Home /News /kutchh-saurastra /Gujarat Assembly Election 2022: ગુજરાતની નબળી ગણાતી બેઠકો માટે ભાજપનો શું છે માસ્ટર પ્લાન? જાણો રણનીતિ

Gujarat Assembly Election 2022: ગુજરાતની નબળી ગણાતી બેઠકો માટે ભાજપનો શું છે માસ્ટર પ્લાન? જાણો રણનીતિ

ગુજરાત ભાજપ પ્રદેશને આગામી ધનતેરસ પહેલા ગુજરાતની 182 વિધાનસભા પર ગૌરવ યાત્રા યોજી કમર કસવા આદેશ આપવામાં આવ્યા છે.

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પાંચ ગૌરવ યાત્રા યોજી 182 બેઠક કવર કરવા આયોજન કરાયું છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા પાંચ ગૌરવ યાત્રા યોજી 182 બેઠક કવર કરવા આયોજન કરાયું છે. ગુજરાતની નબળી ગણાતી બેઠક કવર કરવા ધાર્મિક સ્થાનોથી યાત્રા યોજાશે, જેમાં સોમનાથનો પણ સમાવેશ થાય છે.

    ગુજરાત વિધાન સભાની ચૂંટણી હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ કોંગ્રેસ સહિત અનેક રાજકીય પક્ષોના ગુજરાતમાં અટાફેરા વધવા લાગ્યા છે, ત્યારે ગુજરાત ભાજપ પ્રદેશને આગામી ધનતેરસ પહેલા ગુજરાતની 182 વિધાનસભા પર ગૌરવ યાત્રા યોજી કમર કસવા આદેશ આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના મોટાભાગના ધાર્મિક સ્થાનોથી શરૂ થઈ 182 વિધાનસભા બેઠક આવરી લેવામાં આવશે અને કુલ પાંચ યાત્રા યોજવામાં આવશે. જેમાં ઝાંઝરકાથી સોમનાથનો પણ સમાવેશ થાય છે. આસ્થાના પ્રતિક સમા ઝાંઝરકાથી આ યાત્રા સોમનાથ આવશે અને સૌરાષ્ટ્રની 26 બેઠકો આવરી લેવામાં આવશે. આ વિસ્તારો એવા છે જે ખેતી આધારિત છે અને ખેતીલક્ષી સરકારી અને સંગઠનની કામગીરી મુદ્દે આ વિસ્તારમાં યાત્રા મારફત પ્રચાર કરવામાં આવશે.

    ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથ ખાતે પૂર્ણ થતી ગુજરાત ગૌરવ યાત્રાના માર્ગ પર ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ખૂબ મોટું નુકસાન થયું હતું, ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્રની મોટાભાગની બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ ત્રણેય જિલ્લામાં 2017 વિધાનસભામાં માત્ર કેશોદ બેઠક પર જ ભાજપનો ભગવો લહેરાયો હતો અને બાકીની તમામ બેઠકો કોંગ્રેસના કબ્જે થઈ હતી.

    આ પણ વાંચો: 2026માં પહેલી બુલેટ ટ્રેન દોડશે: અમદાવાદમાં કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાત

    જોકે, 2017 બાદ ઘણા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોએ પક્ષપલટો પણ કર્યો છે, જેમાં અમરેલી અને જૂનાગઢ જિલ્લાની અમુક બેઠકોનો સમાવેશ થાય છે, તો તાજેતરમાં વિસાવદર કોંગ્રેસના ધારાસભ્ય હર્સદ રિબડીયાએ પણ ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું છે. આમ, ભલે કોંગ્રેસના બળવાખોરો રાજીનામું આપી ભાજપમાં જોડાય છે પરંતુ 2022 વિધાનસભામાં ભાજપ આ તમામ બેઠકો પર કબજો મેળવવા અત્યારથી કમર કસી રહી છે. જેને ધ્યાને રાખીને આ વર્ષે ભાજપે પાણી પહેલા પાળ બાંધવાની નીતિ શરૂ કરી છે અને તેના ભાગરૂપે સુરેન્દ્રનગરના ઝાંઝરકાથી યાત્રા શરૂ થશે જે સોમનાથ ખાતે પૂર્ણ થશે.

    ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વએ સોમનાથ, દ્વારકા, પોરબંદર સહિત ધાર્મિક સ્થાનોની મુલાકાત ચૂંટણી પૂર્વે લીધી હતી. જેનો ફાયદો કોંગ્રેસને થયો અને તેના મોટાભાગના ઉમેદવારો ચૂંટણી જંગ જીતવામાં સફળ રહ્યા હતા, ત્યારે આ વર્ષે કોંગ્રેસ પહેલા ભાજપે ધર્મસ્થાનોની જોડતી ગુજરાત ગૌરવ યાત્રા પાંચ તબક્કામાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જે પૈકીની એક યાત્રા સુરેન્દ્રનગરના ધર્મસ્થાન ઝાંઝરકાથી શરૂ થઈને સોમનાથ ખાતે પૂર્ણ થશે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: BJP Guajrat, Gujarat Assembly Election 2022, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन