ગીર સોમનાથ પહોંચ્યા મુખ્યમંત્રી, અતિવૃષ્ટિ-પૂરની સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી

News18 Gujarati
Updated: July 17, 2018, 10:06 PM IST
ગીર સોમનાથ પહોંચ્યા મુખ્યમંત્રી, અતિવૃષ્ટિ-પૂરની સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી

  • Share this:
ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે અતિવૃષ્ટ્રી સર્જાઇ છે. આ અંગે વિજય રૂપાણીએ ગીરની મુલાકાત કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ કેશોદ ખાતે વરસાદને કારણે હેલિકોપ્ટરનું ઉતરાણ ન થઈ શક્યું અને હેલિકોપ્ટર ગાંધીનગર આવી ગયું હતું. ત્યારબાદ એરફોર્સના હેલિકોપ્ટરના સહારે વિજય રૂપાણી ગીરની મુલાકાત કરવા નીકળ્યા હતા પરંતુ ખરાબ હવામાનને કારણે જેતપુર ખાતે હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. કહેવામાં આવી રહ્યું છે વિજયભાઇ અંતે બાય રોડ ગીર સોમનાથ પહોંચ્યા હતા. .

જેતપુરમાં હેલિકોપ્ટર લેન્ડિંગ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી બાય રોડ ગીર સોમનાથ પહોંચ્યા હતા. અહીં તેઓએ વરસાદી તારાજીનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ અધિકારીઓ તથા બચાવદળને માર્ગદર્શન આપ્યું હતું. આ સિવાય રૂપાણીએ જણાવ્યું કે વડાપ્રધાન અને વડાપ્રધાન કાર્યાલય ગુજરાતની વરસાદની આફતની સ્થિતિ અંગે સતત સંપર્કમાં રહી વાકેફ થઇ રહ્યાં છે. ભારે વરસાદને કારણે વડાપ્રધાનના તારીખ ર૦ જુલાઇના ગુજરાતના કાર્યક્રમો મૂલત્વી રાખવામાં આવ્યા છે.

વધુમાં રૂપાણીએ જણાવ્યું કે ગીર-સોમનાથમાં વરસાદથી અતિપ્રભાવિત ગામોમાં ઉચ્ચ અધિકારીઓ કેમ્પ કરી રાહત કાર્યો વેગવાન બનાવે, વરસાદી આફતનો ભોગ બનેલા વિસ્તારોમાં તંત્ર-સમાજ-સેવા સંસ્થાઓ-સરકાર સૌના સક્રિય સહયોગથી મુશ્કેલી-હાલાકી નિવારવાની પ્રતિબધ્ધતા દર્શાવી છે. વિજયભાઇ રૂપાણીએ ગીર-સોમનાથમાં NDRF ટીમ દ્વારા પાણીમાં ફસાયેલાઓ માટે બચાવ-કામો તેમજ જે ૪ ગામોમાં વધારે પાણી છે ત્યાં ફૂડ પેકેટ પહોચાડવાની કામગીરીની સરાહના કરી હતી.

મુખ્યમંત્રી સોમનાથ ગીરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારમાં નિરીક્ષણ માટે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા. પરંતુ ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર સોમનાથન ઉતરી શકતા જેતપુરમાં નોર્મલ લેન્ડિંગ કરીને રોડ માર્ગે ગીર સોમનાથ જવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી મુખ્ય સચિવ અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ગીર સોમનાથ પહોંચીને વહીવટી તંત્રને બચાવ રાહત કામોમાં માર્ગદર્શન આપી અને સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે મુખ્ય સચિવ ડો.જે એન સિંઘ મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા. મુખ્યમંત્રી ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા તંત્ર સાથે બેઠક કરીને પૂર અને અતિવૃષ્ટિથી ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમજ બચાવ રાહત કાર્યોનું માર્ગદર્શન કરશે.આ અગાઉ રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા અતિ ભારે વરસાદને કારણે આ વિસ્તોરમાં પૂરની તારાજી સર્જાઈ છે, ત્યારે સફાળી જાગેલી રૂપાણી સરકારે મંત્રીઓને પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જવાના આદેશો કર્યા હતા. જ્યારે મુખ્યમંત્રી રૂપાણી પોતે ગીર સોમનાથ જવાના હતા, પરંતુ કેશોદ એરપોર્ટ પર પાણી ભરાવાના કારણે પ્લેન લેન્ડ થઈ શકે તેમ ન હોવાથી તેમનો પ્રવાસ રદ કર્યો હતો.

First published: July 17, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading