Home /News /kutchh-saurastra /ઉના ખાતે સીઆર પાટીલે સભા ગજવી, દ્વારકામાં દબાણો દૂર કરવાને લઈ બોલ્યા કહ્યું- હજુ ઘણું બધું થશે

ઉના ખાતે સીઆર પાટીલે સભા ગજવી, દ્વારકામાં દબાણો દૂર કરવાને લઈ બોલ્યા કહ્યું- હજુ ઘણું બધું થશે

ઉના વિધાનસભાના કાર્યકરોના સંમેલન પ્રસંગે આવેલા સીઆર પાટીલે સભા ગજવી હતી.

Gir Somnath News: સીઆર પાટીલ આગામી ચૂંટણીની ટિકિટોને લય બોલ્યા અને કહ્યું કે મોદીજી અને અમિતભાઇ નક્કી કરશે તે લડશે. તે કોઈ પણ હોઈ મંચ ઉપર બેઠા હોય શકે કે સભાની ભીડ માં. આ બને જ નક્કી કરશે ટિકિટ કોને આપવી.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે પૂર્વ ધારાસભ્યના રુદ્રાક્ષ સિનેમા ગૃહના ઉદ્ઘાટન અને ઉના વિધાનસભાના કાર્યકરોના સંમેલન પ્રસંગે આવેલા સીઆર પાટીલે સભા ગજવી હતી. આ દરમિયાન સીઆર પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને આડેહાથ લીધા હતા. પાટીલે કેજરીવાલ પર નિશાન સાધતા કહ્યું કે જૂઠાણાનો સરદાર એક પછી એક ગેરન્ટી આપે છે. કારણ કે તેને આપી ને ભૂલી જવાની છે પણ નરેન્દ્ર ભાઈ જે કહે છે તે કરી બતાવે છે.

    તો બીજી તરફ દ્વારકામાં છેલ્લા ત્રણ દિવસથી ગેર કાયદેસર બાંધકામો તોડવાને લઈ પણ પાટીલ બોલ્યા હતા. પાટીલે લોકોને સંબોધતા કહ્યું કે દ્વારકા કૃષ્ણની નગરી છે જ્યાં બીજું કોઈ ગેર કાયદેસર બાંધકામ હોવું ન જોઈએ. અને એટલેજ વડા પ્રધાન અને મુખ્યમંત્રીની સૂચનાથી દ્વારકા પ્રશાસન દ્વારા ગેર કાયદેસર બાંધકામો તોડી પાડયા છે. અને હજુ પણ ઘણું બધું થશે. જેના માટે લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દ્વારકા પ્રસાશન અને સરકારનો આભાર વ્યક્ત કરવો જોઈએ.

    આ પણ વાંચો- સુરતમાં ઝડપાયું ક્રિકેટનું મસમોટું સટ્ટા રેકેટ, યુદ્ધગ્રસ્ત દેશમાં રૂપિયાની લેવડદેવડનો ખુલાસો

    જયારે પાટીલે કેજરીવાલની સાથે-સાથે કોંગ્રેસના સોનિયા અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે સોનિયાનું રિમોટ તૂટવા આવ્યું છે. ચૂંટણીઓમાં સોનિયા કુંવરને આગળ રાખતા હતા પણ કુંવર જ્યાં જાય ત્યાં ઉમેદવાર તો ઠીક કોંગ્રેસ હારી જાય છે. રાહુલ ગાંધી દેશ જોડો યાત્રા કરવા નિકળ્યા છે પણ ગુજરાતને સાઈડ લાઇન કર્યું કારણ કે તેને ગુજરાત પ્રત્યે પ્રેમ જ નથી.

    આ પણ વાંચો- અમદાવાદના રાણીપમાં સામાન્ય અકસ્માત બાદ વિધર્મી આરોપીએ યુવક પર જીવલેણ હુમલો કર્યો

    સીઆર પાટીલ આગામી ચૂંટણીની ટિકિટોને લય બોલ્યા અને કહ્યું કે મોદીજી અને અમિતભાઇ નક્કી કરશે તે લડશે. તે કોઈ પણ હોઈ મંચ ઉપર બેઠા હોય શકે કે સભાની ભીડ માં. આ બને જ નક્કી કરશે ટિકિટ કોને આપવી.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Assembly elections, CR Patil, ગીર સોમનાથ, ગુજરાત

    विज्ञापन
    विज्ञापन