'વાયુ'ની અસરને કારણે ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ

વાયુને કારણે અત્યાર સુધીમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે.

News18 Gujarati
Updated: June 14, 2019, 9:42 AM IST
'વાયુ'ની અસરને કારણે ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ
દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.
News18 Gujarati
Updated: June 14, 2019, 9:42 AM IST
વાયુ વાવાઝોડાને કારણે રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય ગયા હતાં. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયામાં 20 ફુટ ઉંચા મોજા ઉછળ્યાં હતાં. દરિયા કાંઠા વિસ્તારોમાં 70થી 90 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. તીવ્ર પવનથી કોડીનાર પંથકમાં બે દિવસમાં 30થી વધારે મકાનો ધસી પડયાં હતાં. અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી ડૂલ થઇ ગઇ હતી.

રાહત કમિશ્નર, એમ.આર.કોઠારીનાં જણાવ્યાં પ્રમાણે અત્યાર સુધીમાં 114 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં ગીર સોમનાથમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. 2 લાખ 75 હજાર કરતાં વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે.

અમરેલી જિલ્લાનો વરસાદ

અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા તપાસીએ તો અમરેલીમાં 30 મિમી, બાબરામાં 12 મિમી, બગસરામાં 10 મિમી, ધારીમાં 21 મિમી, જાફરાબાદમાં 46 મિમી, ખાંભામાં 35 મિમી, લાઠીમાં 30 મિમી, લીલીયામાં 22 મિમી, રાજુલામાં 44 મિમી, સાવરકુંડલામાં 29 મિમી, વડીયામાં 25 મિમી વરસાદ નોંધાયો છે.

રાજકોટમાં ભારે પવન સાથે વરસાદ

વાયુ વાવાઝોડાને પગલે રાજકોટનાં ગોંડલ સહિત આસપાસનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. રાજકોટમાં પણ વહેલી સવારે ભારે પવન સાથે વરસાદ પડતા વીજપુરવઠો ખોરવાયો છે. માત્ર 10 મિનિટ વરસાદને કારણે આ વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો. ''
જૂનાગઢ જિલ્લાનો જાણો હાલ

વાયુ વાવઝોડાની અસરને કારણે રાજકોટનાં ગોંડલમાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. ગોંડલ સહિત આસપાસના વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી જીલ્લામાં મોડીરાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે. વડીયા, ખાંભા, રાજુલા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ. સુત્રાપાડામાં સૌથી વધુ વરસાદ 140 મી.મી, તાલાલામાં 129 મી.મિમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં 393 મી.મી વરસાદ નોંધાયો છે. રાત્રીના 12થી 6 દરમિયાન વરસાદ નોંધાયો છે.

બોટાદ જિલ્લાનો વરસાદ

બોટાદ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ગઢડામા ગઈકાલ અને આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઇ ગયો છે. જિલ્લામાં 24 કલાકમાં બોટાદમાં 14, ગઢડા 48, બરવાળા 19, રાણપુર 23 મીમી વરસાદ નોંધાયો છે.

સુત્રાપાડામાં વધુ વરસાદ

ગીરસોમનાથનાં સુત્રાપાડામાં સૌથી વધુ વરસાદ 140 મી.મી, તાલાલામાં 129 મી.મિમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ જિલ્લામાં 393 મી.મી વરસાદ નોંધાયો છે. રાત્રીના 12થી 6 દરમિયાન વરસાદ નોંધાયો છે.
First published: June 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...