લૉકડાઉનમાં હવે સોમનાથ દાદાની ઘરે બેઠા જ કરાવો ડિજિટલ પૂજા, જોઇ લો તેની ડિટેઇલ્સ

લૉકડાઉનમાં હવે સોમનાથ દાદાની ઘરે બેઠા જ કરાવો ડિજિટલ પૂજા, જોઇ લો તેની ડિટેઇલ્સ
ફાઇલ તસવીર

  • Share this:
સોમનાથ : લૉકડાઉન દરમ્યાન ભગવાન સોમનાથજીની પૂજા કરાવવા માટે અનેક ભક્તો મોબાઇલથી સંપર્ક કરે છે, જેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટ દ્વારા ઇ-સંકલ્પ ડીઝીટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરિયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી  પૂજાવિધિ  કરવામાં આવી.

જ્યારે મંદિર લૉકડાઉન દરમ્યાન બંધ છે અને ભક્તો મંદિર દર્શન માટે અને પુજાવિધિ કરાવવા આવી શકે તેમ નથી, ત્યારે જે પણ ભક્તો ઓનલાઇન પુજાવિધિ નોંધાવશે તે ભક્તોને ટ્રસ્ટ દ્વારા વોટ્સએપ અને ગુગલ ડ્યુઓ મારફત ટેકનોલોજીનો ઉપયોગ કરી વિડિયો કોલીંગ કરી શ્રી સોમનાથ મંદિરમાં જ્યાં યાત્રીકોને પુજાવિધિનો સંકલ્પ કરાવવામાં આવે છે તે સ્થળે થી ઇ-સંકલ્પ કરાવી  ડિઝિટલ માધ્યમથી ભક્તોને ભગવાનથી જોડવાનો અનેરો પ્રયાસ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.આ પણ વાંચો - અમદાવાદમાં કોરોના બેકાબૂ બનતા મુખ્યસચિવ સહિતના ઉચ્ચઅધિકારીઓની મેરેથોન બેઠક

ટ્રસ્ટ દ્વારા પુજાવિધિ નોંધાવનારનો અગાઉથી સંપર્ક કરી ચોક્કસ સમય નક્કી કરી તેઓને વિડિયો કોલીંગથી ઇ-સંકલ્પ કરાવવામાં આવશે. લોકડાઉનના સમયમાં લોકોને ઘરેબેઠા પુજાવિધિનો સંકલ્પ કરાવી મંદિરમાં પુજાવિધિ કરાવી શકે તેવા શુભાશયથી ટ્રસ્ટના આઇ.ટી. ટીમ, પી.આર.ઓ તેમજ મંદિરની ટીમ દ્વારા જનરલ મેને જર તેમજ ટ્રસ્ટી સેક્રેટરીના માર્ગદર્શન હેઠળ આ ડિઝિટલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મંદિર ટ્રસ્ટ તરફથી સર્વેને લોકડાઉન દરમ્યાન “ઘરમાં રહો, સુરક્ષીત રહો” તેમજ સરકારની સુચનાઓનુ ચુસ્તપણે પાલન કરવા અપીલ છે.

આ પણ જુઓ - 
Published by:News18 Gujarati
First published:May 06, 2020, 07:36 am

ટૉપ ન્યૂઝ