ગીર સોમનાથઃ ખાનગી હોસ્પિટલમાં 40 વર્ષિય વ્યક્તિનું મોત, પરિવારજનોનો હોબાળો

 • Share this:
  દિનેશ સોલંકી, ગીર સોમનાથ

  કોડીનાર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં કડોદરા ગામના 40 વર્ષીય પ્રતાપભાઇ વાળા નામના વ્યક્તિનું મોત થયા બાદ પરિવારજનો અને ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો. હોસ્પિટલ ખાતે ગ્રામજનોના ટોળા ઉમટી પડતા ડોકટરોએ ચેમ્બર બહાર આવવું ભારે પડ્યું હતું. પરિવારજનોનો આરોપ છે કે ગોલિંદભાઇનું મોત ડોક્ટરોની બેદરકારીને કારણે થયું છે.

  આ પણ વાંચો અમદાવાદઃ મધરાત્રીએ ઘરમાં લાગી આગ, પતિ-પત્નીનાં મોત, બે પુત્રી થઇ નોંધારી

  મૃતક ગોવિંદભાઈના પરિવારજનોએ જણાવ્યું કે ગોલિદભાઇ લાંબા સમયથી ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા હતા. ગઈકાલે પણ બાઇક ચલાવી હોસ્પિટલ પહોંચ્યા હતા પરંતુ અબુંજાના ડોકટરોએ તેમને દાખલ કરી દીધા હતા એટલું જ નહીં પરિવારજનોને જાણ પણ કરી ન હતી. અંતે શનિવારે સવારે ગોવિંદભાઇનું મૃત્યુ થયું હતું. પરિવારે આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલની બેદરકારીના કારણે ગોવિંદભાઈનું મોત થયું.

  ખાનગી હોસપીટલના ડોકટર પટેલનું કેહવું છે કે મૃતક ગોવિન્દ ભાઈ ને ફેફસા અને કિડનીની બીમારી હતી જેથી તેને સારવાર માટે દાખલ કર્યા હતા. અહીં તેને ફેફસાની સારવાર કરવામાં આવી જો કે ડોકટરે સ્વીકાર્યું કે તેની કિડનીની સારવાર ન કરી કારણ કે અહીં તેના સાધનો નથી, પરિવારજનોના કેહવા મુજબ અબુંજામાં કિડનીના રોગની સારવાર નથી તો કેમ રીફર ન કરાયા આ સવાલને લય ભારે હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં ખાનગી હોસ્પિટલે મૃતક ગોવિંદભાઈનું હાર્ટ એટેકથી મોત થયાનું કહી રહ્યાં છે જેને લય ક્યાંકને ક્યાંક ગોવિદભાઈના મોતને લય અનેક સવાલો ઉઠી રહયા છે.

  એક તરફ ખાનગી હોસ્પિટલના ડોકટરો કિડની અને ફેફસાના રોગના લીધે મોત થયાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ રિપોર્ટમાં હાર્ટ એટેકથી મોત થયાનું જણાવાય રહ્યું છે, સવાલ એ પણ છે કે અન્ય હોસ્પિટલે મૃતકને રીફર કરાયા તો બે કલાક સુધી ડીચાર્જ કેમ ન કરાયા, જોકે સમગ્ર મામલે કોડીનાર પોલીસે વચ્ચે પડી બંને પક્ષોને સમજવવા પ્રયાસ કરી રહી છે. પરંતુ મૃતકના પરિવારજનો જ્યાં સુધી ડોકટરની પ્રતિક્રિયા નહીં આવે ત્યાં સુધી સ્વજનનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કરી રહ્યાં છે.
  Published by:Sanjay Vaghela
  First published: