Home /News /kutchh-saurastra /Gujarat Assembly Election: ગીર-સોમનાથની ચાર બેઠક પર ભાજપની સેન્સ પ્રકિયા, 113 નેતાઓએ ઉમેદવારી નોંધાવી
Gujarat Assembly Election: ગીર-સોમનાથની ચાર બેઠક પર ભાજપની સેન્સ પ્રકિયા, 113 નેતાઓએ ઉમેદવારી નોંધાવી
ગીર સોમનાથ જિલ્લામાં ભાજપની સેન્સની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
Gujarat Assembly Election: જિલ્લામાં ચાર વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રકિયા પૂરી થઈ ગઈ છે. ત્યારે જિલ્લાના કુલ 113 નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, તલાલા અને સોમનાથ બેઠક માટે સેન્સની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
દિનેશ સોલંકી, ગીર-સોમનાથઃ જિલ્લામાં ચાર વિધાનસભા બેઠક માટે ભાજપની સેન્સ પ્રકિયા પૂરી થઈ ગઈ છે. ત્યારે જિલ્લાના કુલ 113 નેતાઓએ દાવેદારી નોંધાવી છે. ગીર-સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, તલાલા અને સોમનાથ બેઠક માટે સેન્સની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. ત્યારે ગઈકાલે તલાલા અને ઉના બેઠક માટે સેન્સની પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જ્યારે આજે અન્ય બે બેઠક કોડીનાર અને સોમનાથ માટે ઉમેદવારી નોંધાવવા માટે સેન્સ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી.
સોમનાથ બેઠક પરથી 34 દાવેદાર
તેમાં સોમનાથ બેઠક પરથી પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ, પૂર્વ બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત અનેક દિગ્ગજોએ ટિકિટ માટે સેન્સ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સીટ પરથી કુલ 34 ઉમેદવારો એ દાવેદારી નોંધાવી હતી.
કોડીનાર બેઠકની વાત કરીએ તો જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ સોલંકીનો આ સીટ પર દબદબો માનવામાં આવે છે. કોડીનાર બેઠક પર અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખી હોવાથી પૂર્વ સાંસદ દીનુ સોલંકી દાવેદારી નોંધાવી શકશે નહીં, પરંતુ દીનુ સોલંકીના અનેક દાવેદારોએ આ સેન્સની પ્રકિયામાં ભાગ લીધો હતો. આ સીટ પરથી કુલ 32 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
દરેક સીટની વિગતે વાત કરીએ તો તેમાં ઉનાની વિધાનસભા સીટ પર 12 ઉમેદવારો, તલાલા સીટ માટે 35 ઉમેદવાર, કોડીનાર બેઠક માટે 32 દાવેદાર અને સોમનાથ બેઠક માટે 34 દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. આમ, કુલ 4 વિધાનસભા બેઠક માટે 113 જેટલા દાવેદારોએ ટિકિટ આપવા માટે અરજી કરી છે.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર