Home /News /kutchh-saurastra /Gir Somnath: રાજભોગ, મેંગો સ્લાઇડ, હિંગવત્તી, આ મુખવાસે જમાવ્યું આકર્ષણ
Gir Somnath: રાજભોગ, મેંગો સ્લાઇડ, હિંગવત્તી, આ મુખવાસે જમાવ્યું આકર્ષણ
તહેવાર નિમિત્તે બજારમાં મુખવાસનું ખુબ જ વેચાણ થઇ રહ્યું છે.
વેરાવળની બજારોમાં નૂતન વર્ષ પૂર્વે જુદા જુદા 70 જેટલા પ્રકારના મુખવાનું વેચાણ થઇ રહ્યું છે. રજવાડી, ગુલાબ, કલકત્તી, કેસર અને કાશ્મીરી મુખવાસ સહિતના મુખવાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Bhavesh Vala, Gir Somnath : જિલ્લાભરમાં દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકો નૂતન વર્ષ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી કરશે. વેરાવળની બજારોમાં નૂતન વર્ષ પૂર્વે જુદા જુદા પ્રકારના મુખવાસનું વેચાણ થય રહ્યું છે. નૂતન વર્ષ પૂર્વે લોકો મુખવાસની ખરીદી કરી રહ્યા છે. બેસતા વર્ષના દિવસે લોકો એક બીજાના મોં મીઠા કરી નવા વર્ષને વધાવશે. મુખવાસની સાથે સાથે બજારોમાં રંગબેરંગી કલરનું વેચાણ પણ જોવા મળે છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય પંથકમાં પણ વિભિન્ન પ્રકારના મુખવાસ અને કલરનું વેચાણ થય રહ્યું છે. રજવાડી, કલકત્તી, કેસર, કાશ્મીરી ડ્રાઇફૂડ સહિતના જુદા જુદા 70 પ્રકારના મુખવાસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વેરાવળના સટ્ટા બજારમાં મુખવાસનું વેચાણ કરતા રાઘવભાઈએ જણાવ્યું હતું કે રજવાડી, આદુ, સ્પેશ્યલ ખારો,ગુલાબ, ગોટલી, જેલી, આંબોલિયા મીઠા તથા ખારા, કલકત્તી, ગુલાબ, પાન, વરીયાળી, લખનવી વરીયાળી , મસાલા ધાણાદાળ, સોપારી, કેસર, કલકત્તી પાન, રાજભોગ, મેંગો સ્લાઇડ, ફોદીના, હિંગવત્તી, હિંગ પેંડા, મરીબોલ, ફાયટરબોલ, રેવડી સહિતના જુદા જુદા 70 જેટલા પ્રકારના મુખવાસ આવે છે. અત્યારે રૂપિયા 30 થી 60 સુધીમાં 100 ગ્રામ મુખવાસનું વેચાણ થય રહ્યું છે. મુખવાસ જાતે પણ તૈયાર કરાય છે. અને બહારથી પણ આવે છે. ગત વર્ષ કરતા ઓણસાલ મુખવાસની ખરીદી સારી છે. ખાસ કરીને રેવડી અને કલકત્તી પાન સહિતના જુદા જુદા પ્રકારના મુખવાસની લોકો વધુ પસંદગી કરે છે.
વેરાવળની બજારમાં મુખવાસનું વેચાણ કરતા અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે જામનગરી, મીઠા પાન, ગ્રીન પાન, સ્વીટ આંબલા, રાજેસ્થાની રજવાડી, પાસક આંબલા, જેઠ આંબલી, મસાલા આદુ, મેંગો સ્લાઇડ, પ્રીમિયમ કાશ્મીરી, કાશ્મીરી ડ્રાઇફૂડ, ખારો મુખવાસ સહિતના મુખવાસનું વેચાણ થય રહ્યું છે. બજારમાં દિપાવલી પર્વની અનોખી રોનક જોવા મળે છે. લોકો નૂતન વર્ષ ઉજવણી કરશે. ત્યારે નૂતન વર્ષ પૂર્વે બજારોમાં જુદા જુદા પ્રકારના મુખવાસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. બેસતા વર્ષના દિવસે લોકો મોં મીઠા કરી નવા વર્ષને આવકારશે. દિવાળી પર્વ પર બજારોમાં ખરીદી માટે હકડેઠ્ઠઠ મેદની જોવા મળી હતી. કપડા, કલર, ફરસાણ, મીઠાઈ, રોશની શણગાર અને ફૂલની દુકાનો પર લોકો ખરીદી કરતા નજરે ચડીયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર