9 Lion at Farm: હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક તસવીર વાયરલ (Viral Photo) થઇ છે. જેમાં એક ખેતરમાં નવ નવ સિંહ બેઠેલાં નજર આવે છે. જાણે કે તેઓ ખેતરની રખેવાળી કરતાં હોય તેમ લાગે છે. પણ આ રખેવાળની હાજરીમાં ખેડૂત ખુદ ખેતરમાં પાણી વાળવાં નથી જઇ શકતો તેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે.
જો આપ ગીરમાં (Gir Forest) રહેતા હોવ તો સિંહ ખેતરમાં મોજ કરતાંનાં અનેક વીડિયો તમારી સામે આવ્યાં હશે. પણ એક સાથે નવ નવ સિંહ ખેતરમાં (9 Lion in Farm) બેઠા હોય તેવો નજારો ભાગ્યે જ જોવા મળતો હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક તસવીર વાયરલ થઇ છે. જેમાં એક ખેતરમાં નવ નવ સિંહ બેઠેલાં નજર આવે છે. જાણે કે તેઓ ખેતરની રખેવાળી કરતાં હોય તેમ લાગે છે. પણ આ રખેવાળની હાજરીમાં ખેડૂત ખુદ ખેતરમાં પાણી વાળવાં નથી જઇ શકતો તેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે. સોશિયલ મીડિયા પર મળતી માહિતી પ્રમાણે ગીરનાં ઉના ગામનાં ખેતરની આ તસવીરો છે.
જાહેર સૌચાલયમાં ડાલામથ્થાની લટાર- આ પહેલાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો જેમાં ડાલામથ્થો જાહેર સૌચાલયમાંથી બહાર નીકળતો જોવા મળે છે. આ વીડિયોમાં લખેલું હતું કે, જો ગીર જાઓ તો જાહેર સૌચાલયનો ઉપયોગ ભૂલથી પણ ન કરતાં.
નાંદરખમાં સિંહે ગાયનાં મારણનો વીડિયો- ઉનાનાં નાંદરખ ગામમાં રાત્રે બાપા સીતારામના ઓટલા પાસે સિંહે ગાયને ફાડી ખાધી હતી અને ત્યાં જ બેસીને મિજબાની માણી હતી. આ મારણનો લાઇવ વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયો હતો.
મંડોર ગામનાં ખેતરમાં સિંહ ચારાનાં સિંહાસન પર- થોડા દિવસ પહેલાં જ વેરાવળ તાલુકાના મંડોર ગામની સીમના સિંહ દેખાયો હતો. એ સમયે વાઈરલ થયેલા વીડિયોમાં સિંહ મગફળીના ચારાના ઢગલા પર ચડી જઈ આરામ ફરમાવતો જોવા મળ્યો હતો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર