ગીર સોમનાથ : છેલ્લા સપ્તાહથી રાજ્યના સૌરાષ્ટ્ર (Saurashtra rain) અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat Rain) મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગીરસોમનાથના કોડીનારના અરણેજ ગામની સ્થિતિ ભયજનક છે. ત્યાં ધોધમાર વરસાદને કારણે ગામમાં પાણી ભરાયા હતા. હવે વરસાદ પણ બંધ થયો છે પરંતુ પાણી ઉતરવાનું નામ જ નથી લેતું. ગામ લોકોના મોટાભાગના ઘરોમાં પાણી ભરાયા છે. ગામમાં કમર જેટલા અને ઘરોમાં ગોઠણડૂબ પાણી છે. છેલ્લા ત્રણ દિવસથી અનેક ઘરોમાં ચૂલો પણ સળગ્યો નથી. આખો દિવસ અને રાત ખાટલા પર કરવાની નોબત આવી છે.
ગીર સોમનાથના કોડીનાર અરણેજ ગામની સ્થતિ ભયજનક થઇ ગઇ છે. ભારે વરસાદના કારણે ધસમસતા પાણી લોકોના ઘરોમાં ઘુસી ગયા છે. ગામમાં કમર સમાં તો ઘરોમાં ગોઠણડૂબ પાણી છે. અનેક લોકોના ઘરે રસોઈ માટે સુલા પણ સળગ્યા નથી..રાત વાસો ખાટલા પર કરવાની નોબત આવી છે.
ગામ લોકોમાં આ પરિસ્થિતિને કારણે રોષ પણ જોવા મળ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, જ્યારે ચૂંટણી હોય છે ત્યારે તો નેતાઓ વગર બોલાવે આવે છે. પરંતુ હવે જ્યારે અમારે જરૂર છે ત્યારે અહીં કોઇ મદદ માટે કે અમારી હાલત માટે ફરકી પણ નથી રહ્યા. છેલ્લા ત્રણ દિવસથી ગામમાં આવી જ પરિસ્થિતિ છે. અરણેજ ગામમાં માત્ર ન્યૂઝ18 ગુજરાતી જ અહીં પહોંચ્યું છે.
નોંધનીય છે કે, ગીર જંગલ અને જંગલની પાસેના ગામડાઓમાં અતિભારે વરસાદ ખાબકતા હિરણ નદી, સરસ્વતી નદી અને કરકરી નદીમાં ધોડાપૂર આવ્યા હતા. નદીઓમાં ભારે પૂરને લઈ વહિવટી તંત્ર સાબદુ બની ગયું હતું. તાલાલાની મામલતદાર ઓફીસ સામે હિરણ નદીના કાંઠે રહેતા સુરદાસ અને મંદબુદ્ધીના સાત લોકોને તાલાલા મામલતદાર દેસાઈએ રેસ્ક્યુ કરાવી સલામત સ્થળે ખસેડ્યા હતા. તાલાલા હિરણ નદીના મોટાપુલ ઉપર લોકો ઘોડાપૂર જોવા ઉમટી પડ્યા હતા. તાલાલા પીએસઆઈ બાંટવાએ બંદોબસ્ત ગોઠવી લોકોને સલામતી બનાવવા અપીલ કરી હતી. તાલાલાનાં જશાપુર, રસુલપરા, વાડલા, ભોજદે સહિતના ગામોમાં જંગલની સાથે સાંબેલાધારે દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર