વેરાવળમાં NRIના ઘર પર ત્રણ કરોડની ખંડણી માટે ફાયરિંગ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 16, 2017, 10:19 AM IST
વેરાવળમાં NRIના ઘર પર ત્રણ કરોડની ખંડણી માટે ફાયરિંગ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દુબઇના એનઆરઆઈ ​​વેપારીના ઘરમાં ફાયરિંગ કરાયું છે. 8 દિવસ પહેલા ત્રણ કરોડ ખંડણી ઇમરાન છીપા નામના વ્યક્તિએ માંગી હતી. પોલીસે એફએસએલની મદદ લઇ તપાસ હાથ ધરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 16, 2017, 10:19 AM IST
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દુબઇના એનઆરઆઈ ​​વેપારીના ઘરમાં ફાયરિંગ કરાયું છે. 8 દિવસ પહેલા ત્રણ કરોડ ખંડણી  ઇમરાન છીપા નામના વ્યક્તિએ માંગી હતી. પોલીસે એફએસએલની  મદદ લઇ તપાસ હાથ ધરી છે.

વેરાવળના જબર  વિસ્તારમાં  રહેતા ફારૂકભાઈ મકલાઈ નામના એનઆરઆઈ વેપારીના ઘરે સોમવારે વહેલી સવારે 5 કલાકે ઇકબાલ છીપા નામના વ્યક્તિ એ ફાયરિંગ કરતા ખળભળાટ મચ્યો છે .


ફારૂકભાઈના ઘરની બહાર પાર્ક કરાયેલા  હન્ક બાઈક પર ચઢી બારીમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં  આવ્યું છે. જો કે કોઈ જાનહાની થઈ નથી પરંતુ એનઆરઆઈ પરિવાર ભયભીત બન્યો છે.


મૂળ વેરાવળના અને હાલ દુબઇ માં બિઝનેશ કરતા એનઆરઆઈ વેપારી એવા ફારૂક ભાઈ મકલાય છેલા થોડા દિવસો થી માદરે વતન વેરાવળ આવ્યા છે જેઓને 8 દિવસ પહેલા રસ્તા વચ્ચે રોકાવી ઇકબાલ છીપા અને અન્ય બે સખ્શો એ પિસ્તોલ બતાવી ત્રણ કરોડ રૂપિયા ની ખંડણી માંગી હતી.


એનરી વેપારી ના ઘરે ફાયરિંગ થયા ની જાણ પોલીસ ને મળતા પોલીસ કાફલો જબર ચોક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે એનઆરઆઈ વેપારી ની સુરક્ષાએ માટે બે પોલીસ કર્મી તેનાત કરી દીધા છે.

First published: May 16, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर