Home /News /kutchh-saurastra /ગીર સોમનાથ: ખેતરો બન્યા તળાવ, ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગડશે!

ગીર સોમનાથ: ખેતરો બન્યા તળાવ, ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગડશે!

સતત પાણીમાં ડૂબેલા પાકો પર સેવાળ જામવા લાગ્યો છે.

અણધારી આફતથી ગીરના અનેક ગામોમાં ખેડૂતોની સ્થતિ વિકટ બની છે. જ્યાં સિઝનનો માંડ 35થી 38 ઇંચ વરસાદ થતો ત્યાં ચાલુ વર્ષે 76 ઇંચ વરસાદ નોંધાયો છે.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: સામાન્ય રીતે ચોમાસુ ખેડૂતો માટે ખુશી લઈને આવતું હોય છે. કારણ કે આખું વર્ષ આકાશ સામે મીટ માંડીને બેઠેલો ખેડૂત ચોમાસુનું આગમન થતાં ખુશખુશાલ થઈ જાય છે અને પોતાના પાકોનું વાવેતર કરવા મથામણ કરવા લાગે છે. ગીરમાં આ વર્ષે ખેડૂતોની દિવાળી સુધરવાની જગ્યાએ બગાડવાની હોય તેવા એંધાણ દેખાય રહ્યા છે. કારણ કે પહેલા સતત 45 દિવસ અનરાધાર આફત વર્ષી અને હવે જતા-જતા વરસાદે જમાવટ કરી છે. છેલ્લા 3 દિવસમાં ભાદરવે ભરપૂરની સ્થતિ સર્જી છે. ભારે વરસાદના કારણે ગીરના નદી-નાળાઓ છલકાયા છે, તો ખેતરો બેટમાં ફેરવાયા છે.

    અણધારી આફતથી ગીરના અનેક ગામોમાં ખેડૂતોની સ્થતિ વિકટ બની છે. જ્યાં સિઝનનો માંડ 35થી 38 ઇંચ વરસાદ થતો ત્યાં ચાલુ વર્ષે 76 ઇંચ વરસાદ નોંધાયો છે. સુત્રાપાડા પંથકમાં ચાલુ વર્ષે મેઘો મન મૂકીને વરસ્યો છે. બીજી તરફ કોડીનારમાં 64 ઇંચ તો વેરાવળમાં 50 ઇંચ, જયારે તાલાલામાં 45 ઇંચ વરસાદથી ચારેય તરફ જળ બંબાકારની સ્થિતિ સર્જાય છે.

    આ પણ વાંચો: હજુ વરસાદ રોકાવવાનું નામ નહીં લે, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રને ધમરોળશે

    સતત પાણીમાં ડૂબેલા પાકો પર સેવાળ જામવા લાગ્યો છે. મગફળી, સોયાબીન સહિત ગીરની શાન ગણાતી શેરડીના પણ હાલ બેહાલ થઈ ગયા છે. સામાન્ય રીતે ખેડૂતોના મતે શેરડીનું જેટલું પાણી વધુ હોય તેટલું વધુ ઉત્પાદન થાય, પણ અહીં શેરડીના પાકમાંથી નદી પસાર થતી હોય તેવા દ્ર્શ્યો સર્જાયા છે. આવામાં ખેડૂતોની હાલત એટલી હદે બત્તર બની છે કે પશુપાલન માટે ચારો પણ બચ્યો નથી.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gir Somnath news, Gujarat News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन