ગીર-સોમનાથ જિલ્લાની તમામ સરકારી કચેરીઓને તમાકુ મુક્ત વિસ્તાર જાહેર કરવાની સાથે ધ્રુમપાન મુક્ત માટે અમલ કરવામા આવશે. જિલ્લાની તમામ સરકારી કચેરીના તમામ અધિકારીઓ-કર્મચારીઓને જાણ કરવામાં આવે છે કે, ટોબેકો ફ્રિ (તમાકુ મુક્ત) સરકારી કચેરી અંતર્ગત તમામ કચેરીઓનાં પરિસરમાં કોઈપણ અધિકારી-કર્મચારીએ બીડી, સિગારેટ, સિગાર, ગુટકા, પાન-મસાલા કે અન્ય કોઈપણ રીતે તમાકુનુ સેવન કરવું નહિ.
સરકારી કચેરીના કોઈપણ અધિકારી-કર્મચારીએ કોઈપણ પ્રકારે તમાકુનું સેવન કરતા માલુમ પડશે અથવા પાન-મસાલાની પિચકારી મારતા પકડાશે તો તેની પાસેથી તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ મુજબ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા પ્રમાણે, સરકાર વ્યસનમુક્તિ પર ભાર મૂકી રહી છે અને તેનો કડક અમલ કરવા જઇ રહી છે. આ માટે સરકારે એક યાદીમાં જણાવ્યું કે, જિલ્લાની તમામ સરકારી કચેરીના રિસેપ્શન અને તમામ શાખાના વડાએ તેમના તાબા હેઠળના અધિકારી-કર્મચારીઓ ટોબેકો ફ્રી (તમાકુ મુક્ત) સરકારી કચેરીનો ચુસ્તપણે અમલ કરે તે નિશ્રિત કરવાનું રહેશે અને તે અંગેના બોર્ડ પણ લગાડવાના રહેશે.
તમાકુ મુક્ત સરકારી કચેરી અંગે લાયઝન અને અન્ય તમામ બાબતોની કામગીરી ડિસ્ટ્રીકટ ટોબેકો કંટ્રોલ સેલ દ્રારા કરવામાં આવશે. તમાકુ મુક્ત સરકારી કચેરી હેઠળ તમામ અધિકારીઓ-કર્મચારીઓએ આ સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
સરકારી કચેરીઓ માવા-તમાકુ મુક્ત બને તે માટે પ્રયાસ થઇ રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે તમાકુના સેવનના કારણે ફેફ્સાના કેન્સર, હદય રોગની બિમારી તેમજ અન્ય બિમારીઓથી સમગ્ર વિશ્ર્વમાં ૬૦ લાખ લોકો મૃત્યું પામે છે. વિશ્ર્વમાં મોઢાના કેન્સરની સૌથી વધુ સંખ્યા ભારતમાં નોંધાય છે અને જેમાંથી ૯૦ ટકા જેટલા કેન્સર તમાકુના સેવનના કારણે થાય છે. તેમ ડિસ્ટ્રીક ટોબેકો કંટ્રોલ અને કલેકટરશ્રી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર