ગીર સોમનાથના જુદા જુદા વિસ્તાર ઉપરાંત જૂનાગઢના માંગરોળ, ચોરવાડ, કુકછવાડા સહિતના વિસ્તારોમાંથી દરરોજ 70 થી 80 જેટલા નાળિયેરના (Coconuts of Gir) ટ્રક મોકલવામાં આવે છે
Bhavesh Vala, Gir Somnath: ગીર એટલે બાગાયત પાકનું (Horticultural crops) હબ ગણવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં અન્ય પાકોની જેમ નાળિયેરનું (Coconuts of Gir) વાવેતર પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગીર સોમનાથ નાયબ બાગાયત નિયામક એ.એમ. દેત્રોજાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેરાવળમાં 6146, કોડીનારમાં 851, ગીરગઢડામાં 484, સુત્રાપાડામાં 418, ઉનામાં 215 અને તાલાલા તાલુકામાં 465 હેક્ટર મળી કુલ જિલ્લાભરમાં 8579 હેક્ટરમાં નાળિયેરીનું વાવેતર છે.
જિલ્લામાં કોડીનાર અને ઉના (Una)માં સરકારી નર્સરી આવેલી છે. રૂપિયા 32 માં ક્રોસબોના નાળિયેરીના ઝાડનું વિતરણ કરાઇ છે. હાઇબ્રિડ નાળિયેરીનું રૂપિયા 250 થી 300માં વેચાણ થાય છે. જિલ્લામાં અંદાજીત 235922 500 જેટલા નંગ નાળિયેરનું દર વર્ષે ઉત્પાદન થઈ રહ્યું છે.અહીં ઉત્પાદન થતા નાળિયેર સાઉથના ભાગને છોડી દિલ્હી ગાઝીપુર મંડી સહિત જમ્મુ-કાશ્મીર ઉપરાંત દેશના અલગ અલગ વિસ્તારોમાં જઈ રહ્યા છે.સ્થાનિક ગડુ ખાતેથી નાળિયેર ટ્રક જુદા જુદા વિસ્તારોમાં જઈ રહ્યા છે.
ગીરના નાળિયેરની મીઠાસ વધારે હોવાથી હોય છે માંગ વધારે
ગડુમાં નાળિયેરના વેપારી ધર્મેશભાઈ ભરડાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગીર સોમનાથના જુદા જુદા વિસ્તાર ઉપરાંત જૂનાગઢના માંગરોળ, ચોરવાડ, કુકસવાડા સહિતના વિસ્તારોમાંથી દરરોજ 70 થી 80 જેટલા નાળિયેરના ટ્રકની બહાર એક્સપોર્ટ કરાય છે. અહીંના નાળિયેર જયપુર, ઉદેપુર, ઇન્દોર, અમૃતસર, દિલ્હી, લુધિયાણા, પંજાબ, આસામ ખાતે મોકલવામાં આવે છે.
જયપુરની નાળિયેરની મંડીમાંથી ગીર પંથકમાં ઉત્પાદન થતા નાળિયેર જમ્મુ કાશ્મીર સુધી પણ પહોંચી રહ્યા છે. બેંગ્લોર અને કેરળ નાળિયેરની ગીરના નાળિયેર કરતા સાઈઝ મોટી હોય તેમજ દેખાવડા પણ વધુ હોય છે. પણ ગીરના નાળિયેરની મીઠાસ વધારે હોવાથી અહીંના નાળિયેરની માંગ વધારે હોય છે.
દરિયાકાંઠા વિસ્તારમાં રહે છે સારૂ ઉત્પાદન
માંગરોળમાં ફળ સંશોધન કેન્દ્રના મદદની સંશોધન વૈજ્ઞાનિક ડો. ડી.એલ. વરમોડાએ News 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગીર પંથકમાં ટી. ડી. હાઇબ્રિડ ( દેશીની વાન ફેર), બી. ટી. હાઇબ્રિડ ( લોટનની વાન ફેર હાથે બનાવેલી), કુદરતી રીતે થયેલી વાન ફેર ( લોટન અને દેશી ), ઓરેન્જ કલરની ઠીંગણી જાત, બોના, લોટન ( ઠીંગણી), દેશી ( પશ્ચિમ કિનારાની ઉંચી જાત), દિંદાજલી નાળિયેરીની જાતનું વધુ વાવેતર જોવા મળે છે.
હાઇબ્રિડ ટી. ડીનું 60 થતા બી.ટીજાતનું100 વર્ષનું આયુષ્ય રહે છે. દસ વર્ષ પછી દર વર્ષેદરિયા કાંઠા વિસ્તારમાં 250 જેટલા નંગ નાળિયેર ઉતરે છે. ઉપરાંત નાળિયેરીની અન્ય જાતોમાં પણ દરિયાકાંઠા વિસ્તારમાં સારૂ એવું ઉત્પાદન રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર