Home /News /kutchh-saurastra /Gir Somnath: વેરાવળમાંથી ચાઇના અને યુરોપ જેવા દેશોમાં માછલીઓની કરાઇ એક્સપોર્ટ, જુઓ Video

Gir Somnath: વેરાવળમાંથી ચાઇના અને યુરોપ જેવા દેશોમાં માછલીઓની કરાઇ એક્સપોર્ટ, જુઓ Video

કંપનીમાં

કંપનીમાં માછલીઓનું પ્રોસેસીંગ 

130 જેટલી એક્સપોર્ટ કંપનીમાં 55 હજાર જેટલા લોકો રોજગારી મેળવે છે 

    Bhavesh Vala, Gir Somnath: વેરાવળમાં માછીમારી ઉદ્યોગ ધમધમી રહ્યા છે. અહીં જી.આઇ.ડી.સી એરિયામાં 130 જેટલી મચ્છી એક્સપોર્ટ કંપનીઓ આવેલી છે. જ્યાંથી ચાઈના અને યુરોપના દેશોમાં મચ્છી મોકલવામાં આવે છે. વનીતા એક્સપોર્ટ કંપનીનાનરેન્દ્રભાઇ ફોફંડીએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 1996 થી એક્સપોર્ટ ધંધામાં કામ કરીએ છે. માત્ર વેરાવળમાં જ 130 એક્સપોર્ટ કંપની આવેલી છે.વર્ષનું 3.5 લાખ મેટ્રીક ટન એક્સપોર્ટ કરવામાં આવે છે. એક વર્ષનું4000 કરોડનું ટર્નઓવર મચ્છી ઉદ્યોગમાં થાય છે.

    અહીંથી ચાઈના, યુરોપના તમામ દેશ અમેરિકા, આફ્રિકા, દૂબઈ, સાઉદી, મલેસિયા, થાઇલેન્ડ જેવા દેશોમાં માછલીઓનું પ્રોસેસીંગ કરી એક્સપોર્ટ કરવામાં આવે છે. વેરાવળમાં 130 કંપનીઓમાં 55 થી 60 હજાર જેટલા લોકોને રોજગારી મળી રહી છે.વેરાવળની મચ્છી કંપનીમાં આસામથી લઇ દરિયા કાંઠાના વસ્તારોમાંથી મજૂરો કામ કરી રહ્યા છે. જનરલી મચ્છીના ધંધામાં મોટો ફાળો ચાઈના, યુરોપ અને અમેરિકાનો છે.

    વેરાવળમાંથી 70 ટકા માલ ચાઈના અને યુરોપના દેશોમાં જતો હશે. એક્સપોર્ટ કંપનીઓ દ્વારા પહેલા બોટમાંથી માછલીઓને લેવામાં આવે છે. અને પ્રોસેસીંગ કરવામાં આવે છે. જેના માટે મજૂરોને જરૂરી ટ્રેનીંગ આપવામાં આવે છે. એક માછલીની ઘણી બધી પ્રોસેસીંગ હોય છે. દેશમાં વેરાવળમાંથી સીફૂડનું સૌથી વધુ ટર્નઓવર થાય છે. ખાસ કરીને ચાઇનામાં રીબન ફિશ સ્ટોલ ફિશની ખાવા માટે વધુ માંગ હોય છે. યુરોપમાં સ્કીટ, કટલ ફિશ, ઓક્ટોપસની ખાવામાં માટે વધુ ડિમાન્ડ હોય છે. અહીંની માછલીઓ પ્રોસેસીંગ સાથે વિદેશ પહોંચે છે.

    આ પણ વાંચો: એક એવું ગામ કે જે પાણી મામલે પગભર બન્યું: દરેક ઘરે RO સિસ્ટમ કાઢી નાંખી, કારણ જાણવા જેવું છે

    વેરાવળ બોટ એસોસિએશન સાગર પુત્ર ફાઉન્ડેશનના મેમ્બર દિનેશભાઈ વધાવીએ News18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેરાવળ બંદર પરથી 4000 જેટલી બોટ માછીમારી માટે દરિયામાં જાય છે. વેરાવળ બંદર પર જે માછલી આવે છે. તેમાંથી 80 ટકા માછલીઓ બહાર એક્સપોર્ટ કરવામાં આવે છે. અને 20 ટકા માછલીઓનું સ્થાનિક ક્ષેત્ર છૂટક વેચાણ થાય છે. એક્સપોર્ટ કંપનીના લીધે અન્ય રાજ્યના લોકોની સાથે સાથે પાટણ, સુત્રાપાડા અને ધામરેજ સહિતના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારના લોકોને રોજગારી મળી રહી છે. વેરાવળ બંદર માછીમારીનું હબ બન્યું છે. અહીંની માછલીઓ ચાઇના જેવા દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Fish, Fisherman, Gir Somnath news, Veraval News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन