Home /News /kutchh-saurastra /તલાલા: બલિ પહેલા પિતાએ બાળકીને સાત દિવસ સુધી ભૂખી તરસી અગ્નિ પાસે ઉભી રાખી હતી

તલાલા: બલિ પહેલા પિતાએ બાળકીને સાત દિવસ સુધી ભૂખી તરસી અગ્નિ પાસે ઉભી રાખી હતી

બાળકીના પિતાની ફાઇલ તસવીર

બાળકીના શરીરમાં કીડા પડી ગયા હતા અને અગ્નિ પાસે ઉભી રાખવાને કારણે શરીર પર ફોડલા પણ પડી ગયા હતા.

તલાલા: ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાંથી અંધશ્રધ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં પિતાએ પોતાની 14 વર્ષની દીકરીની બલિ ચઢાવી હોવાની શંકા બાદ પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. દીકરી ધૈર્યાની બલિ ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર વિદ્યાથી જીવિત કરવાનો પ્રયાસ પણ કરાયો હતો. જે નિષ્ફળ રહ્યો હતો અને સગીર જીવિત થઇ ન હતી. આ કેસમાં ગીરસોમનાથ પોલીસે અનેક રૂંવાડા ઉભા થઇ જાય તેવા ખુલાસા કર્યા છે. જેમાં પિતાએ જ પોતાએ જ દીકરીના કપડાં સળગાવીને તેને અગ્નિ પાસે ઉભી રાખી હતી. જેના કારણે તેના શરીર ઉપર ફોડલા પડી ગયા હતા અને શરીરમાં જીવાત પણ પડી ગઇ હતી.

નવરાત્રિમાં અનુષ્ઠાનના બહાને આખું કાવતરું રચ્યું હતુ


ધૈર્યા હત્યા કેસમાં ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને મહત્ત્વના ખુલાસા કર્યા હતા. તેમના જણાવ્યા પ્રમાણે, પિતા ભાવેશ અકબરી ત્રણ મહિના પહેલા બાળકીને સુરતથી અહીં ગામે મુકી ગયો હતો. પિતા ભાવેશ પોતાના ભાઈ દિલીપને ત્યાં આ દીકરીને મૂકી ગયો હતો. નવરાત્રિમાં અનુષ્ઠાનના બહાને કાવતરું રચીને વળગણના વહેમે બાળકીને વાડીએ બાંધી રાખી હતી. માસૂમ પર સતત 1થી 7 ઓક્ટોબર સુધી અત્યાચાર ગુજાર્યો હતો. અમાનુષી પિતાએ બાળકીને ખાવાનું, પીવાનું આપવાનું પણ બંધ કર્યું હતું. આઠમા દિવસે બાળકીનું મોત થયાની પિતાને જાણ થઈ હતી. જેથી ગામના જ સંબંધીઓને ગેરમાર્ગે દોરી અંતિમક્રિયા પણ કરી નાંખી હતી. આરોપી ભાવેશે પત્ની પર પણ તંત્રમંત્રનો પ્રયોગ કર્યો હતો. પરિવારના અન્ય સભ્યોની સંડોવણીની શક્યતાઓ સેવાઇ રહી છે. કેસમાં વધુ આરોપીઓના નામો બહાર આવી શકે છે. આ સાથે કેસમાં હજુ પણ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે છે.

આ  પણ વાંચો:  દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાની કરી ધરપકડ

બાળકીને સાત દિવસ અગ્નિ પાસે ઉભી રાખી હતી


પોલીસે વધુ માહિતી આપતા જણાવ્યું હતુ કે, બાળકીના કપડાં સળગાવીને તેને અગ્નિ પાસે ઉભી રાખતા તેના શરીર ઉપર ફોડલા પણ પડ્યા હતા. તે છતાં પણ શેતાન પિતાનું હૃદય દ્રવ્યું ન હતુ. જ્યારે આઠમા દિવસે બાળકીનું મૃત્યુ થયું હતુ. ત્યારે તેના શરીરમાં કીડા પણ પડી ગયા હતા. તેના પિતાને જાણ થઈ ત્યારે સાત સગાસંબંધીઓ સાથે બાળકીને સ્મશાને લઈ જઇને અંતિમ સંસ્કાર કરી નાંખ્યા હતા. આ દરમિયાન સગા સંબંધીઓએ બાળકીમાંથી દુર્ગંધ આવતી હોવાનું કારણ પૂછતા સંબંધીઓને જણાવ્યુ હતુ કે, તેને ચેપી બીમારી હતી એવું કહીને રવાના કરી દીધા હતા. જે બાદ બંને ભાઈઓએ પોતે બાળકીનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

પત્ની પર પણ કર્યું હતુ તંત્રમંત્ર


પુત્રીની હત્યા બાદ આરોપી ભાવેશ અકબરીએ પોતાની પત્ની પર પણ તંત્ર મંત્ર કરવાનો પ્રયાસ કરેલો જે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ભાવેશના સર્કલમાં અમુક એવા લોકો હતા કે જે અગાઉ તંત્રમંત્ર કરી ચૂક્યા હતા. તેમાંથી ભાવેશે પ્રેરણા લીધી હતી તેવી શક્યતાને આધારે પોલીસે વધુ ત્રણ આરોપીને રાઉન્ડ અપ કરવા ટીમો અન્ય જિલ્લાઓમાં રવાના કરી છે. આ કેસમાં વધુ આરોપીઓના નામ ઉમેરાવાની શક્યતા છે.મળતી માહિતી પ્રમાણે, આરોપી પોલીસ તપાસમાં સહકાર આપતો ન હોવાને કારણે પોલીસ દ્વારા સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ પણ અપાઈ હતી. કોઈપણ તાંત્રિકે ઘટના સ્થળ પર આવીને તંત્ર મંત્ર કર્યાની વાત પોલીસે નકારી છે.
First published:

Tags: ગીર સોમનાથ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો