Home /News /kutchh-saurastra /ગુજરાતમાં પહેલીવાર બની ઘટના, વાત છે બહાદુર બકરા અને દિલદાર દીપડાની

ગુજરાતમાં પહેલીવાર બની ઘટના, વાત છે બહાદુર બકરા અને દિલદાર દીપડાની

'રામ રાખે, તેને કોણ ચાખે' આવી જ એક ઘટના ગીર સોમનાથના ટિમડી ગામમાં બની હતી. અહીં એક ખૂંખાર દિપડાએ પૂરા વિસ્તારમાં પોતાનો ભયનો માહોલ ઉભો કર્યો હતો, પરંતુ એક બકરાનું તે કઈં ન બગાડી શક્યો. તો આપણે વાત કરીએ બહાદુર બકરા અને દિલદાર દીપડાની.

ઘટના છે ગીર સોમનાથના ટિમડી ગામ પાસેની. જ્યા લાંબા સમયથી આતંક ફેલાવી રહેલા દીપડાને પકડવા વન વિભાગે પાંજરુ ગોઠવ્યું હતું. ખૂંખાર દીપડાને લલચાવવા માટે પાંજરામાં બકરો મુક્યો. આખરે ચાર દીવસ બાદ દીપડો પાંજરે તો પુરાયો પણ તેણે બકરાનો શિકાર ન કર્યો. શિકારી ગણાતો દીપડો કેમ દીલદાર બની ગયો હોય તેમ બંને એક જ પાંજરામાં હોવા છતા તેણે બકરાનું મારણ ન કર્યું.

તમે વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકશો કે, શિકારી દીપડો અને શિકાર બકરો બંને એક પાંજરમાં હોવા છતા ન તો બકરાને દીપડાનો ડર છે કે ન તો દીપડાને બકરાને ખાવાની તલબ. રાજ્યમાં પહેલીવાર આવી ઘટના સર્જાતા વનવિભાગના કર્મચારીઓ પણ દંગ રહી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી ગીર સોમનાથના ટિમડી ગામ પાસે ખૂંખાર દીપડાના આંટાફેરા વધી ગયા હતા, એક-બે વખત દીપડા દ્વારા ગ્રામજનો પર હુમલો કરવાની પણ કોશિસ કરવામાં આવી હતી.
First published:

Tags: Gir-somnath, Goat, Panther, કથા