Home /News /kutchh-saurastra /

કીર્તિદાન વિવાદમાં ફસાયા, બરમુડો પહેરી સોમનાથ દર્શન કરતાં વિરોધ

કીર્તિદાન વિવાદમાં ફસાયા, બરમુડો પહેરી સોમનાથ દર્શન કરતાં વિરોધ

    સોમનાથ મંદિરમાં દર્શન કરવા માટે પહોંચેલો લોક ગાયક કલાકાર કિર્તિદાન ગઢવી વિવાદમાં ફસાયો છે. કિર્તિદાન ગઢવીએ બરમુડો પહેરીને સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરમાં બરમુડો પહેરીના અંદર જવા પર મનાઈ છે. ત્યારે હવે કિર્તિદાન ગઢવીએ બરમુડો પહેરીને મંદિરના દર્શન કર્યા હતા. કિર્તિદાન રવિવારે પરિવાર સાથે સોમનાથ મંદિરે દર્શને આવ્યો
    હતો. મંદિરના નિયમોનું ઉલ્લંઘન કરતા બાબતે કિર્તિદાન વિવાદમાં ફસાયો છે. આ દરમિયાન કોઈ અધિકારીઓ દ્વારા રોકવામાં આવ્યો ન હતો. આ ઘટના બાદ સોમનાથ મંદિરના ટ્રસ્ટ દ્વારા તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

    કિર્તિદાનના વિવાદ પછી એ સવાલ ઉભો થઈ રહ્યો છે કે મંદિરમાં આટલી સિક્યોરિટી હોવા છતાં કોઈ સિક્યોરિટી ગાર્ડે કિર્તિદાનને કેમ રોક્યા ન હતા. જેના કારણે મંદિરની સિક્યોરિટી પર પણ સવાલ ઉઠયા છે. દેશના 12 જ્યોર્તિલિંગ પૈકીના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે કેટલાક નિયમોનું ખાસ અમલ થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

    કિર્તિદાન ગઢવીની આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.


    આ સાથે મંદિર ઝેડ પ્લસ કેટેગરીનું સુરક્ષા કવચ ધરાવે છે તેવું એક સાઇન બોર્ડ પણ લગાડવામાં આવેલ છે.

    સોમનાથ મંદિરના દર્શને આવતા કેટલાય પ્રવાસીઓના નાના બાળકોને પણ ટૂંકા વસ્ત્રો પહેરવાની ના પાડવામાં આવે છે. ત્યારે સવાલ થાય છે કે કિર્તિદાન કેવી રીતે બરમુડો પહેરીને સોમનાથ દાદાના દર્શન કરી લીધા હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Artist, Kirtidan gadhvi, વિવાદ

    આગામી સમાચાર