Home /News /kutchh-saurastra /ચૂંટણી પ્રચાર બાદ અમિત શાહ ગુજરાત આવશે, સોમનાથના કરશે દર્શન

ચૂંટણી પ્રચાર બાદ અમિત શાહ ગુજરાત આવશે, સોમનાથના કરશે દર્શન

ફાઇલ તસવીર

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવનારા છે.

  હિતેન્દ્ર બારોટ, અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવનારા છે.

  મળતી માહિતી પ્રમાણે અમિત શાહ ગુજરાત આજે શુક્રવારે મોડી રાત્રે રાજકોટ એરપોર્ટ ઉપર આવશે. સવારના કાર્યક્રમ મુજબ અમિત શાહ બપોરે 1 વાગ્યે સોમનાથ પહોંચશે. ત્યારબાદ તેઓ પરિવાર સાથે દાદાની પૂજા કરશે. અને બપોરે અમદાવાદ આવશે એવું સુત્રો જણાવી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે, દરેક ચૂંટણીમા પ્રચાર પૂર્વે તેઓ દાદાના દર્શન કરે છે અને આજે શુક્રવારે ચૂંટણી પ્રચાર પૂરો થતાં તેઓ સોમનાથ આવવાના છે અને લોકસભાની ચૂંટણીમાં ફરી જીતીને ભાજપ સત્તા ઉપર આવે તેવી પ્રાથર્ના પણ કરવાના છે.

  ઉલ્લેખનીય છે કે, રવિવારે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનુ મતદાન થવા જઇ રહ્યું છે. અને આગામી 23મી મેના દિવસે જનતાનો જનાદેશ પરિણામ સ્વરૂપે બહાર આવશે. ત્યારે ચૂંટણી પ્રચારમાં સતત વ્યસ્ત રહ્યા બાદ હવે રાજકીય નેતાઓને થોડી નવરાસની પળો મળી છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Loksabha election, Somnath Temple, Visit, ગુજરાત, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन