વિજય રૂપાણી અને નીતિન પટેલ સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના

News18 Gujarati
Updated: August 27, 2018, 8:10 AM IST
વિજય રૂપાણી અને નીતિન પટેલ સોમનાથ મંદિરમાં કરશે પૂજા-અર્ચના
વિજય રૂપાણી સોમનાથ મંદિરે(ફાઈલ ફોટો)

જીલ્લા ભાજપના આગેવાનો સાથે સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી.

  • Share this:
પવિત્ર શ્રાવણ મા દેશ વિદેશથી લાખો ભાવીકો બાર જયોતિર્લીંગમા પ્રથમ ભગવાન સોમનાથ મહાદેવ મંદિર ખાતે દર્શનાથે આવતા હોય છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ ગત રાત્રીથી સોમનાથ દાદાના સાનિધ્યમાં પહોંચી ગયા છે. આજે સવારે 9 કલાકે સોમનાથ દાદાના દર્શન કરી પૂજા, અર્ચના કરશે.

ઉલ્લેખનીય છે કે, સોમનાથ પહોંચતાની સાથે જ સોમનાથ ટ્રસ્ટ અને ભાજપના આગેવાનો દ્રારા તેમનું સ્વાગત કરાયુ હતુ. ત્યારબાદ મુખ્યમંત્રીએ ગીર સોમનાથ જીલ્લા ભાજપના આગેવાનો સાથે સાગર દર્શન ગેસ્ટ હાઉસ ખાતે અગત્યની મીટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલની સૂચિત ગેરહાજરી જોવા મળી હતી અને મીડીયાને પણ આ મિટીંગથી દુર રખાયા હતા.

આ મિટીંગમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રુપાણી, રાજકોટના નિતીન ભારદ્વાજ, રાજયસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલ, પૂર્વ રાજય મંત્રી જશાભાઇ બારડ, ગુજરાત મેરીટાઈમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઈ કુહાડા, ગુજરાત રાજય બીજ નીગમના ચેરમેન રાજશીભાઇ જોટવા, ગુજકોમાસોલના વાઇસ ચેરમેન ગોવિંદભાઇ પરમાર, જીલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠકરાર તેમજ પૂર્વ ધારાસભ્યો, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત, વહીવટીતંત્ર, અને જીલ્લાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ રાત્રી રોકાણ સોમનાથ ખાતે કરશે ત્યારબાદ વ્હેલી સવારે આરતી, પૂજા અર્ચના કર્યા બાદ રવાના થશે છે.
First published: August 27, 2018
વધુ વાંચો
अगली ख़बर