Home /News /kutchh-saurastra /

ગીર સોમનાથ: હિરણ-2 ડેમમાંથી ખાનગી કંપનીને પાણી અપાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો

ગીર સોમનાથ: હિરણ-2 ડેમમાંથી ખાનગી કંપનીને પાણી અપાતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો

ગીર સોમનાથનાં હિરણ 2 ડેમમાંથી 2 ખાનગી કંપનીઓને પાણી અપાતા ખેડૂતોમાં ભારે રોષ. સિંચાઈના પાણી માટે રાહ જોતા ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમા.

ગીર સોમનાથનાં હિરણ 2 ડેમમાંથી 2 ખાનગી કંપનીઓને પાણી અપાતા ખેડૂતોમાં ભારે રોષ. સિંચાઈના પાણી માટે રાહ જોતા ખેડૂતો ઉગ્ર આંદોલનના મૂડમા.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: તાલાલા અને ગીર પંથકમા આવેલા હિરણ 2 ડેમમાંથી વેરાવળની બે ખાનગી કંપની (ઇન્ડિયન રેયોન અને જીએસસીએલ કંપની)ને પાણી પૂરું પડાતા ખેડૂતો મા ભારે રોષ ભભૂક્યો છે. વાયુ વાવાઝોડા બાદ ગીરમા 10 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોએ વાવણી કરી હતી. જોકે, ત્યારબાદ વરસાદ ન આવતા ખેડુતો મુશ્કેલીમા મુકાયા છે. એક તરફ ખેડૂતો વરસાદની અને સિંચાઈના પાણીની રાહ જોઈ બેઠા છે, તો બીજી તરફ સિંચાઈ વિભાગે ઇન્ડિયન રેયોન અને જીએસસીએલ કંપનીને પાણી આપતા ભારે હંગામો મચ્યો છે. હિરણ 2 ડેમ નજીક આવેલા તાલાલા અને વેરાવળના 23 જેટલા ગામોના ખેડૂતોને પોતાનો હજારો વીઘા પાક બચાવવા સિંચાઈના પાણીની જરૂર છે પરંતુ, ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી તો બીજી તરફ સિંચાઈ વિભાગે ઇન્ડિયન રેયોન અને જીએસસીએલ કંપનીને પાણી આપતા ખેડૂતો રોષે ભરાયા છે. 23 ગામના ખેડૂતોની આ મામલે બેઠક મળી અને જો સિંચાઈનું પાણી ન મળે તો, આંદોલનની પણ તૈયારી કરી છે.

    ખેડૂતોએ આરોપ લગાવ્યો છે કે, ખેડૂતોના ચિંચાઈ અને લોકોને પીવા માટે હિરણ 2 ડેમ બનાવવામાં આવ્યો છે પરંતુ, ખેડૂતોને પાણી નથી મળતું. તો બીજી તરફ વરસાદના કારણે વાવેલો પાક સુકાઈ રહ્યો છે. જો કેનાલ મારફતે એકાદ પાણી આપવામાં આવે તો વેરાવળ અને તાલાલાના 23 જેટલા ગામોના ખેડૂતોના પાકને બચાવી તો ન શકાય પણ, પશુઓને ખાવા ચારો તો થાય. નિભાન્ત તંત્રને ખાનગી કંપનીઓની તકલીફ દેખાય છે પણ જગતના તાત અને મૂંગા પશુઓની વેદના નથી દેખાતી.

    જયારે સિંચાઈ વિભાગના કેહવા પ્રમાણે, આ ડેમમાંથી 8 જેટલી સંસ્થાઓને પાણી આપવામાં આવે છે, જેમાં વેરાવળ નગર પાલિકા જૂથ પાણી પુરવઠા વિભાગ સુત્રાપાડા નગર પાલિકા સોમનાથ ટ્રસ્ટ. જીએચસીએલ કંપની, ઇન્ડિયન રેયોન કંપની સહીત કુલ 8 સંસ્થાઓને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હિરણ 2 ડેમની કેપેસિટી 38.581એમસીયુએમની અને હાલ તેમાં 8.300 એમસીયુએમ છે. ડેમમાં પાણી ન હોવાના કારણે ખાનગી કંપનીઓ પર પાણીનો કાપ લાદી દેવાયો હતો. જો કે વાયુ વવાજોડામાં વરસાદ થતાં ડેમમા પાણીનો વધારો થયો છે અને ખાનગી કંપનીઓ પર 50 ટકા પાણીનો જે કાપ હતો તે ઉપલા અધિકારીની સુસનાથી હટાવી દેવામાં આવ્યો છે, અને 23 ગામના ખેડૂતોને સિંચાઈ માટેની પાણીની રજુઆત મળી છે, અને અમે ઉપલી કક્ષાએ રજુઆત પહોંચાડી દીધી છે.

    ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં કુલ 1 લાખ 47 હજાર 366 હેક્ટર જમીનમાં કુલ વાવેતર થયું છે. જેમાં મગફળી-1લાખ 3 હજાર 366 હેક્ટરમાં, કપાસ-17140 હેક્ટરમાં, ઘાસચારો-16174 હેક્ટરમાં, સોયાબીન-3469 હેક્ટરમાં અને અન્ય પાકો બીજી જમીનમાં વાવવામાં આવ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ જમીન પૈકી 40 ટકા જમીનનાં પાકોનો આધાર માત્ર ચોમાસા પર છે. અને જો વરસાદ ન થાય તો આ પાકો સદંતર નિષ્ફળ જાય તેમ છે. સાથોસાથ મોટાભાગની પિયતની જમીનમાં આવેલા કુવાના તળ ઊંડા ઉતારી જતા પિયત માટે પાણીની ખેંચ ઉભી થઇ રહી છે. ત્યારે ડેમ માંથી ઉદ્યોગોને પાણી આપવાની વાત ખેડૂતોને ખૂંચી રહી છે. ડેમ માંથી પિયત માટે પાણી નથી આપવામાં આવતું પરંતુ ઉદ્યોગોને આપવાની વાત છે તે યોગ્ય નથી.
    Published by:kiran mehta
    First published:

    Tags: Gir-somnath, Private Company, પાણી`

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन