દિનેશ સોલંકી, ગીર સોમનાથ : દેશ ભરમાં કોરોના હાહાકાર મચાવી રહ્યોં છે ત્યારે આ બીજી લહેરમાં ગામડાઓ પણ બાકાત રહ્યા નથી. ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ અતિ દયનિય બની છે. ગીર સોમનાથ જિલ્લો હાલ કોરોનાથી થરથરી ઉઠ્યો છે. જિલ્લાના 6 શહેરોમા કોરોના કાળ બની ત્રાટક્યો છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમા કરુણ દ્રશ્યો સર્જાય રહ્યા છે.
ગામડાઓમાં ઘેર ઘેર ખાટલા જેવી સ્થતી જોવા મળી રહી છે. લોકો તાવ અને શરદી માં સપડાયા છે. પરંતુ કોરોના છે કે નહીં તે કહેવું મુશ્કેલ બન્યું છે. કારણ કે કોરોનાના ટેસ્ટ ગ્રામ્ય વિસ્તારોમાં થતા જ નથી, કે ન તો તાલુકા સેન્ટરો પર ટેસ્ટની કિટો છે, જેના કારણે લોકો તાવમાં મોતને ભેટી રહ્યા છે.
ગીર સોમનાથના કોડીનાર તાલુકાના બે ગામોની દયનિય સ્થિતિ બની છે. દેવલી ગામ જ્યા એકજ મહિનામાં અંદાજે 22 જેટલા લોકો મોત ને ભેટયા છે. જેમાં મોટા ભાગના મોત કોવિડના કારણે થયા છે. તો કોડીનારના ડોલાસામા કોરોના એ કાળો કહેર વર્તાવ્યો છે. અહીં છેલ્લા એકાદ મહિનામાં 40થી 45 મોત થયા છે, જેમાં પણ મોટા ભાગના મોત કોરોનાથી થયા છે.
ડોળાસાના સરપંચ નું કહેવું છે કે અહીં એક સીએસસી સેન્ટર હમણાં નિર્માણ પામ્યું છે. જેમાં કોવિડ હોસ્પિટલ બનાવાયું છે પરંતુ તેમાં ડોકટરો નથી કે નથી ટેસ્ટ કીટ. કે નથી વેલટીનેટર. લોકો બસ ભગાવન ભરોસે છે કોરોના હોઈ કે અન્ય તાવ, બસ લોકો ને તાવ ની દવા આપી દેવામાં આવે છે કારણ કે 20 દિવસ થી અહીં ટેસ્ટિંગ કીટ જ નથી. અને ગામડાઓ માં લોકો ટપોટપ મોત ને ભેટી રહ્યા છે. લોકો ને તાવ આવે ને મોત મળી રહ્યું છે શહેર માં ક્યાંય બેડ કે ઓક્સિજન નથી તો ગામડાઓ ની કેવી દુર્દશા હોઈ તે આના પરથી સમજી શકાય.
ગીર સોમનાથ માં કોરોના ટેસ્ટ, બેડ અને ઓક્સિજનો તો અભાવ છે. હવે તંત્ર પર થી આશા છોડી ગામ લોકો જાતે જ આઇસોલેટ રૂમ અને ઓક્સિજન બેડ ની ગામડાઓ માં વ્યવસ્થાઓ કરી રહ્યા છે. જોકે જિલ્લામાં મોટાભાગના સીએસચી અને પીએચસી કેન્દ્રો પર ટેસ્ટિંગ કીટ ન હોવાના કારણે લોકો ને તાવ ની આડેધડ દવા ઓ અપાય રહી છે તો અનેક જગ્યાએ વેકસીન નો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સરકાર ની માત્ર મોટી મોટી વાતો અને અધિકારીઓ માત્ર સરકારના આદેશનું પાલન કરી રહ્યા છે. પરંતુ કેમેરા સામે કંઈ પણ બોલવા તૈયાર નથી. અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકો કોરોના ના ભરડા ને લીધે મોત ને ભેટી રહ્યા છે.
બીજી તરફ હજુ પણ ઘણા ગામડાઓ મા લોકો બેદરકાર જોવા મળી રહ્યા છે. માસ્ક અને સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરતા નથી. અને બિનજરૂરી ઘરની બહાર ટલ્લા મારી રહ્યા છે. જયારે અનેક ગામો સ્વયંભુ બંધ કરી રહ્યા છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર