ગુજરાતના આ વિસ્તારોમાં 14 જાન્યુઆરીના દિવસે નથી ઉડાવાતી પતંગ, કારણ જાણીને બોલી ઉઠ્શો વાહ

ગુજરાતના આ વિસ્તારોમાં 14 જાન્યુઆરીના દિવસે નથી ઉડાવાતી પતંગ, કારણ જાણીને બોલી ઉઠ્શો વાહ
અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે. પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા.

અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે. પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા.

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ : રાજ્યભરમાં આજે ઉત્તરાયણને લઇ કાપ્યો છેનો નાદ ગુંજી ઉઠશે અને આ ગુંજ પક્ષીઓ માટે માતમ સમાન બની જાય છે. પરંતુ રાજ્યમાં એક એવો જિલ્લો અને તેના કેટલાક એવા શહેર છે જયાં પક્ષીઓ રાહતનો શ્વાસ લે છે. આ જિલ્લો છે ગીર સોમનાથ. સોમનાથ જિલ્લાનાં કોડીનાર, સુત્રાપાડા તેમજ ગીર ગઢડા, ઉના શહેરમાં ઉત્તરાયણના દિવસે પણ આસમાન ચોખ્ખું હોય છે. અહીં કાપ્યો છે નો નાદ નહીં પણ આસમાનમાં પક્ષીઓનો કલરવ સંભળાય છે. કારણ કે, આજે અહીં કોઈ પતંગ ચગાવતું નથી. અહીં ઉત્તરાયણ ધામધૂમ પૂર્વક મનાવાય છે. પરંતુ પતંગ નથી ઉડાડવામાં આવતા. કારણ કે અહીં  ઉત્તરાયણમાં પતંગ ચગાવવા માફક પવન નથી.

  ભૂતકાળમાં ઘણા યુવાનો પતંગ ચગાવવા કોશિશ કરી પરંતુ પવન ન હોવાના કારણે પતંગ ચગતી નથી એવું નથી કે અહીં પતંગ ચગાવતા આવડતું નથી.  જોકે, ગીર સોમનાથનાં કોડીનાર, સુત્રાપાડા અને ઉનામાં ભાદરવો આખો મહિનો યુવાનો પતંગ ચગાવવાની મજા માણે છે. ભાદરવા મહિનામાં પવન પતંગ ચગાવવા માટે અનુકૂળ હોય છે. જેના કારણે આખો મહિનો પતંગ ચગાવાય છે જે પણ સાંજનાં 4થી 6 કલાક સુધી જેના કારણે પક્ષીઓ માટે પતંગની મજા સજા ન બને.  ઇતિહાસના જાણકાર શું કહે છે?

  ઇતિહાસના જાણકાર , બિપીનભાઈ ઉપાધ્યાયના જણાવ્યા પ્રમાણે, અત્યારે અહીં પતંગ ન ચગાવવાના ત્રણ કારણો છે. ગીર સોમનાથજિલ્લાના આ તાલુકો દરિયાઈ પટ્ટી પર આવેલો છે. અહીં પવનની દિશા ઊંઘી રહે છે. જેથી કરીને પતંગ ઉડતા નથી. વર્ષોથી અહીં માત્ર ભાદરવા માસ દરમિયાન જ પતંગ ઉડે છે. અને આમ પણ આ ગીર સોમનાથ જિલ્લો જ નહીં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ પહેલા નવાબ સાશનમાં અને ત્યારબાદ ગાયકવાડ સ્ટેટમાં આવ્યા અને તે સમયના રાજા મહારાજાએ આ નિયમ રાખ્યો અને હજુ પણ સૌરાષ્ટ લોકોમાં પીઢીદર પીઢી ચાલ્યું આવે છે. આ સાથે આ સમયમાં અહીં ઘણાં વિદેશી પક્ષીઓ આવે છે અને તેમને ઇજા ન પહોંચે તે માટે અહીં અત્યારે પતંગ નથી ચગાવાતા

  માસ્ક પહેરીને, સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પતંગ ચગાવવા રહો તૈયાર, ઉત્તરાયણની ગાઇડ લાઇન પર કરી લો નજર

  દાન પુણ્યનું ખૂબ મહત્વ

  શહેરીજન, કાનાભાઇના જણાવ્યા પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાનાં મોટાભાગનાં શહેરોમાં ઉત્તરાયણ પર્વે પતંગ ઉડતા જ નથી.આ દિવસે દાન પુણ્યનું ખાસ્સું મહત્વ અહીં રહે છે. લોકો મંદિરો માટે અનાજ તેમજ મમરા અને તલનાં લાડુનું દાન કરે છે.તો રોકડ રકમ પણ દાનમાં આપે છે.ગીર સોમનાથ જિલ્લો જળપ્લાવિત વિસ્તાર છે.અહીં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમિયાન અનેક વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે. અહીં પતંગ ન ઉડતા હોવાને કારણે દેશી તેમજ વિદેશી પક્ષીઓ અહીં સુરક્ષિત રહે છે.અહીંના યુવાનોમાં જાગૃતિ આવી છે. પતંગ ન ઉડાડી અહીં પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. માંધતા જન્મોત્સવ સમગ્ર જિલ્લામાં ભાવભેર ઉજવાય છે. પક્ષીઓનું સંરક્ષણ થાય છે.જે ઉમદા અને પ્રેરણારૂપ તેમજ આવકાર્ય પગલું છે.

  વિચિત્ર કિસ્સો: PSIની ઓળખ આપી FB એકાઉન્ટ હેક કર્યુ, તીનપત્તિની સાડા છસ્સો કરોડની ચિપ્સ કરી ટ્રાન્સફર

  ભાદરવા જિલ્લામાં કેમ પતંગ ચગાવાય  છે?

  પ્રકૃતિ નેચર કલબ ગીર સોમનાથના દિનેશ ગૌસ્વામીના જણાવ્યા પ્રમાણે, જોકે એવું પણ નથી કે પ્રકૃતિ કલબ અને વનવિભાગ ઉતરાયણના દિવસે કોઈ કામ કરતુ નથી. તમામ પ્રકારની તૈયારીઓ  હોય છે .પરંતુ રાજ્યભરમાં ગીર સોમનાથ જિલ્લો એક માત્ર જિલ્લો હશે જ્યાં ઉતરાયણના દિવસે ભાગ્યે જ કોઈ પક્ષી ઘાયલ થતું હોય. જોકે, આ બાબત તમારા માટે નવી હશે. પણ તમને જાણી ને નવાય થશે કે, જિલ્લામાં શિયાળાની ઋતુમાં લાખો પક્ષીઓ માઈગ્રેટ થઇ ને દરિયા કાંઠા વિસ્તારમાં આવે છે.  પરંતુ  અહીં ના લોકોએ રાજા મહારાજાની આ પરંપરાઓ જાળવી માનવતા દાખવી છે અને જયારે ભાદરવા મહિનામાં જિલ્લાના મોટા ભાગના પાકો ત્યાર થાય ત્યારબાદ જ પતંગ ચગાવે છે. એટલે કે પક્ષીઓને ઉપર ઉડાન કરવું ન પડે અને તેમને કોઈ ઇજા ન થાય.
  Published by:Kaushal Pancholi
  First published:January 14, 2021, 08:52 am

  ટૉપ ન્યૂઝ