Home /News /kutchh-saurastra /Gir Somnatha: આ કોલેજમાં કરવામાં આવે છે માછલી પર સંશોધન, ગોરામી માછલીએ આપ્યા 2000 બચ્ચાંને જન્મ! 

Gir Somnatha: આ કોલેજમાં કરવામાં આવે છે માછલી પર સંશોધન, ગોરામી માછલીએ આપ્યા 2000 બચ્ચાંને જન્મ! 

માછલી

માછલી ઘરમાં માછલીઓના બચ્ચા 

વેરાવળમાં કામધેનુ યુનિવર્સિટી સંચાલીત કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ આવેલી છે અહીં માછલીઓ પર વિવિધ સંશોધન કરાય છે. ત્યારે કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સમાં માછલી ઘરમાં રાખવામાં આવતી બે પ્રજાતીઓનું પ્રથમ વખત પ્રજનન કરવામાં આવ્યું છે. 

    Bhavesh Vala, Gir Somnath : વેરાવળમાં કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ આવેલ છે. અહીં વિવિધ પ્રકારની માછલીઓ પર સંશોધન કરવામાં આવે છે. ત્યારે માછલી ઘરમાં રાખવામાં આવતી રંગબેરંગી માછલીઓમાંથી બ્લ્યુ ગોરામી અને ઝીબ્રા ફિશ નામની બે પ્રજાતીઓનું ફિશરીઝ કોલેજમાં પ્રથમ વખત સફળતા પૂર્વક પ્રજનન કરવામાં આવ્યું છે. બ્લ્યુ ગોરામી અને ઝીબ્રા ફિશ મીઠા પાણીની માછલીઓ છે. ત્રણ થી ચાર માસ સુધી બ્રિડિંગ સિઝન હોય છે. આ માછલીઓ એક સાથે 600 જેટલા બચ્ચાને જન્મ આપે છે. ઉપરાંત ચોમાસાની સિઝનમાં 15 - 15 દિવસોમાં પ્રજનન કરે છે. તેમજ ચાર માસમાં 4000 થી 5000 હજાર બચ્ચાને જન્મ આપે છે. માછલી ઘરમાં ગોલ્ડ ફિશ, ગોરામી, ગપ્પી, મૌલી, ઓસ્કર અને એન્જલ ફિશ વધુ પસંદગી હોય છે.

    કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સમાં પ્રથમ વખત માછલી ઘરની બ્લ્યુ ગોરામી અને ઝીબ્રા ફિશની બે જાતનું પ્રજનન થયું છે. અહીં બ્લ્યુ ગોરામી નામની માછલીએ 2000 અને ઝીબ્રા ફિશ જાતે 600 જેટલા બચ્ચાને જન્મ આપ્યો છે. પ્રજનન અંગે જણાવ્યું હતું કે માર્કેટમાંથી મોટી માછલીઓ લેવામાં આવે છે. અને પ્લાસ્ટિકના ટેન્કમાં રાખવામાં આવે છે. પ્રથમ વોટર ક્વોલિટી પેરામીટર રોજ ચેકીંગ કરાય છે. એટલે કે તેનું તાપમાન સહિતની ચકાસણી કરાઇ છે. તેમજ આર. ટેમ્પા નામનું લાઈવ ફીડ ખવડાવવામાં આવે છે. તેનાથી હેલ્થ ફીટ રહેશે.

    આ પણ વાંચો: કેવી રીતે તૈયાર થાય છે માછીમારીની જાળ, કારીગરો હાથથી તૈયાર કરે છે, જુઓ વીડિઓ

    ઉપરાંત નેચરલ ઇન્વાઈનમેન્ટ આપવામાં આવે છે. તેના આધાર પર તે પ્રજનન ચાલુ કરે છે. માછલી ઘરની બ્લ્યુ ગોરામી અને ઝીબ્રા ફિશની બે જાતનું પ્રજનન થયું છે.બીજી તરફ વેરાવળ કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે સિનિયર રિસર્ચ ફેલો તરીકે ફરજ બજાવતા ડો. સરમણ એન. વાઘે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોલેજના પ્રિન્સીપાલ ડો.એસ.આઇ. યુસુફ જે ના માર્ગદર્શન હેઠળ એક વરનામેન્ટલ ફિશનું બ્રિડિંગ અને સીટ કલટીવેશન હાથ ધર્યું છે. પ્રથમ વખત ઝીબ્રા ફિશ અને ગોરામી ફિશનું પ્રજનન કરવામાં સફળતા મળી છે. આ બંને ટ્રોફેકલ ફિશ છે. ફેસ વોટર ફિશ છે. તેના બ્રિડિંગ માટે તેનો બ્રિડિંગ ટાઈમ અને સિઝન જાણવી અગત્યની છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Experiment, Fish

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन