ગીર સોમનાથ: કેસર કેરીમાં બે રોગ દેખાતા ખેડૂતોની ઉંઘ હરામ

અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની ખુશી ગમમાં ફેરવાઈ છે...

અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની ખુશી ગમમાં ફેરવાઈ છે...

 • Share this:
  કેસર કેરીના ગઢ ગણાતા ગીર પંથક માં કેસર ના બગીચાઓ માં ભરપૂર ફલાવરીંગ થી ખેડૂતો ખુશખુશાલ તો બન્યા પરંતુ વાતાવરણ પલટા ના કારણે કેરીમાં બે પ્રકાર નારોગ આવતા ફલાવરીંગ બળી રહ્યું છે, ખેડૂતો એ કેસરના પાકને બચાવવવા દવાના છટકાવ શરૂ કર્યા.

  ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કેસર કેરીના બગીચા સૌકોઈનું ધ્યાન પોતાની તરફ કેન્દ્રિત કરી રહયા છે. કારણ કે તેમાં મબલખ ફલાવરીંગ (મોર ) ફૂટ્યું છે. જો કે મોટા ભાગના આંબા પર મગિયો પણ બંધાય ચુક્યો છે એટલે કે નાની નાની ખાખડી જોવા મળી રહી છે.

  કેસરના બગીચાઓમાં જોરદાર ફલાવરીંગથી ખેડૂતોમાં ખુશીનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, પરંતુ અચાનક વાતાવરણ પલટાતા ખેડૂતોની ખુશી ગમમાં ફેરવાઈ છે.

  જી હા, કેટલાક દિવસોથી ગીર પંથકનું વાતારણ ભેજ વાળું અને ઠંડા પવન ફુકાય રહયા છે જેના કારણે કેસરના પાકમાં બે પ્રકારના રોગ આવ્યા છે.

  ફૂગ અને સૂકા નામનો રોગ આવતા ખેડૂતોની ઊંઘ હરામ થઈ છે, આંબા પર આવેલું ફલાવરીંગ બળીને ખરી પડી રહ્યું છે. ખેડૂતો પોતાના કેરીના પાકને બચાવવા મથામણ કરી રહયા છે ઠેર ઠેર ખેડૂતો બગીચાઓ માં દવા ના છટકાવ કરતા નજરે પડી રહયા છે.

  ગીર વિસ્તારમાં કેસર કેરીના આંબા પર મબલખ ફ્લાવરિંગ થતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતો માની રહયા હતા કે, આ વર્ષ કેરી નું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થશે પરંતુ કેસરના પાક ને વાતાવરણ ની અશર નડી રહી છે.

  કેસરના પાકમાં સુકારો અને ફૂગ નામનો રોગ આવતા ફલાવરીંગમાં મધિયો ( ખખડી નહીં બંધાઈ રહી ) એટલુંજ નહીં મોર ફલાવરીંગ ખરી રહ્યું છે.

  અંબુજા કૃષિવિજ્ઞાન કેન્દ્રના બાગાયત નિષ્ણાંત રણજીતસિંહ બારડે અમારી સાથે વાત કરતા કહ્યું કે, છેલા ઘણા દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે જે કેસરના પાક માટે નુકશાન કારક છે. જેના કારણે બગીચાઓમાં રોગ આવ્યા છે. જો કે આ રોગ ને કન્ટ્રોલ કરવા ખેડૂતોએ દવાનો છટકકાવ કરવો પડશે.
  Published by:kiran mehta
  First published: