Home /News /kutchh-saurastra /ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો

ગીર સોમનાથઃ વિચલીત કરતો હત્યાનો live video, ચાર યુવકોએ માર મારતા યુવક ચોકમાં જ ઢળી પડ્યો

સીસીટીવી પરથી વીડિયો

gir somnath murder cctv: અહીં એક યુવકને જાહેરમાં માથાના ભાગે હુમલો (four boy attack) કરતા યુવક સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે (police) આ અંગે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

વધુ જુઓ ...
દિનેશ સોલંકી, ગીર સોમનાથઃ ગુજરાતમાં (Gujarat) જાહેરમાં હત્યા કરવાની (murder case) અનેક ઘટનાઓ છાસવારે બનતી રહે છે. અને આ પ્રકારની ઘટનાઓના સીસીટીવી વીડિયો (cctv video) પણ પ્રકાશમાં આવતા રહે છે. ત્યારે આવી જ એક ઘટના ગીર સોમનાથ (Gir somnath news) જિલ્લાના તાલાલામાં (talala) બની હતી. અહીં એક યુવકને જાહેરમાં માથાના ભાગે હુમલો (four boy attack) કરતા યુવક સ્થળ ઉપર જ ઢળી પડ્યો હતો. આ ઘટનામાં યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે (police) આ અંગે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે હડમતીયા ગીરનો રહેવાસી ધવલ પ્રજાપતી નરસંગ ટેકરી વિસ્તારના ખોડિયાર ગરબી ચોકમાં ઉભો હતો. ત્યારે ચાર યુવકોએ તેના શરીર અને માથાના ભાગે માર મારવાનું શરું કર્યું હતું. ઢોર મારના પગલે યુવક ચોકમાં જ ઢળી પડ્યો હતો.

યુવક ઉપર મરતણ તોલ હુમલો કરીને ચારે યુવકો ફરાર થઈ ગયા હતા. જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત યુવક ઘટના સ્થળે જ મોતને ભેટ્યો હતો. પ્રાથમિક માનવામાં આવી રહ્યું છે કે મૃતક અપશબ્દો બોલતો હોવાથી બબાલ થઈ હતી. અને આ માથાકૂટ હુમલા બાદ હત્યામાં પરિણમી હતી.

આ પણ વાંચોઃ-દાહોદઃ પ્રેમ સંબંધ રાખવાનો ઈન્કાર કરતા પ્રેમિકાની હત્યા, જંગલમાં લઈ જઈ સળગાવી, પ્રેમીની ધરપકડ

આ ક્રૂરતાભરી ઘટના નજીક લગાવેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. વીડિયોમાં દેખાય છે એ પ્રમાણે કેટલાક લોકો ચોકમાં ઊભા છે. આ સાથે મૃતક યુવક ધવલ પણ ચોકમાં હાજર છે ત્યારે એક યુવક દોડતો દોડતો ત્યાં આવે છે. અને ત્યારે જ માથાકુટ થાય છે. ત્યારબાદ ચાર યુવકો ભેગા મળીને યુવક ઉપર હુમલો કરે છે.

આ પણ વાંચોઃ-પાટણઃ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત, પોલીસ મારનો આરોપ, PMમાં સામે આવ્યું અલગ સત્ય

હુમલામાં યુવક પ્રતિકાર કરવાની કોશિશ કરે છે પરંતુ એક યુવક ધવના માથાના પાછળના ભાગે હુમલો કરતો રહે છે અને યુવક ચોકમાં જ ઢળી પડે છે. ત્યાર બાદ ચારે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ જાય છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠાં થાય છે.



અને પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી. મૃતક યુવકને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલીને હત્યાની ગુનો નોંધીને આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. તાલાલા પોલીસે મૃતક યુવકના ભાઈની ફરિયાદ આધારે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
First published:

Tags: Crime news, Gir Somnath news, Gujarati News News