Home /News /kutchh-saurastra /Gir Somnath: તમારે 100 વર્ષ જૂના સંસ્કૃતના પુસ્તકો વાંચવા હોય તો અહીં મળશે!

Gir Somnath: તમારે 100 વર્ષ જૂના સંસ્કૃતના પુસ્તકો વાંચવા હોય તો અહીં મળશે!

સોમનાથ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જૂના સંસ્કૃત ભાષાના પુસ્તકનું ડીજીટલાઈઝેશન કામગીરી

વેરાવળમાં આવેલી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પુસ્તકાલમાં 80 થી 100 વર્ષ જૂના રેર અને મેન્યૂસ્ક્રિપ્ટ પુસ્તકના ડીજીટલાઈઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે.

    Bhavesh Vala, Gir somnath : વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે. અહીં સંસ્કૃતમાં વિવિધ વિષયોની ગ્રંથાલયને ભેટમાં મળેલ મેન્યૂસ્ક્રિપ્ટ અને રેર પુસ્તકનું ડીજીટલાઈઝેશનના માધ્યમથી પુસ્તકોની સાથે દેવભાષા સંસ્કૃતિને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તકાલયમાં 28600 થી વધારે પુસ્તકો આવેલા છે. પણ સંસ્કૃત ભાષામાં લખાયેલા હસ્તપ્રતો તથા રેર પુસ્તકો જે 80 થી 100 વર્ષ જૂના છે . સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા રેર અને મેન્યૂસ્ક્રિપ્ટ પુસ્તકોનું ડીજીટલાઈઝેશનની કામગીરી હાથ ધરી છે. ઉપરાંત યુનિવર્સિટીના ગ્રંથાલયમાં ટૂક સમયમાં ડીજીટલાઈઝેશનની કામગીરી પૂર્ણ થયા બાદ સંસ્કૃતના દુર્લભ અને ખુબ જ જૂના પુસ્તકો આંગળીના ટેરવે જોવા મળશે. પુસ્તકાલયમાં વિવિધ સંસ્કૃત ભાષાના પુસ્તકો આવેલા છે. જેનું છાત્રો વાંચન કરે છે.

    સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં પુસ્તકાલયમાં ગ્રંથપાલ તરીકે ફરજ બજાવતા રવિન્દ્ર.એસ. કાળે એ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પુસ્તકાલયમાં 30 જેટલા રેર પુસ્તકો છે. 33 જેટલા મેન્યૂસ્ક્રિપ્ટ પુસ્તકો છે. આ પુસ્તકોનું ડીજીટલાઈઝેશનનું કામગીરી શરૂ કરવામાં આવી છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે આપની પાસે સંસ્કૃત ને લગતા કોઈ પણ પુસ્તકો છે. ઘરોહર છે. હસ્તલિખિત, મેન્યૂસ્ક્રિપ્ટ 80 થી 100 વર્ષ જૂના પુસ્તકો ડોનેટ કરશો. તેમની જાળવણી કરવામાં આવશે. આ પુસ્તકનું ડીજીટલાઈઝેશન કરીને રિસર્ચ અને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવામાં આવશે. આવા પુસ્તકોના કારણે કોઈ પણ વ્યક્તિ ગ્રંથાલયમાં આવી રિસર્ચ કરી શકે છે. રાજ્યમાં એકમાત્ર સોમનાથ ખાતે સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે. યુનિવર્સિટીની પુસ્તકાલયમાં 28600 પુસ્તકો ઉપલબ્ધ છે. નવા બનેલા ગ્રંથાલયમાં હોલમાં 30 રેર અને 33 મેન્યૂસ્ક્રિપ્ટ પુસ્તકો આવેલા છે. જેનું ડીઝીટલાઈઝેશન કામ શરૂ કરવામાં આવ્યું છે.



    ઉપરાંત 7 મેન્યૂસ્ક્રિપ્ટને સ્કેન કરવામાં આવી છે.યુનિવર્સિટીની સામાન્ય નાગરિકો માટે પહેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સામાન્ય નાગરિકોને પણ સંસ્કૃત ભાષાની જાળવણી અને તેનો યોગ્ય ઉપયોગ થાય તે માટે અનોખી પહેલ હાથ ધરી છે. કોઈ પણ વ્યક્તિ સંસ્કૃત ભાષાના જૂના પુસ્તકો યુનિવર્સિટીના ગંથાલયને અર્પણ કરી શકે છે. તેનું ડીજીટલાઈઝેશન કરાશે. આ પુસ્તકના ડિજિટલાઈઝેશન થી વિદ્યાર્થી અને સંશોધનકારોને રિસર્ચ માટે ફાયદો થશે. 80 થી 100 વર્ષ જૂના પુસ્તકોનું ડીજીટલાઈઝેશનની પ્રક્રિયા આવનાર સમયમાં છાત્રો અને સંશોધનકારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે.
    First published:

    Tags: Gir-somnath, Sanskrit

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन