Home /News /kutchh-saurastra /

Gujarat election: તાલાલા વિધાનસભાના મતદારો અપનાવે છે ‘નો રીપીટ થિયરી’, જાણો શા માટે બીજી વખત નથી જીતતો કોઇ ઉમેદવાર?

Gujarat election: તાલાલા વિધાનસભાના મતદારો અપનાવે છે ‘નો રીપીટ થિયરી’, જાણો શા માટે બીજી વખત નથી જીતતો કોઇ ઉમેદવાર?

  ગીર સોમનાથી જિલ્લાની તાલાલા વિધાનસભા બેઠક ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષો માટે હંમેશા પ્રતિષ્ઠાનો જંગ રહી છે. આ બેઠકના મતદારો એટલા સચેત છે કે તેઓ દરેક ચૂંટણીમાં પરીવર્તનનો નિયમ લાગૂ કરી દે છે. અહીંના મતદારો ભાજપ હોય કે કોંગ્રેસ દરેક પક્ષના ઉમેદવારોને જાકારો આપવાથી ચૂકતા નથી. તેથી જ આ બેઠક પરની દરેક નાની મોટી ચૂંટણીઓ ચર્ચાસ્પદ રહે છે. તો ચાલો જાણીએ તાલાલા વિધાનસભા બેઠક પર મતદારોના મૂડ અને રાજકીય ઉતાર ચઢાવો વિશે.

  તાલાલા બેઠકનો રાજકિય ઈતિહાસ

  તાલાલાનો ચૂંટણીજંગ રસપ્રદ રહેવાનું એક ખાસ કારણ છે. તાલાલામાં સતત બીજી વાર કોઇ જીતતું નથી. અહીંની જનતા દરેક ટર્મમાં પ્રજા ધારાસભ્યને બદલી નાંખે છે. જેનો ગઢ ગણતો હતો તે જશુભાઇ પણ 2002માં હાર્યા હતા. ગોવિંદભાઇ પરમાર પણ બે વાર હાર્યા હતા.

  આ બેઠક પર કોઇ પણ પક્ષ માટે પ્રજાનું મન જાણવું મુશ્કેલ કાર્ય છે. 1975માં તાલાલા બેઠકની રચના થઇ હતી. 1975થી 2012 સુધીની ચૂંટણી પર નજર નાંખવામાં આવે તો બીજી ટર્મ માટે કોઇ જીતતું નથી.

  1975 બાદ બે વખત એક માત્ર જશુભાઇ બારડની જીત જ થઇ છે. ભાજપના ઉમેદવાદ ગોવિંદભાઇ બન્ને વાર જશુભાઇ સામે હાર્યા છે. એટલે જ આ બેઠકને પોતાનો ગઢ બનાવવો કોઇ પણ પક્ષ માટે લગભગ અશક્ય છે.

  આ બેઠક પર કેવા છે જાતિગત સમીકરણો?

  તાલાલા સીટ જનરલ કેટેગરીની સીટ છે. 2016માં થયેલી ઉપચૂંટણીમાં ગોવિંદભાઈ પરમાર આ સીટ પરથી જીત્યા હતા. તે પહેલા આ સીટ કોંગ્રેસ પાસે હતી. ગુજરાતમાંથી જેમ જેમ કોંગ્રેસનો પ્રભાવ ઓછો થતો ગયો તેમ તેમ અનેક કોંગ્રેસી કાર્યકરો અને ધારાસભ્યો ભાજપમાં જોડાતા ગયા.

  આ ઉપરાંત કોંગ્રેસની જુની સીટો પણ ભાજપ પોતાના કબજામાં કરતું ગયું. એ જ શ્રેણીમાં ભાજપે તલાલાની બેઠક પર પણ કબજો મેળવ્યો હતો. તાલાલા સીટની આ ખાસિયતને કારણે આ સીટ જિલ્લામાં ભારે ચર્ચામાં રહી છે.

  તાલાલા સીટ પર આહિર અને કારડિયા સમાજનું પણ પ્રભુત્વ રહ્યું છે. 1975 બાદ 1990ની ચૂંટણીને બાદ કરતા આહિર આથવા કારડિયા જ્ઞાતિના ઉમેદવાર જ જીત્યા છે. આ પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે આહિર જ્ઞાતિના ભગવાનભાઇ અને ભાજપે કારડિયા જ્ઞાતિના ગોવિંદભાઇને ટીકિટ આપી છે. આમ તાલાલાની આગામી ચૂંટણી ભારે રસપ્રદ બની રહેશે.

  વર્ષ 2016માં યોજાયેલ પેટા ચૂંટણી

  વર્ષ 2016માં ગીર સોમનાથની તાલાલા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઈ બારડના અવસાનને કારણે ખાલી પડેલી સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી. પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષે રસાકસી જોવા મળી હતી. પરંતુ આ રસાકસીને અંતે કોંગ્રેસની બેઠક હતી

  ત્યાં ભાજપે બાજી મારી લીધી છે. તાલાલા બેઠક પરથી ભાજપ પક્ષના ઉમેદવાર ગોવિંદ પરમારને 2443 મતથી જીત મળી હતી. જયારે કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવનાર ભગવાન બારડને હાર મળી હતી. આ બેઠક પર કોંગ્રેસ અને ભાજપ સહિત 6 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા.

  જેમાં એક સમયે કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવતી હતી. પરંતુ 14માં રાઉન્ડમાં ભાજપ લીડ કરીને આગળ જતું રહ્યું અને આખરે આ બેઠક જીત્યું હતું. જોકે, ભાજપે આ બેઠર વર્ષ 2017ની વિધાનસભા બેઠકમાં ગુમાવી દીધી અને કોંગ્રેસના ભગાભાઇ બારડે પોતાનો કબ્જો જમાવ્યો હતો.

  તાલાલા બેઠક પરના વિવાદો

  - તાલાલા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી રદ કરવાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. જોકે ભગવાન બારડે તલાલા બેઠકની પેટા ચૂંટણી પર સ્ટે માટે હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા.

  પરંતુ ત્યાં તેમને ફટકાર પડતા તેઓએ સુપ્રીમ કોર્ટના શરણે ગયા હતા. અને સુપ્રીમ કોર્ટે ભગવાન બારડની અરજી પર સુનાવણી કરતા ચૂંટણી પંચના જાહેરનામા પર રોક લગાવી હતી. જેથી હવે તલાલા વિધાનસભા બેઠકની વિધાનસભાની પેટાચૂંટણી રદ્દ થઇ હતી.

  - પેટા ચૂંટણી માટે ઉમેદવાર પસંદ કરવો પણ ભાજપ માટે મોટા કોયડો બનેલો હતો. કોંગ્રેસના ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરવામાં આવતા તાલાલા બેઠક ખાલી થઈ હતી.

  હવે આ બેઠક પર કયો ઉમેદવાર ઊભો રાખવો તેના મુદ્દે ભાજપમાં આંતરિક વિખવાદ બહાર આવ્યો હતો. પાર્ટી દ્વારા પૂર્વ મંત્રી જશા બારડનું નામ વહેતું કરવામાં આવતાં ભાજપમાં ભડકો થયો હતો. આયાતી ઉમેદવારને કારણે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓ નારાજ થયા હતા.

  - પેટાચૂંટણીમાં ભાજપના તાલાલા બેઠકના ઉપ પ્રમુખ બાબુ પરમારે અપક્ષમાંથી ઉમેદવારી નોંધવતા આ વિસ્તારમાં ભાજપની મુશ્કેલી વધી હતી. બાબુભાઇ આ મામલે પાર્ટી તરફથી યોગ્ય ઉત્તર ન મળતા અપક્ષમાં ઉમેદવારી નોંધાવી હતી. જેથી ભાજપનો આંતરિક ડખો સપાટી પર આવ્યો હતો.

  - કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું- ગાંધીના ગુજરાતમાં પોર્ટ ઉપર ડ્રગ્સના કન્ટેનર ઉતરે છે. આ નિવેદન બાદ રાજ્યમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઇ હતી.

  - વર્ષ 2017માં ભગાભાઇ બારડના સસ્પેન્શ સામે સમગ્ર આહિર સમાજે એક થઇને બાંયો ચઢાવી હતી અને વેરાવળમાં એક જંગી શક્તિ સંમેલન યોજ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓ પણ સામેલ હતા. અમરિષ ડેર અને વિક્રમ માડમે પણ આ સભામાં સૂચક હાજરી આપી હતી.  તાલાલા બેઠક પર યોજાયેલી ચૂંટણીઓ  ચૂંટણી વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017ભગાભાઇ બારડકોંગ્રેસ
  2016 (પેટા ચૂંટણી)ગોવિંદ પરમારભાજપ
  2012જશુભાઇ બારડકોંગ્રેસ
  2007ભગાભાઇ બારડકોંગ્રેસ
  2002ગોવિંદભાઇ પરમારભાજપ
  1998જશુભાઇ બારડકોંગ્રેસ
  1995જેશાભાઇ બારડભાજપ
  1990જેઠાલાલ જોરાકોંગ્રેસ
  1985અરસીભાઇ ઝાલાજેએનપી
  1980કાલાભાઇ ઝાલાકોંગ્રેસ (આઇ)
  1975કાનજીભાઇ મોરીકોંગ્રેસ

  શું છે આ બેઠક પર મતદારોની માંગ?

  તાલાલા બેઠકના મતદારો સતત પરીવર્તનની લહેર અપનાવે છે પરંતુ વિકાસના નામે આ બેઠક હજુ પણ ઘણી પાછળ છે. અહીંના લોકોને રોડ-રસ્તા, આરોગ્ય તેમજ વાહનવ્યવહાર જેવી પાયાની જરૂરીયાતો માટે ભટકવું પડે છે. પાયાની જરૂરિયાતોથી વંચિત મતદારોમાં સત્તાધીશો સામે ભારોભાર રોષ ભભૂકી રહ્યો છે. તેથી આગામી ચૂંટણીમાં આ બાબતો એક મહત્વનો મુદ્દો સાબિત થઇ શકે છે, જે મતદારોનો મૂડ નક્કી કરશે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections, Talala

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन