ઇતિહાસમાં પ્રથમ વાર ગુજરાતને ગોલ્ડ પ્રાપ્ત કરવામાં જહેમત ઉઠાવી હતી. સાથે ટીમમાં એક ગામના ખેલાડીઓ હોવાના કારણે એક સાથે પ્રેક્ટિસ કરતા હોવાથી એક અદભૂત કોમ્બિનેશન અને તાલમેલ જોવા રહ્યો હતો. જે વોલીબોલમાં સફળ થવા માટે ખૂબ અગત્યનું હોય છે.
    Published by:Rakesh Parmar
    First published:

    Tags: Gir-Somanth, Gujarati news, ગીર સોમનાથ

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો