ગીર સોમનાથનો વાયરલ વીડિયો: ગઝનવીએ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવતા યુવાનની થઇ ઓળખ

આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિંદ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિંદ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે.

 • Share this:
  ગીર સોમનાથ મંદિરની (Gir Somnath Mandir Temple) પાછળના ભાગના દરિયા કિનારાનો એેક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં (Social media) ફરી રહ્યો છે. જેમાં એક વિધર્મી જણાતો યુવક સોમનાથના (Somnath) ઇતિહાસ અંગે ઉશ્કેરણીજનક અને વિવાદાસ્પદ બોલી રહ્યો છે. આ વ્યક્તિ ત્રણ મિનિટ અને 24 સેકન્ડના આ વીડિયોમાં મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર લૂંટ્યાની ઘટનાને બિરદાવી રહ્યો છે. આ મામલે સોમનાથ ટ્રસ્ટે પોલીસમાં અરજી કરી છે. આ વીડિયો જોઇને લોકોમાં વીડિયો બનાવનાર વ્યક્તિને ઝડપી પાડવાની માંગ ઉઠી છે.  પોલીસે આ અંગે વિવિધ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. વીડિયોમાં દેખાતા આ વ્યક્તિની ઓળખ પણ થઇ ગઇ છે.  (ઇનપુટ- દિનેશ સોલંકી)

  યુવકની થઇ ઓળખ

  જોકે, મળતી માહિતી પ્રમાણે, આ યુવકનું નામ ઇર્ષાદ રશીદ છે. આ વ્યક્તિ ઘણાં સમયથી 'જમાતે આદિલા હિંદ' નામની યુટ્યુબ ચેનલ ચલાવે છે. જેમાં કોમી એકતાને ડોહળે તેવા વીડિયો પોસ્ટ કરતો હોય છે. હાલ પોલીસે આ યુવકની શોધખોળ હાથ ધરી છે.  શું કહે છે યુવાન?

  આ વીડિયો સોમનાથી મહાદેવ મંદિરના પાછળના ભાગે અને ભીડિયા વિસ્તારમાં ઉતાર્યાનું માનવામાં આવી રહ્યું છે. આ સોશિયલ મીડિયામાં ફરતા વીડિયોમાં એક યુવક મંદિરની મુલાકાત લઇને આવ્યો હોવાનો ઉલ્લેખ વીડિયોમાં કરે છે. આ સાથે તે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિરને લૂંટયાની ઘટનાને બિરદાવી રહ્યો છે. જોકે આ વીડિયો અંગે ન્યૂઝ18ગુજરાતી કોઇ પુષ્ટી નથી કરતું.

  'આ વીડિયોમાં દેખાતો માણસ સ્થાનિક નથી કોઇ ટુરિસ્ટ છે'

  આ અંગે ગીરસોમનાથના એસપી, રાહુલ ત્રિપાઠી જણાવે છે કે, અમને આ વીડિયો ધ્યાને આવ્યો છે. જેમાં પોલીસની વિવિધ ટીમો આ અંગેની તપાસ કરે છે. આ વીડિયોનું રેકોર્ડિંગ ક્યાંથી થયું છે અને જે વીડિયોમા બોલે છે તે માણસ કોણ છે. હાલ તપાસ ચાલુ છે. આ વીડિયોમાં દેખાનારો શખ્સ મળશે એટલે તેની પર એફઆરઆઈ દાખલ કરવામાં આવશે. હાલ ધ્યાન આપવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ક્યાનો છે અને કોણે તથા કઇ જગ્યાએ બનાવવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ વીડિયોમાં દેખાતો માણસ સ્થાનિક નથી કોઇ ટુરિસ્ટ છે અને વીડિયો જૂનો લાગી રહ્યો છે.

  શું છે ઇતિહાસ?

  મધ્ય કાલીન યુગમાં સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ઇ.સ. 649ની સાલમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. વર્ષ 1024ની સાલમાં મહંમદ ગઝનવીએ પ્રભાસનો મજબૂત કિલ્લો હિંદુઓ સાથેના 8 દિવસ ચાલેલા લોહીયાળ જંગ પછી તોડ્યો. રાજા ભીમદેવ પહેલા હાર્યા. 50,000 હિન્દુઓની કતલ થઇ. તેણે મહાદેવજીની પાંચ ગજ ઉંચી અને બે ગજ પહોળી મૂર્તિ તોડવા માંડી ત્યારે શિવભક્ત ભૂદેવોએ તેને તે સમયે પાંચ કરોડ રૂપિયા આપવાની તૈયારી બતાવી. પણ તેણે કહ્યું: રૂપિયા લેવા કરતાં મને મૂર્તિ ભાંગવામાં વધારે મજા પડે છે!  આખરે સોમનાથ લૂંટાયું અને તેણે સળગાવીને તેનો વિનાશ કરવામાં આવ્યો. શિવલિંગના ટુકડે-ટુકડા કરવામાં આવ્યા.મહમૂદને એક જ માસમાં રાજા પરમદેવે ત્યાંથી ભગાડ્યો હતો.
  Published by:Kaushal Pancholi
  First published: