Home /News /kutchh-saurastra /

PM Narendra Modi: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનતા જ પ્રથમ બેઠકમાં પીએમ મોદીએ લીધા હતા મહત્ત્વના નિર્ણયો

PM Narendra Modi: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનતા જ પ્રથમ બેઠકમાં પીએમ મોદીએ લીધા હતા મહત્ત્વના નિર્ણયો

વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે.

સોમનાથનું જે મંદિર આજે આપ જોઈ રહ્યા છો તે સરદાર વલ્લભભાઈ પટેલને આભારી છે. સરદાર સાહેબે જ્યારે જીર્ણ સિર્ણ મંદિર જોયું ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. અને એજ સમયે તેઓએ સમુદ્ર કિનારે પોતાના હાથમાં જળ ભરી સંકલ્પ કર્યો કે, "આગામી વર્ષોમાં ગમે તે ભોગે હું આ સોમનાથની ભવ્યતા અને દિવ્યતા ફરી લાવીશ." અને ત્યારબાદ સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણની શરૂઆત થઈ.

વધુ જુઓ ...
  દિનેશ સોલંકી, સોમનાથ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)નાં સોમનાથ (Somnath Temple) સાથેના સંબંધો ઘણા જુના છે. આરએસએસ (RSS)નાં પ્રચારક હતા ત્યારથી જ પીએમ મોદી સોમનાથ મહાદેવ (Somnath Mahadev)નાં દર્શને આવતા હતા અને અહીં તેઓ સંઘની બેઠક પણ લેતા હતા. સોમનાથ મંદિર ટ્રસ્ટ (Somnath Temple Trust)માં તેઓ 2009 થી ટ્રસ્ટી તરીકે જોડાયા છે. ત્યારથી અવિરત સેવા અને ફરજ બજાવી રહ્યા છે. સોમનાથ મંદિરનાં વિકાસ અને પ્રચાર તેમજ પ્રસારમાં અનેક ગુજરાતીઓનું યોગદાન રહ્યું છે. ત્યારે બીજા ગુજરાતી વડાપ્રધાન સોમનાથના અધ્યક્ષ બન્યા બાદ પ્રભાસ ક્ષેત્રની કાયાપલટ થઈ છે.

  સોમનાથનું જે મંદિર આજે આપ જોઈ રહ્યા છો તે સરદાર વલ્લભભાઈ પટેલને આભારી છે. સરદાર સાહેબે જ્યારે જીર્ણ સિર્ણ મંદિર જોયું ત્યારે તેમનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. અને એજ સમયે તેઓએ સમુદ્ર કિનારે પોતાના હાથમાં જળ ભરી સંકલ્પ કર્યો કે, "આગામી વર્ષોમાં ગમે તે ભોગે હું આ સોમનાથની ભવ્યતા અને દિવ્યતા ફરી લાવીશ." અને ત્યારબાદ સોમનાથ મંદિરનાં પુનઃ નિર્માણની શરૂઆત થઈ. અનેક વિઘ્નોને પાર કરી સરદાર સાહેબ અડગ રહ્યા અને આજનાં સોમનાથ મંદિરનું ભવ્ય નિર્માણ થયું. સરદાર સાહેબ અડગ અને દ્રઢ મનોબળ ધરાવતા હતા. ખરા અર્થમાં વિકાસશીલ કાર્યનાં પ્રણેતા રહ્યા હતા. આથી જ તેઓ લોખંડી પુરૂષ કહેવાયા છે. સોમનાથ અને સરદાર સિક્કાની બે બાજુઓ બની ચુકી છે. સોમનાથ દર્શને આવતા યાત્રાળુઓ, ભક્તો, અગ્રણીઓ અને નેતાઓ પણ સોમનાથ દાદાનાં દર્શન કર્યા બાદ અચૂક દિગ્વિજય દ્વાર બહાર આવેલા સરદાર સાહેબનાં બાવલાં પાસે સરદાર વંદના કરે છે.  સરદાર સાહેબ ન હોત તો આજનું ભવ્ય સોમનાથ મંદિર પણ ન હોત. જે સનાતન સત્ય છે. અને ત્યાર બાદ સોમનાથ ટ્રસ્ટનાં તત્કાલીન અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતા સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષની જગ્યા ખાલી પડી હતી. જેમાં સર્વાનુમતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પદે વરણી કરવામાં આવી હતી. દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટનાં અધ્યક્ષ પણ હોય તેવા નરેન્દ્રભાઈ બીજા વ્યક્તિ છે. સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થ ક્ષેત્રનાં વિકાસ માટે અવિરત કામગીરી કરે છે. ગુજરાતી રાષ્ટ્રીય નેતાઓ સોમનાથ ટ્રસ્ટમાં સામેલ હોવાને લઈ કેન્દ્ર સરકાર તરફથી પણ સોમનાથનાં વિકાસમાં અનેરૂ યોગદાન સાંપડી રહ્યું છે. સવાયા ગુજરાતીઓ સોમનાથને સુવર્ણ જડિત કરી સોમનાથનો સુવર્ણયુગ પાછો લાવવા સતત પ્રયત્નશીલ છે.

  તો સાથે જ દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથ મંદિર નજીક યાત્રી સુવિધામાં પણ અનેક ગણો વધારો થયો છે. જેમાં પ્રથમ "સુમદ્ર પથ" જેમના માધ્યમથી સોમનાથ આવતા શ્રદ્ધાળુઓ સમુદ્ર કિનારે વોક વે દ્વારા સોમનાથ અને સમુદ્ર બન્ને ના દર્શન કરી શકે. જયારે સદીઓ જૂના સોમનાથ મંદિર ના અવશેષોનું પણ આર્ટ ગેલેરી બનાવી દેશ વિદેશથી આવતા ભાવિકો નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાય છે. જયારે હાલમાં જ થોડા સમય પહેલા દેશના વડાપ્રધાનના હસ્તે સોમનાથમાં નવનિર્મિત 30.55 કરોડના ખર્ચે બનેલા અદ્યતન અતિથિ ગૃહનું લોકાર્પણ કરાયું છે. જેમાં પીએમ મોદીએ વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો. તો સીએમ પણ વીડિઓ કોંફરન્સના માધ્યમથી જોડાયા હતા.

  આ પણ વાંચો-125 ગામની હજારો બહેનો તેમના ભાઈ પીએમ મોદીને પત્ર લખી પોતાની વ્યથા જણાવશે

  સોમનાથ મંદિરની પાછળના ભાગમાં અને અરબી સમુદ્રની એકદમ નજીક બનાવાયેલા આ આલિશાન અતિથિગૃહને એવુ ડિઝાઇન કરવામાં આવ્યું છે જાણે કોઈ રજવાડી મહેલ હોય. અને આ આલીસાન ચાર મંજિલા અતિથિ ગૃહ કુલ પ્લોટ 15000 ચો.મી. એરીયામાં ફેલાયેલ છે. જેનો કુલ કાર્પેટ એરિયા 7077.00 ચો.મી. છે અદ્યતન સુવિધા સાથેના આ સરકીટ હાઉસમાં 2 વીવીઆઈપી સ્યુટ રૂમ, 8 વીવીઆઈપી રૂમ, 8 વીઆઈપી રૂમ, 24 ડીલક્ષ રૂમ સાથે કિચન, જનરલ અને વીઆઈપી ડાઈનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ રૂમ અને 200 લોકોને સમાવતો ઓડીટોરીયમ હોલ સહિતની સુવિધાઓ વિકસાવવમાં આવી છે. ત્યારે આ સરકીટ હાઉસ ખાતેથી દેશભરમાંથી યાત્રીઓને રાત્રિ રોકાણ કરી શકશે અને સાથે અરબી સમુદ્ર અને સોમનાથ મંદિર શિખર ના દર્શન પણ કરી શકશે.

  પ્રવાસીઓ અને શ્રધ્ધાળુ ઓ માટે પ્રથમ જ્યોતીર્લીંગ સોમનાથ મન પસંદ સ્થળ હાલ પણ છે. પરંતુ વડાપ્રધાન મોદી તાજેતર માં ટ્રસ્ટ ના અધ્યક્ષ બન્યા બાદ સોમનાથ તીર્થ વીકાસ બાબતે હરણફાળ ભરી એમ સ્પષ્ટ કહી શકાય કારણ કે વડા પ્રધાન સોમનાથ ટ્રસ્ટ ના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ મીટીંગ માં જ રૂપીયા 400 કરોડ ના વીકાસ કામો ને લીલીઝંડી અપાય છે. જેમાં 300 કરોડ માં એક્વેરીયમ (કાચ ની ટનલ) કે જે દરીયા માં લોકો પાણી ની અંદર થી દરીયાઈ જીવસૃસ્ટી ને નીહાળી શકશે.

  આ પણ વાંચો- ગુજરાતમાં કોરોનાએ ફરી સ્પિડ પકડી, જાણો રાજ્યમાં ક્યા કેટલા કેસ નોંધાયા

  મહત્વનું છે કે ભાજપના દિગ્ગજ નેતા અને માર્ગદર્શક મંડળમાં સામેલ લાલકૃષ્ણ અડવાણી પણ સોમનાથ ટ્રસ્ટના સભ્ય છે. તો વર્તમાન ગૃહમંત્રી અમિત શાહ પણ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટી છે. સોમનાથ ટ્રસ્ટ સોમનાથ મંદિર અને પ્રભાસ તીર્થ ક્ષેત્રનાં વિકાસ માટે અવિરત કામગીરી કરે છે. અને હજુ પણ તો જ્યાં હીરણ કપીલા અને સરસ્વતી નદીનો ત્રીવેણી સંગમ આવેલો છે. ત્યાં સામા કીનારા પર પણ સંગમ ઘાટ બનાવાશે અને બન્ને કીનારાને ઝુલતા પુલ (જેમ હરીદ્રાર માં લક્ષ્મણઝુલા)ની જેમ જોડી દેવાશે.તો છેક એસટી ડેપો સુધી મુખ્ય પ્રવેશ દ્રાર બનાવાશે. અને વડોદરા જેવો ભવ્ય અધ્યતન એસટી ડેપો બનશે. સાથે સોમનાથ ત્રીવેણી સંગમ સહીત જગ્યા ઓ પર અદ્યતન માર્ગ સુવીધા ઓ દરીયા કાનારા પર વોક વે અધ્યતન પાર્કીંગ સહીત 100 કરોડના કામોને પણ પ્રથમ મીટીંગ માં જ મંજુરી અપાઈ છે.ત્યારે સોમનાથનો ભવ્ય સુવર્ણકાળ આવી રહ્યો છે. અને વીશ્વના પ્રવાસી ઓ માટે સોમનાથ વધુ આકર્ષણનું તીર્થ સ્થળ બનવા જઈ રહ્યું છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Somnath, Somnath mandir, Somnath Temple, ગીર સોમનાથ, સોમનાથ મંદિર, સોમનાથ મહાદેવ

  આગામી સમાચાર