Home /News /kutchh-saurastra /ગુજરાતના આ ગામના ખેડૂતોઓએ મગફળી વેચતા પહેલા જ ભાવ જાતે કર્યા નક્કી

ગુજરાતના આ ગામના ખેડૂતોઓએ મગફળી વેચતા પહેલા જ ભાવ જાતે કર્યા નક્કી

ગત વર્ષે પણ લોઢવા ગામના ખેડૂતોએ મગફળીના 22 હજાર ભાવ નક્કી કર્યા હતા.

ગુજરાત ગામના ખેડૂતોએ એક ખાંડી એટલે કે, 400 કિલો મગફળીના 27 હજાર ભાવ નક્કી કર્યા છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથના લોઢવા ગામે કરી ફરી એક વખત ખેડૂતોએ પહેલ કરી છે. સમસ્ત ગામના ખેડૂતોઓએ પોતાની મગફળીના ભાવ નક્કી કર્યા છે. ગામમાં 27 હજારથી નીચે મગફળી ન વહેંચવા કે લેવા એલાન કરવામાં આવ્યુ છે.

    ગીર સોમનાથ જિલ્લાના લોઢવા ગામના, જ્યાં આજે ફરી એકવાર ગામના સરપંચ હીરાભાઈની આગેવાની હેઠળ ખેડૂતોની બેઠક મળી હતી. ફરી એકવાર સુત્રાપાડાનું આ લોઢવા ગામ ગત વર્ષની જેમ આ વર્ષે પણ ચર્ચામાં આવ્યું છે. આ ગામના ખેડૂતોના કારણે ફરી એક વખત આ ગામની ચર્ચા ખેડૂતોમાં થઈ છે. કારણ છે આ ગામે ખેડૂતો માટે નવું સ્લોગન આપ્યું છે. "આપણો પાક આપણો ભાવ".  લોઢવા ગામના ખેડૂતોએ આ વર્ષે પણ મગફળી લણતા પહેલા એકઠા થયા અને આ વર્ષે પણ મગફળી કેટલા ભાવે વહેંચવી તે નક્કી કર્યું છે.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી માટે આપ પાર્ટીએ જાહેર કરી ચોથી યાદી

    લોઢવા ગામના ખેડૂતોએ એક ખાંડી એટલે કે, 400 કિલો મગફળીના 27 હજાર ભાવ નક્કી કર્યા છે. જે 20 કિલોના 1350 રૂપિયા થાય છે. મગફળીના ભાવ નક્કી કરી ગામના ખેડૂતોએ એલાન કર્યું છે કે, 27000 નીચા ભાવે ગામના કોઈ ખેડૂતે મગફળી વહેંચવી નહિ. એટલું જ નહીં, વેપારીઓને પણ ચેતવણી આપી છે કે, 27 હજારથી નીચે મગફળી માંગવી નહિ.

    આ પણ વાંચો : હવે ડુમસ બીચ પર રમાશે ‘બીચ વોલિબોલ ટુર્નામેન્ટ

    ગત વર્ષે પણ લોઢવા ગામના ખેડૂતોએ મગફળીના 22 હજાર ભાવ નક્કી કર્યા હતા. જેમાં સફળતા મળી હતી અને સમસ્ત લોઢવા ગામ સહિત આસપાસના ગામો પણ જોડાયા હતા. એટલે કે, ગત વર્ષના સારા પરિણામ બાદ આ વર્ષે પણ અહીંના ખેડૂતોએ પહેલ કરી છે. જે પહેલ ગુજરાતના તમામ ખેડૂતો આવકારે અને બધા ખેડૂતો સહકાર આપે તે જરૂરી બન્યું છે. કારણ કે,  ચાલુ વર્ષે ગીર સોમનાથ જિલ્લા સહિત રાજ્ય ના અનેક વિસ્તારોમાં ભારે અને સતત વરસાદ પડવા ના લીધે ખેડૂતો ને ઉત્પાદન ઘટવા ની શક્યતા ઓ છે, ત્યારે લોઢવા ગામના ખેડૂતો ના મતે સરકાર ના ટેકા ના ભાવ કરતાં " આપણો પાક અને આપણો ભાવ" નું સ્લોગન અપનાવીએ જેથી પૂરતા ભાવ મળે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Gujarat farmer, ગીર સોમનાથ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन