ગીર સોમનાથઃ ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા

News18 Gujarati
Updated: June 12, 2019, 8:32 PM IST
ગીર સોમનાથઃ ભારે પવનથી દિવાલ ધરાશાયી થતાં દરિયાના પાણી ઘરોમાં ઘૂસ્યા
ગીર સોમનાથમાં ઘરોમાં ઘૂસેલા પાણીની તસવીર

ગીર સોમનાથના સુત્રાપાડાના ઘામળેજ બંદર દરિયા કિનારે આવેલા મકાનોમાં ભારે પનવનના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઇ હતી.

  • Share this:
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ વાયુ વાવાઝોડાની અસર ગીર સોમનાથ જિલ્લાના કાઠા વિસ્તારમાં વર્તાઇ રહ છે. ભારે પવનો ફૂંકાવાનો શરૂ થઇ ગયો હતો. ગીર સોનાથ જિલ્લાના સુત્રાપાડાના દામળેજના દરિયા કિનારે પાણી ઘરોમાં ઘૂસી ગયા હોવાના સમાચાર મળી રહી છે. ઘામળેજ બંદરના દરિયા કિનારે આવેલા મકાનોની દિવાલ ભારે પવનના કારણે તૂટી ગઇ હતી. અને દરિયામાં કરંટ હોવાના કારણે ભારે મોજાઓ કિનારે આવેલા ઘરોમાં ઘૂસી ગયા હતા.

મળતી માહિતી પ્રમાણે ગીર સોમનાથના સુત્રાપાડાના ઘામળેજ બંદર દરિયા કિનારે આવેલા મકાનોમાં ભારે પનવનના કારણે મકાનની દિવાલો ધરાશાયી થઇ હતી. જેના કારણે કાઠા વિસ્તારોમાં આવેલા મકાનોમાં પાણી ઘૂસ્યા હતા. પાણી ઘૂસવાથી જાનમાલનું કોઇ નુકસાન થયું નથી. પાણીથી બચાવવા માટે લોકો ચીજ વસ્તુઓને સલામત સ્થળે ખસેડી રહ્યા છે.

આ ઉપરાંત ગીર સોમનાથ વેરાવળ બંદર ઉપર લાંગરેલી ફિસિંગ બોટલ ભારે પવનના કારણે પાણી નીચે રહેલા પથ્થરથી ટકરાઇ જતાં ડૂબવા લાગી હતી. ત્યારે બોટમાં રહેલા પાંચ લોકોએ નાની હોડીમાં કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો હતો.
First published: June 12, 2019
વધુ વાંચો
अगली ख़बर