Home /News /kutchh-saurastra /

Gujarat Election 2022: કોડીનાર બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જુઓ આ બેઠક પરના સમીકરણો

Gujarat Election 2022: કોડીનાર બેઠક પર જામશે ખરાખરીનો જંગ, જુઓ આ બેઠક પરના સમીકરણો

વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી.

Gujarat Election 2022: વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી.

  ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી હજુ નક્કી નથી થઈ પણ રાજકીય પક્ષો પોતપોતાની રીતે પ્રચારમાં લાગી ગયા છે. આ વર્ષના અંતમાં ચૂંટણી આયોગ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. જેને લઈ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જમીની સ્તરે મહેનત કરવામાં લાગી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ સમયાંતરે ગુજરાતની મુલાકાત લેતા રહે છે. ગુજરાતમાં હાલમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઇ છે, તે જોતા વહેલી ચૂંટણીનું આયોજન કરવામાં આવે તેવી અટકળો ચલાવવામાં આવી રહી છે. હાલ મળતી માહિતી અનુસાર રાજ્યમાં ડિસેમ્બર પહેલા ચૂંટણી યોજાય તેવી શક્યતા નહીવત્ છે. હવે જ્યારે આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે અમે આપની સમક્ષ વિવિધ બેઠકોનો ચિતાર લઈને આવીએ છીએ, જે અંતર્ગત આજે આપણે કોડીનાર બેઠક વિશે વાત કરીશું.

  કોડીનાર વિધાનસભા બેઠક

  ગુજરાતમાં 182 વિધાનસભા બેઠકો આવેલી છે. આ 182 બેઠકમાં કોડીનાર વિધાનસભા 92માં ક્રમાંકે છે અને આ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવી છે.

  વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાએ ભાજપ ઉમેદવાર રામભાઈ વાઢેરને જંગી બહુમતીથી હાર આપી હતી.

  વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર જેઠાભાઈ સોલંકીએ કોંગ્રેસ ઉમેદવાર મોહનલાલ વાળાને હરાવીને જીત મેળવી હતી.  વર્ષવિજેતા ઉમેદવારપક્ષ
  2017મોહનલાલ વાળાકોંગ્રેસ
  2012જેઠાભાઈ સોલંકીભાજપ
  2009 (પેટાચૂંટણી)બી. ડી. કરશનભાઈકોંગ્રેસ
  2007દિનુભાઈ સોલંકીભાજપ
  2002દિનુભાઈ સોલંકીભાજપ
  1998દિનુભાઈ સોલંકીભાજપ
  1995લક્ષ્મણભાઈ પરમારભાજપ
  1990ધીરસિંહ બારડJD
  1985કમાલિયા અરશિભાઈકોંગ્રેસ
  1980કમાલિયા અરશિભાઈકોંગ્રેસ
  1975પ્રતાપસિંહ મોરીKLP

  વર્ષ 2009માં પેટાચૂંટણી યોજાઈ

  વર્ષ 1998માં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપે દિનુભાઈ બોઘા સોલંકીને ટીકીટ આપી હતી અને દિનુભાઈ સોલંકીએ આ બેઠક પરથી જીત મેળવી હતી. ત્યારબાદ સતત વર્ષ 2002 અને 2007 એમ કુલ ત્રણ ટર્મ સુધી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

  દિનુભાઈ બોઘા સોલંકીને ભાજપે વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ બેઠક પરની ટીકીટ આપી હતી. આ બેઠક પરથી તેઓ સાંસદ બનતા ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું.

  જેથી વર્ષ 2009માં કોડીનાર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર બી. ડી. કરશનભાઈએ ભાજપ ઉમેદવાર કે. એન. વાળાને હરાવીને જીત મેળવી હતી.

  કોડીનારમાં સમાવિષ્ટ થતા ગામ

  અડવી, અરણેજ, અરીઠીયા, આણંદપુર, આદપોકાર, આલીદર, ઇંચવાડ નાની, કડવાસણ, કડોદરા, કરેડા, કંટાળા, કાજ, કોડીનાર, ગીરદેવળી, ગોવીંદપુર, ડારીયા, ગોહીલની ખાણ, ઘાંટવડ, ચીડીવાવ, ચોહાણની ખાણ, છાછર, છારા, જગતીયા, જમનવાડા, જંત્રાખડી, જીથલા,

  ડોળાસા, દામલી, દુદાણા, દેવડી, દેવલપુર, નગડલા, નવાગામ, નાનાવાડા, પણાદર, પાવટી, પાંચ પીપળવા, પીછવા, પીછવી, પીપળવા બાવણા, પીપળી, પેઢાવાડા, ફાચરીયા, ફાફણી નાની, ફાફણી, મોટી, બરડા, બોડવા, માલગામ, માલશ્રમ, મીતીયાજ, મુળ દ્વારકા,

  મોરવડ, રોણાજ, વડનગર, વલાદર, વિઠલપુર, વેલણ, વેળવા, શેઢાયા, સયાજીરાજપરા, સરખડી, સાંઢણીધાર, સિંઘાજ, સુગાળા, હરમડીયા આ તમામ ગામોનો કોડીનાર તાલુકામાં સમાવેશ થાય છે.

  ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા દિનુભાઈ સોલંકીનું વિવાદાસ્પદ જીવન

  દિનુભાઈ બોઘા સોલંકી કોડીનાર વિધાનસભા બેઠક પરથી વર્ષ 1998થી 2007 સુધી ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. લક્ષ્મણ પરમાર વર્ષ 1995માં કોડીનાર વિધાસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

  આ દરમિયાન કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં દેવળીના ખેડૂત આગેવાન અને ઉભરતા નેતા તરીકે દિનુભાઈ સોલંકીને તક મળી અને તેમણે કોડીનાર નગરપાલિકા પર કબ્જો જમાવતા રાજકીય સફર શરૂ થઈ.

  વર્ષ 1997માં કોડીનારમાં અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ આવતા દિનુભાઈ બોઘાના દબદબાની શરૂઆત થઈ. તેમણે અંબુજા સિમેન્ટમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈ લોજીસ્ટિક સપોર્ટ પુરા પાડવાનું શરૂ કર્યું. દિનુભાઈ બોઘા રાજકારણની સાથે સાથે ટ્રાન્સપોર્ટ, સિમેન્ટ, માઇનિંગ, રિયલ એસ્ટેટ, સ્ટોન ક્રશિંગ અને કેબલ નેટવર્ક જેવા ધંધા સાથે સંકળાયેલા છે.

  RTI એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ દિનુભાઈ સોલંકી વિરુદ્ધ ગેરકાયદે ખનનની ફરિયાદો અને અનેક RTI કરી હતી. જેના કારણે ગીર સોમનાથના હરમડિયા પંથકમાં કાર્યરત ચુનાના પથ્થરની અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી.

  અમિત જેઠવા દિનુભાઈ સોલંકીની આંખમાં કણાની જેમ ખટકવા લાગ્યો હતો અને તેની હત્યા કરાવી દીધી હતી. આ હત્યા કેસમાં CBI કોર્ટે દિનુભાઈ બોઘા સોલંકીને આજીવન કેદની સજા ફટકારી છે.

  જૂનાગઢ લોકસભા ચૂંટણી

  જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના વિધાનસભાનો સમાવેશ થાય છે. જૂનાગઢ લોકસભા બેઠક સામાન્ય માટે અનામત છે.

  આ એક સેમિ અર્બન સંસદીય ક્ષેત્ર છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાએ કોંગ્રેસ ઉમેદવાર પૂંજાભાઈ વંશને હરાવીને જૂનાગઢ બેઠક પરથી સાંસદ બન્યા છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમા પણ રાજેશભાઈ ચુડાસમાએ જૂનાગઢ લોકસભા બેઠક પર ભગવો લહેરાવ્યો હતો.

  કોડીનાર વિધાનસભા બેઠક વિવાદ

  વર્ષ 2012માં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય પદે ચૂંટાઈને આવેલા જેઠાભાઈ સોલંકીએ ધારાસભ્ય પદેથી અને પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. ભાજપના દલિત નેતા અને સંસદીય સચિવ, કોડીનારના જેઠાભાઈ સોલંકીએ રાજીનામું આપી દીધું હતું.

  તેમણે જણાવ્યું હતું કે, ‘ભાજપે દલિતોના પ્રશ્નોને કોઇ ન્યાય આપ્યો ના હોવાને કારણે તેમણે ભાજપમાંથી રાજીનામુ આપ્યું હતું. ધારાસભ્ય અને સંસદીય સચિવ તરીકે દલિત સમાજના લોકો મારી પાસે પ્રશ્નો લઇને આવતા હતા પરંતુ સમાજના પ્રશ્નોને સરકાર ન્યાય આપતી ન હતી.’ તે સમયે જાણવા મળ્યું હતું કે, કોડીનાર બેઠક પરથી ટીકીટ મળવાની ના હોવાને કારણે તેમણે નારાજ થઈને રાજીનામું આપ્યું હતું.

  કોડીનાર ભાજપમાં પૂર્વ સાંસદ દીનુભાઈ સોલંકી અને જેઠાભાઈ સોલંકી વચ્ચેનો ગજગ્રાહ જગજાહેર છે. દીનુભાઈ સોલંકીને અમિત શાહની નજીક માનવામાં આવે છે. દીનુભાઈ સોલંકીના ઈશારે જ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં જેઠાભાઈ સોલંકીની ટીકીટ કપાઈ હોવાનુ માનવામાં આવે છે.

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંગે મહત્વના સમાચાર જાણો

  | મહેમદાબાદ | વિસનગર  | મહેસાણા  | વડગામ  | અંજાર  |  વાવ  | દાહોદ  | દ્વારકા  |  વિજાપુર  | વલસાડ | સિધ્ધપુર  | ઘાટલોડિયા  | કડી  |  બાપુનગર  |  અમરેલી  |  સુરત પશ્વિમ  |  જસદણ  |  રાજકોટ દક્ષિણ  | નડિયાદ | | સોજિત્રા |  ખંભાત ગઢડા  બોરસદ |  આંકલાવ | આણંદ | ઉમરેઠ | માતર | પેટલાદ |   મહુધા  | કપડવંજ |  ઠાસરા | 
  Published by:mujahid tunvar
  First published:

  Tags: Assembly elections 2022, Gujarat Assembly Elections 2022, Gujarat Elections

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन