મૂક-બધિર બાળકનું કોકલીયર ઇમ્પ્લાંટનું વિના મુલ્યે ઓપરેશન

આ પ્રકારનાં ઓપરેશન નો અંદાજિત ખર્ચ ૫ થી ૭ લાખ થાય છે, પરંતુ આ કાર્યક્રમ અન્વયે વિના મૂલ્યે ઓપરેશન કરવામા આવેલુ છે.

News18 Gujarati
Updated: May 27, 2019, 5:15 PM IST
મૂક-બધિર બાળકનું કોકલીયર ઇમ્પ્લાંટનું વિના મુલ્યે ઓપરેશન
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: May 27, 2019, 5:15 PM IST
ગીર-સોમનાથ: શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ(RBSK) અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાનાં પ્રભાસ પાટણમાં કરીયાણાની દુકાન ચલાવતા કિશોરભાઇ ગઢીયાનાં પુત્ર સત્વની ઉંમર ૧ વર્ષ અને ૬ માસ છે.

તે જન્મથી જ મૂક-બધિર હતો જેનું આર.બી.એસ.કે. પ્રોગ્રામ અંતર્ગત અત્રેના જિલ્લાનાં ડો,ઇશ્વર ડાકી તથા ડો, સ્વરૂપા ચાવડા ની આર.બી.એસ.કે. ટીમ દ્વારા કોક્લીયર ઇમ્પ્લાંટ (શ્રવણ યંત્ર) નું સફળ ઓપરેશન વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ – અમદાવાદ ખાતે કરવામાં આવતા આ બાળક સાંભળતુ થયું છે.

આ પ્રકારનાં ઓપરેશન નો અંદાજિત ખર્ચ ૫ થી ૭ લાખ થાય છે, પરંતુ આ કાર્યક્રમ અન્વયે વિના મૂલ્યે ઓપરેશન કરવામા આવેલુ છે.

આ અગાઉ પણ કિશોરભાઇ ગઢીયાની મોટી પુત્રી સુચી ઉ.વ. ૭ નું વર્ષ ૨૦૧૬ માં શાળા આરોગ્ય- રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કોક્લીયર ઇમ્પ્લાંટ (શ્રવણ યંત્ર) નું સફળ ઓપરેશન વિના મૂલ્યે સિવિલ હોસ્પિટલ – અમદાવાદ ખાતે કરવામાં આવ્યુ હતુ, પુત્રી સુચી અત્યારે ધો. ૨ માં અભ્યાસ કરે છે અને સંપુર્ણ પણે બોલી સાંભળી શકે છે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય આદ્રીનું ધો-૧૦નું ૧૦૦ ટકા પરિણામ

કેન્દ્ર અને રાજ્ય સરકાર સંચાલીત કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય આદ્રીમાં જરૂરીયાતમંદ બાળાઓ જેવી કે અનાથ, સીંગલ પેરેન્ટસ, વાડી વિસ્તાર, કચરો-ગંદકી વિણતી બાળાઓ માટે ખાસ નિવાસી વ્યવસ્થાવાળી સંસ્થા છે.
Loading...

જેમાં અભ્યાસ કરતી ધોરણ-૧૦ની ૨૯ બાળાઓ પૈકી ૨૯ બાળાઓ પાસ થઈ સતત ચોથા વર્ષે ૧૦૦ ટકા પરિણામ મેળવેલ છે. જેમાં ગોહેલ કૌશાબેન ૯૯.૦૩ પી.આર તથા ૮૮.૮૩ ટકાવાળી સાથે સ્કુલમાં પણ પ્રથમ સ્થાન મેળવેલ છે.તેમ કેજીવીબી આદ્રીની યાદીમાં જણાવાયું છે.
First published: May 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...