ગીરના જંગલમાં આ બુથનું મતદાન ગુપ્ત નથી રહેતું, બાપુએ કોને મત આપ્યો એ ખુલ્લુ પડી જાય છે

ગીરના જંગલમાં આ બુથનું મતદાન ગુપ્ત નથી રહેતું, બાપુએ કોને મત આપ્યો એ ખુલ્લુ પડી જાય છે
હરિદાસ બાપુ

ગીર જંગલના ઉબડખાબડ રસ્તાઓ માં કયારેય કોઈ નેતા પ્રચાર માટે પણ જતા નથી તેમ છતાં અહીં 100 ટકા મતદાન થાય છે

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ : ગીર સોમનાથના ગીર જંગલમાં આવેલા અને એક માત્ર મતદાતા તરીકે ઓળખાતા બાણેજ બુથના એક માત્ર મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  જામવાળા ગીર જંગલમાં 25 કિમિ દૂર ગાંડી ગીરની વચ્ચો વચ આવેલા બાણેજ ધામ મંદિર દેશ ભરમાં એક માત્ર મતદાતા તરીકે ઓળખીતું છે. અહીં ચૂંટણી પંચ દર વર્ષ એક માત્ર બાપુ ના મત માટે આંખે આખું પોલિંગ બુથ ઉભું કરે છે. અહીં પહેલા ભરતદાસ બાપુ એક માત્ર મતદાતા તરીકે જાણીતા હતા પરંતુ એક વર્ષ પહેલા તેમનું અવસાન થતા હવે અહીં હરિદાસ બાપુ મંદિર સંભાળી રહ્યા છે અને હાલ તે અહીં ના એક માત્ર મતદાતા તરીકે ઓળખાય રહ્યા છે.  આ પણ વાંચો - ચૂંટણીની તમામ માહિતી એક સાથે જોવા માટે કરો અહીં ક્લિક

  તમને જણાવી દઈએ કે, ભરત દાસ બાપુનું અવસાન થતાં અહીં તેમના ચેલા હરિદાસ બાપુ નું એક વર્ષ થી આવી અહીંના સ્થાનિક અને એક માત્ર મતદાતા બન્યા છે. અને ચૂંટણી પંચ દ્વારા પણ જાણીતા બાણેજ ધામ ને એક મતદાતા તરીકે જાણીતું રાખવા ચૂંટણી કાર્ડની પ્રક્રિયા કરી હરિદાસ બાપુને અહીંના મતદાતા બનાવી સંપૂર્ણ જવાબદારી નિભાવય છે.

  આ પણ વાંચો - PM મોદીએ ખોલ્યું રહસ્ય: તેમને એક વાતનું રહ્યું દુખ, મનકી બાતમાં ખુદ આપી જાણકારી

  હરિદાસ બાપુએ બાણેજ ધામ ખાતે તેમના મતાધિકારનો આજે પહેલીવાર ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે મતદાનને ગુપ્ત દાન તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અહીં મતદાન ગુપ્ત રહેતું નથી. જ્યારે મતગણતરી વખતે અહીં નું ઇવીએમ ખુલ્લે છે ત્યારે બાપુ એ કોને મત આપ્યો તે પણ એક મત હોવાના કારણે ખુલ્લો પડી જાય છે. એટલુંજ નહિ અહીં ના બુથ મા 100 ટકા મતદાન થાય છે કારણ કે એકજ મતદાતા હોવાના કારણે આ બુથ નું સૌ ટકા મતદાન નોંધાય છે. જોકે ચોંકાવનારી બાબત તો એ છે કે ગીર જંગલના ઉબડખાબડ રસ્તાઓ માં કયારેય કોઈ નેતા પ્રચાર માટે પણ જતા નથી તેમ છતાં અહીં 100 ટકા મતદાન થાય છે.
  Published by:kiran mehta
  First published:February 28, 2021, 16:25 pm

  ટૉપ ન્યૂઝ