Home /News /kutchh-saurastra /Gir Somnath: આર્મીમાંથી નિવૃત થયા બાદ શરૂ કરી મધની ખેતી, આજે કરી રહ્યાં છે લાખોમાં કમાણી

Gir Somnath: આર્મીમાંથી નિવૃત થયા બાદ શરૂ કરી મધની ખેતી, આજે કરી રહ્યાં છે લાખોમાં કમાણી

આર્મીમાંથી

આર્મીમાંથી નિવૃત થયા બાદ મધની ખેતી શરૂ જેમાં તેઓને સારી સફળતા મળી છે.

સુપાસી ગામે 43 વર્ષીય યુવક મધ ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે. તે ફ્લાવરીંગના માધ્યમથી મધનું ઉત્પાદન મેળવે છે. 43 વર્ષીય સતીષભાઇ આર્મીમાં ફરજ પૂર્ણ કરી અત્યારે રેલવેમાં નોકરી કરી રહ્યા છે.

    Bhavesh Vala, Gir Somnath : વેરાવળના સુપાસી ગામના સતીષભાઇ સોલંકી 25 જેટલી મધ પેટીના માધ્યમથી મધ ઉછેર કેન્દ્ર ચલાવી રહ્યા છે. અહીં મધના ઉત્પાદન માટે પેટીઓને ફ્લાવરીંગ આપતા વાવેતરમાં રાખવી પડે છે. તેમજ ચોમાસાની સીઝનમાં ઓછું ફ્લાવરીંગ હોય ત્યારે ખાંડનું દ્રાવણ બનાવી મધ માખીઓને ફીડિંગ કરાવવું પડે છે. સતીષભાઇ આર્મીમાં ફરજ બજાવી નિવૃત થયા છે. જે બાદ તે અત્યારે રેલવેમાં નોકરી કરી રહ્યા છે. સાથે સાથે તે અત્યારે મધ ઉછેર કેન્દ્રના માધ્યમથી મધનું ઉત્પાદન લઈ રહ્યા છે.

    મધપેટીઓને ફ્લાવરીંગવાળા ખેતરમાં રાખવી પડે છે. અને દરરોજ માટે તેની કાળજી લેવી પડે છે. અત્યારે એક પેટીમાંથી દર વર્ષે 6 થી 8 કિલો મધનું ઉત્પાદન મેળવે છે. સુપાસી ગામે મધ ઉછેર કેન્દ્ર ચલાવતા સતીષભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે તે 2018 થી મધનો વ્યવસાય કરે છે. અત્યારે 25 બોક્સ મધપેટી છે. મધ ઉછેર કેન્દ્રમાં જેટલું માઈગ્રેશન કરીએ અથવા તો ફ્લાવરીંગ વાળી જગ્યા હોય ત્યા મધપેટીને લય જઇ તો એક વર્ષમાં એક પેટીમાંથી 17 થી 18 કિલ્લો મધ ઉત્પાદન આપે છે.



    નોર્મલી રીતે ઉછેર કરીએ તો એક વર્ષમાં 6 થી 8 કિલ્લો મધનું ઉત્પાદન મળી રહે છે. ફ્લાવરીંગ માટે હળવદ, ધાંગધ્રા, મોરબી, સુરેન્દ્રનગર જેવા રાય, રાયડો, અજમાં, વરિયાળી, તલના ઉત્પાદન થાય તેવા ખેતરોમાં માઇગ્રેશન કરવું પડે છે. ચોમાસાની સી ઓછું ફ્લાવરીંગ હોય ત્યારે ખાંડનું દ્રાવણ આપવું પડે છે. એક પેટી દીઠ ઓછામાં ઓછું રોજનું 200 થી 250 ગ્રામ દ્રાવણ ઉપયોગ કરવાનો રહે છે. મધ ઉછેર કેન્દ્રમાં કેવી રીતે મધનું ઉત્પાદન મેળવવું તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં ટ્રેનીંગ લીધી હતી. રૂપિયા 400 માં એક કિલો મધનું વેચાણ કરાય છે. મધનું વેચાણ સ્થાનિક લેવલે પણ કરવામાં આવે છે. તો મધ ઉછેર કેન્દ્ર ખાતેથી વેપારીઓ પણ ખરીદી કરી જાય છે.

    મધ ઉછેર કેન્દ્રમાં મેલીફેરા અને ઇટાલિયન બે જાત હોય છે. ત્યારે સતીષભાઇ ઇટાલિયન મધ માખીથી મધનું ઉત્પાદન મેળવી રહ્યા છે. અત્યારે નાળિયેરીના બાગમાં મધ ઉછેર કેન્દ્ર ચાલી રહ્યું છે. નાળિયેરી, રાય, રાયડો જેવા પાકમાં મધ પેટી રાખીએ તો 25 થી 30 ટકા ઉત્પાદનનો વધારો થાય છે. એક પેટીમાં ત્રણ પ્રકારની મધ માખી હોય એક મધ પેટીમાં રાણી, ડ્રોન અને વર્કર ત્રણ પ્રકારની મધમાખી હોય છે. રાણી માખી ઈંડા આપે છે. વર્કર અને ડ્રોન ફ્લાવરીંગનું કાર્ય કરે છે. ખાસ કરીને મધ માખી યુ.પી, બિહાર અને પંજાબ સહિતના વિસ્તારોમાંથી લય આવવામાં આવે છે.
    First published:

    Tags: Honey, ખેતી

    विज्ञापन
    विज्ञापन