Home /News /kutchh-saurastra /Gir Somnath: વેરાવળમાં આ જગ્યાએ કરવામાં આવી ડ્રાઇફ્રૂટના ગણેશજી સ્થાપના, જુઓ Video

Gir Somnath: વેરાવળમાં આ જગ્યાએ કરવામાં આવી ડ્રાઇફ્રૂટના ગણેશજી સ્થાપના, જુઓ Video

ડ્રાઇફ્રૂટના

ડ્રાઇફ્રૂટના ગણેશજી

ડ્રાઇફ્રૂટના ગણપતિ તૈયાર કરી તેમની સ્થાપના કરવામાં આવી છે. અહીં ગણેશજીના પંડાલને અવનવી રીતે શણગારવામાં આવ્યો છે

    Bhavesh Vala, Gir Somnath: વેરાવળમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ત્યારે 80 ફૂટ રોડ પર આવેલ ભાવના સોસાયટીમાં સતીમાં યુવા ગૃપના યુવાનોએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી હતી. અહીં યુવાનોએ ડ્રાઇફ્રૂટના ગણેશજી તૈયાર કર્યા હતા. સતીમાં યુવા ગૃપના સતિષભાઈ સિંધવાએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગણેશ મહોત્સવમાં દર વર્ષે નવું નવું આયોજન કરવામાં આવે છે. 2014 થી ઇકો ફ્રેન્ડલી ગણેશજી બનાવવાનું શરૂ કર્યું છે. પ્રથમ અમે પી.ઓ.પીના ગણેશજીની સ્થાપના કરતા હતા. પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે ડ્રાઇફૂડના ગણેશજીની મૂર્તિ તૈયાર કરી છે. જેને તૈયાર કરવા માટે સતીમાં યુવા ગૃપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

    ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિમાં ઘાસ, પેપર, ચિન્દ્રી, માટી, ખાવાનો ગમ, ડ્રાઇફ્રૂટ, એક કિલ્લો વાંસની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે બાદ મૂર્તિ પર સવા બે કિલ્લો કાજુ, અઢી કિલ્લો બદામ, સવા બે કિલ્લો દ્રાક્ષ, અડધો કિલ્લો અંજીર અને 200 ગ્રામ ચારોલી લગાડેલું છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરવામાં યુવાનોને 12 થી 13 દિવસનો સમય લાગ્યો છે. વર્ષોથી ભાવના સોસાયટીમાં સતીમાં યુવા ગૃપ ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે. અને છેલ્લા 9 વર્ષથી અહીં ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવવામાં આવે છે.ધામધૂમથી ભાવના સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. અન્ય લોકો પણ પીઓપીની જગ્યાએ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરે તેવી ગૃપની અપીલ છે.

    આ પણ વાંચો:  આ યુવાન વકીલ બન્યો છતાં કેમ ઘરે ઘરે છાપાનું વિતરણ ચાલુ રાખ્યું? કારણ છે રસપ્રદ

    સતીમાં યુવા ગૃપના દીપુભાઈ વાઘેલાએ News18સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાવના સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં સવારે 7:30કલાકે અને સાંજે 7 કલાકે ગણેશજીની આરતી કરવામાં આવે છે. અહીં વેરાવળ સહિત જુદા જુદા વિસ્તારમાંથી લોકો દર્શન અર્થે પહોંચી રહ્યા છે. ચાલુ વર્ષે ડ્રાઇફ્રૂટના ગણપતિ તૈયાર કરી તેમની સ્થાપના કરવામાં આવી છે. અહીં ગણેશજીના પંડાલને અવનવી રીતે શણગારવામાં આવ્યો છે.દર વર્ષે યુવાનો દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. લોકોને અહીં દર્શનનો લાભ લેવા માટે સતીમાં યુવા ગૃપ દ્વારા અપીલ કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Gir Somnath news, Gir Somnath Samachar, Veraval News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन