દીનેશ સોલંકી, ગીર-સોમનાથ: દીવના દરિયામાં ડોલ્ફિન (Dolphin)નું એક ઝુંડે પ્રવાસી (Tourist)ઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેન્દ્ર શાસિત (Union territory Diu) પ્રદેશ અને પ્રવાસન સ્થળ દીવ(Ghoghla beach)માં આવેલો ઘોઘલા બીચ, જલંધર બીચ, કિલ્લો, પાણીકોઠા અને મ્યુઝિયમ સહિતના સ્થળો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા જ છે. તાજેતરમાં પ્રવાસીઓ માટે એક અન્ય વસ્તુ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણનું કેન્દ્ર ડોલ્ફિનનું એક ઝુંડ છે. દીવના દરિયામાં ડોલ્ફિનનું ઝુંડ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
આજકાલ ડોલ્ફિનના આ ઝુંડને જોઈને સહેલાણીઓ રોમાંચિત બની રહ્યા છે. જોકે, ડોલ્ફિનને જોવા માટે સવારે વહેલા ઉઠવું પડે છે. ખાસ તો છેલ્લા ઘણા વર્ષોથી શિયાળામાં આ ડોલ્ફિન દીવના દરિયામાં મહેમાન બને છે. કડકડતી ઠંડીમાં આ ડોલ્ફિન દીવના બીચ નજીક આવી પહોંચે છે. સામાન્ય રીતે સવારે સવારે 6થી 10 સુધી ડોલ્ફિન જોવા મળે છે. કારણ કે એવું છે કે આ સમયે દરિયો શાંત હોવાથી ડોલ્ફિન બીચ નજીકના વિસ્તારોમાં જોવા મળી રહી છે.
આજકાલ સહેલાણીઓ માટે ઘોઘલા બીચથી ડોલ્ફિન જોવા માટે ખાસ બોટ પણ ચલાવવામાં આવી રહી છે. દીવના દરિયામાં 30થી 60 જેટલી ડોલ્ફિન જોવા મળી રહી છે. આગામી દિવસોમાં વધારે પ્રમાણમાં ડોલ્ફિન દીવની મહેમાન બનશે તેવું સ્થાનિકોનું માનવું છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણાં વર્ષોથી દીવના સમુદ્રમાં ડોલ્ફિન જોવા મળી રહી છે. સામાન્ય રીતે ડોલ્ફિન શિયાળામાં જ વધુ જોવા મળતી હોવાથી શિયાળાના ચાર મહિના પ્રવાસીઓ બોટ મારફતે દીવના દરિયામાં ડોલ્ફિન જોવા જતા હોય છે. પ્રવાસીઓ પણ આશા ખી રહ્યા છે કે દીવના શાંત અને રમણીય બીચ પર આવનારા સમય માં વધારે ડોલ્ફિનના ઝુંડ મહેમાન બનશે. નોંધનીય છે કે ગુજરાતના દરિયા કિનારા પર ડોલ્ફિન ભાગ્યે જ જોવા મળે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર