34 વખત પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો, પાગલ પ્રેમીએ યુવતીના પેટમાં ચપ્પાના કર્યા 35 ઘા

યુવતીની ઓળખ વિનિશા ઠક્કર તરીકે કરવામાં આવી છે. વિનિશા અંબુજા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી.

News18 Gujarati
Updated: November 8, 2018, 6:21 PM IST
34 વખત પ્રેમ પ્રસ્તાવ ઠુકરાવ્યો, પાગલ પ્રેમીએ યુવતીના પેટમાં ચપ્પાના કર્યા 35 ઘા
આરોપી - કશ્યપ પુરોહિત
News18 Gujarati
Updated: November 8, 2018, 6:21 PM IST
સોમનાથ જીલ્લામાં એક તરફી પ્રેમપ્રકરણની ચકચારી ઘટના સામે આવી છે. એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ સગીર યુવતીના પેટમાં ચપ્પાના ઘા મારી તેની નિર્મમ હત્યા કરી દીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીએ આ યુવકનો પ્રેમ પ્રસ્તાવ 35 વખત ઠુકરાવી દીધો હતો, જેથી નારાજ થઈ યુવક યુવતીના પેટમાં 35 ચપ્પાના ઘા કરી તેની હત્યા કરી દીધી. પોલીસે આરોપી યુવક અને તેના પિતાની હાલમાં ધરપકડ કરી લીધી છે.

આ ઘટના સોમવારની છે. પોલીસે યુવતીની લાસ કબજે લઈ લીધી છે. યુવતીની ઓળખ વિનિશા ઠક્કર તરીકે કરવામાં આવી છે. વિનિશા અંબુજા સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી કશ્યપ પુરોહિત પણ આજ સ્કૂલમાં તેની સાથે અભ્યાસ કરતો હતો, પરંતુ તેણે 12માં ધોરણ બાદ અભ્યાસ છોડી દીધો હતો. આરોપી યુવકના પિતા પૂજારી છે.

પોલીસે જણાવ્યું કે, વિનિશાના પિતા તરફથી નોંધાવવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, કશ્યપને વિનિશા પ્રત્યે એક તરફો પ્રેમ હતો. છ મહિના પહેલા તેણે વિનિશાને પ્રેમનો પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ વિનિશાએ તેનો પ્રસ્તાવ ફગાવી દીધો હતો. તે વારંવાર મોબાઈલ પર મેસેજ અને ફોન કરતો રહેતો હતો. એક દિવસ વિનિશાની માં એ કશ્યપનો ફોન રિસીવ કરી લીધો અને તેને કેટલુંએ ખરૂ કોટુ સંભળાવ્યું અને સમજાવ્યો.

કોડીનાર પોલીસ ઈન્સપેક્ટર જી એમ ચાવડાએ જણાવ્યું કે, 5 નવેમ્બરની સાંજે 5 કલાકે તેની મિત્ર ધરતીની મદદથી તેને શિવ મંદિરે બોલાવવામાં આવી. વિનિશા જેવી ત્યાં પહોંચી કશ્યપે એક વખત ફરી તેને પ્રેમ કરવા માટે મનાવવાની કોશિસ કરી. આ વખતે પણ વિનિશાએ તેના પ્રેમ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. જેને પગલે કશ્યપ નારાજ થઈ ગયો અને વિનિશા પર 35 વખત ચપ્પાના ઘા કરી દીધા.

મોડી રાત સુધી વિનિશા ઘરે ન પહોંચતા યુવતીના પરિવારજનોએ તેને શોધવાનું શરૂ કર્યું. તે લોકો કશ્યપના ઘરે પણ ગયા પરંતુ કશ્યપના પરિવારે વિનિશા તેમના ઘરે ન હોવાનું જણાવ્યું. શંકા ન થાય તે માટે તેમણે વિનિશાના પરિવાર સાથે મળીને તેને શોધવાનું શરૂ કર્યું.

પોલીસે જણાવ્યું કે, વિનિશાના પિતાને સ્ટેશનરીની દુકાન છે, જ્યારે કશ્યપના પિતા વ્યવસાયે પુરોહિત છે. બંને પરિવાર એકબીજાને સારી રીતે જાણતા હતા, કારણ કે કશ્યપના ઘરની નજીક જ વિનિશાના કાકાનું ઘર છે અને કશ્યપના પિતા વિનિશાના ઘરે પૂજા-પાઠ કરવા જતા હતા. પોલીસે યુવક, મદદ કરનાર યુવતી ધરતી અને કશ્યપના પિતાની ધરપકડ કરી લીધી છે.
First published: November 8, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...