Home /News /kutchh-saurastra /ગુજરાતના દરિયાકિનારે ચરસની રેમલછેલ, હિરાકોટ બંદર નજીકથી 26 લાખનું ચરસ ઝડપાયું

ગુજરાતના દરિયાકિનારે ચરસની રેમલછેલ, હિરાકોટ બંદર નજીકથી 26 લાખનું ચરસ ઝડપાયું

દોઢેક માસ પૂર્વે પોરબંદરથી લઈને દિવસ સુધીના દરિયા કિનારા પરથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો.

Gir Somnath: હીરાકોટ ગામના શબ્બીર ખારીયાએ 16 પેકેટ પોતાના ઘરમાં છુપાવી અને પોતે તેનું વેચાણ કરી અને પૈસા કમાશે તેવી આશાએ આ ચરસ ઘરમાં છુપાવ્યું હતું.

    દિનેશ સોલંકી, ગીર સોમનાથ: તાજેતરમાં જ રાજ્યભરના દરિયા કિનારા પર ચરસનો જંગી જથ્થો કિનારા પરથી મળી આવ્યો હતો. જે પૈકીનો સોળ પેકેટ અંદાજિત રૂપિયા 26 લાખ 50 હજારનો 17 કિલો ચરસ સાથે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે હીરાકોટ બંદરમાં રહેતા એક આરોપીને ઝડપી લીધો છે. ઝડપાયેલા આરોપીનો ચરસ વેચવાનો મનસુબો હતો અને લાખોપતિ થવું હતું પરંતુ પોલીસની બાજ નજરે આ આરોપી જેલ હવાલે થયો છે.

    ગીર સોમનાથ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે નજીકના હીરાકોટ બંદર વિસ્તારમાં રહેતા શબ્બીર ખારીયા નામના વ્યક્તિના ઘરમાં ચરસનો જથ્થો પડ્યો છે. જેથી પોલીસે ટીમ બનાવી સબીર ખારીયાના ઘરની અંદર તપાસ શરૂ કરતા તેમાંથી 16 પેકેટ ચરસના અંદાજિત 17 કિલો જેની બજાર કિંમત 26 લાખ 50 હજાર જેવી થાય છે. તે મુદ્દામાં સાથે આરોપી સબ્બિર ખારીયાને પોલીસે ઝડપી લીધો હતો.



    દોઢેક માસ પૂર્વે પોરબંદરથી લઈને દિવસ સુધીના દરિયા કિનારા પરથી મોટી માત્રામાં ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ગિર સોમનાથ જિલ્લામાં 350 કિલોથી વધુ ચરસનો જથ્થો મળી આવેલો જે અંદાજે 4 કરોડથી વધુની કિંમતનો હતો. તે સમયે પોલીસ વિભાગ દ્વારા દરિયા કિનારા પર રહેતા લોકોને સૂચિત કરાયા હતા કે, જો દરિયા કિનારા પર ચરસના પેકેટો મળી આવે તો પોલીસને ધ્યાન મૂકવું પરંતુ હીરાકોટ ગામના શબ્બીર ખારીયાએ 16 પેકેટ પોતાના ઘરમાં છુપાવી અને પોતે તેનું વેચાણ કરી અને પૈસા કમાશે તેવી આશાએ આ ચરસ ઘરમાં છુપાવ્યું હતું.

    આ પણ વાંચો- અરવિંદ કેજરીવાલનું યુવાનોને વચન

    ચરસના જથ્થા સાથે ઝડપાયેલા સબીર ખાડીયા સામે એનડીટીઆર સહિતની નાર્કોટિક્સ કાયદા મુજબ ગુનો દાખલ કરી વધુ જથ્થો તો ક્યાંય છુપાવેલો નથી ને તે બાબતે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: GirSomnath, ગીર સોમનાથ, ગુજરાત, પોરબંદર

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन