ગીર-સોમનાથ: જીવતા સળગાવાયેલા દલિત યુવકનું સારવાર દરમિયાન મોત

પૈસાની ઉઘરાણી માટે એક શખ્સે તેને એક મહિના પહેલા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી...

પૈસાની ઉઘરાણી માટે એક શખ્સે તેને એક મહિના પહેલા સળગાવી દેવાની ધમકી પણ આપી હતી...

 • Share this:
  પૈસાની લેતી મામલે દલિત યુવાનને સળગાવવાનો મામલમાં આજે પાંચ દિવસની સારવાર બાદ યુવાનનું મોત થતાં મામલાએ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

  મળતી માહિતી મુજબ, આજથી પાંચ દિવસ પહેલા 24 ફેબ્રુઆરીના રોજ એક દલિત યુવાન પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, અને તેના પર પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવાવનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ઘાયલ યુવાનનું આજે રાજકોટ હોસ્પિટલ ખાતે મોત થયું છે. મૃત્યુ પામનાર યુવાનના પરિવારજનોએ યુવાનની લાસ સ્વીકારવાની ના પાડી દીધી છે. પરવારની માંગ છે કે, જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહી.

  શું હતો મામલો?

  દલિત યુવાન નામ ભરતભાઈ ઉકાભાઈ ગોહેલના છેલ્લા નિવેદન મુજબ, તેણે ઓએલએક્સ પરથી કોઈ કાર ખરીદી હતી, જેના થોડા રૂપિયા આપવાના બાકી હતા જેને લઈ કારના પ્રથમ માલિક દ્વારા ઉઘરાણીનો હવાલો કોઈ દેવાયટ જોટવા નામના શખ્સને આપ્યો હતો. જેણે પૈસા માટે એક મહિના પહેલા ઉઘરાણી કરી સળગાવી દેવાની ધમકી પણ આપી હતી. તેણે ધમકી મુદ્દે પોલીસમાં અરજી પણ કરી હતી.

  ભોગ બનનાર યુવાનના કહ્યા મુજબ, યુવાન કોઈ જમીનના કેસ મામલે વેરાવળ ગયો હતો, ત્યાંથી તે રાત્રે પોતાના ગામ આંબલીયાળા પરત ફરી રહ્યો હતો તે સમયે વેરાવળમાં સોમનાથ રોડ પર આવેલ આહિર સમાજની વાડી પાસે ચાર લોકોએ તેની કારને રોકી કાર સલગાવવાનો પ્રયાસ કર્યો હતો, તે બચવા માટે કાર છોડી ભાગ્યો પરંતુ તેના પર પણ ચાર લોકોએ પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હોબાળો થતાં લોકો ભેગા થતાં હુમલાખોરો નાસી છુટ્યા હતા, ત્યારબાદ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો, આજે પાંચ દિવસની સારવાર દરમ્યાન યુવાનનું મોત નિપજ્યું છે.
  Published by:kiran mehta
  First published: