દિનેશ સોલંકી, ગીર સોમનાથ : રાજ્ય સહિત આખા વિશ્વમાં કોરોના વાયરસની (Coronavirus) મહામારીમાંથી કોરોનાની રસી (corona vaccine) દ્વારા માંડ માંડ બહાર આવી રહ્યા છે ત્યારે હવે બર્ડ ફ્લૂનામના રોગે પગપેસારો કર્યો છે. ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ બર્ડ ફ્લૂનો (Bird Flu) પગપેસારો થઇ રહ્યો છે. આજે મળતા સમાચાર પ્રમાણે, ગીર સોમનાથના (Gir Somnath) ચિખલી ગામે દેશી મરઘા ફાર્મના 10 મરઘાનો રિપોર્ટ બર્ડફલૂ પોઝીટીવ આવતા જિલ્લા તંત્ર દ્વારા 10 કિમીના વિસ્તારમાં માસ અને ચિકન (Chiken) પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
આ ફાર્મમાં 150થી વધુ મરધાના મોત થયા હતા
ગીર સોમનાથના ઉનાના ચીખલી ગામે ભાવેશ ભાઈ પાચા નામના વ્યક્તિના દેશી મરઘા ફાર્મમા થોડા દિવસ પહેલા અચાનક મરઘા ટપોટપ મરવા લાગ્યા હતા. જ્યાં એક બે નહિ પણ 150થી વધુ મુરઘાના મોત થતા સોમનાથ જિલ્લા અને જૂનાગઢ જિલ્લાના પશુ ચિકિત્સકની ટીમો ચીખલી પહોંચી હતી. જ્યાં 13 જેટલા મુરઘાના સેમ્પલ પરીક્ષણ માટે ભોપાલ મોકલાયા હતા. જે પૈકીના 10 મરઘાના રિપોર્ટ ગત રાત્રે પોઝીટીવ આવતા તંત્ર મા દોડધામ મેચી છે. જોકે, ત્યારબાદ ચીખલી ગામે આ મરઘા ફાર્મની આસપાસમા અલગ અલગ ફાર્મમાં 220 જેટલા મરઘા હતા. જેમને જિલ્લા પશુ ચિકિત્સકની ટીમ વહેલી સવારે આવી આ તમામ મરઘાઓને જમીનમાં દફન કર્યા હતા.
0થી 10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ
ઉનાના ચીખલી ગામે દેશી મરઘાના ફાર્મમાં મરઘાનો રિપોર્ટ બર્ડ ફલૂ પોઝીટીવ આવતા ખળભળાટ મચ્યો છે. બર્ડફલૂનો માણસમા પ્રવેશ ન થાય તે હેતુથી પ્રશાસન દ્વારા 0થી 10 કિલોમીટરના વિસ્તારમાં તમામ ચીકન, નોનવેજની હોટેલો બંધ કરાવી છે. અને ચિકન ખાવા પર પ્રતિબંધ લગાવ્યો છે. જોજે હવે બર્ડફલૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચીખલી ગામ આસપાસના એક કિમીમીટરના વિસ્તારમા અન્ય પક્ષીઓ પર પણ બાજ નજર રાખવામાં આવશે. મરઘા ફાર્મના માલિક અને તેમના પરિવારને આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ દિવસે જ ટેબ્લેટ આપી સુરક્ષિત રાખવા પ્રયાસ કર્યો હતો.
જોકે, હાલ તો જિલ્લાના લોકોમાં ચર્ચા થઈ રહી છે કે મરઘા ફાર્મ સુધી બર્ડફલુ કેવી રીતે પહોંચ્યો. ત્યારે એવી આશંકા સેવાઈ રહી છે કે, ઠંડા વાતાવરણમાં ઇમફેકટેડ પક્ષીમાંથી હવા મારફતે આ ચેપ ફાર્મ સુધી પહોંચ્યો હોય શકે છે.