ખેડૂતો માટે સારા સમાચાર, 'નુકસાનીનો સર્વે કરાવીને તાત્કાલિક કાર્યવાહી થશે'
News18 Gujarati Updated: June 14, 2019, 11:36 AM IST

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
વાયુ નામનું આફત ગુજરાત પરથી ફંટાઇને ઓમાન તરફ જતું રહ્યું છે. ત્યારે ગુજરાતીઓ સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
- News18 Gujarati
- Last Updated: June 14, 2019, 11:36 AM IST
નવીન ઝા, સોમનાથ : વાયુ વાવાઝોડાને કારણે છેલ્લાં ઘણાં દિવસથી ગુજરાતીઓનાં જાણે શ્વાસ થંભી ગયા હતાં. ત્યારે વાયુ નામનું આફત ગુજરાત પરથી ફંટાઇને ઓમાન તરફ જતું રહ્યું છે. ત્યારે ગુજરાતીઓ સાથે તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ કપરી પરિસ્થિતિ અંગે અમારી ટીમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાત કરી હતી.
જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 'કુદરતી આફત હતી અને કુદરતનાં આશીર્વાદથી તે ટળી ગઇ છે. જેથી હું અને અધિકારીઓ બધાને લઇને હું ભગવાનનાં આશીર્વાદ લેવા જઇશ. અમને ભગવાનનાં આશીર્વાદ ચોક્કસ મળ્યાં પરંતુ તેની સાથે સીએમનું આયોજન અને તંત્રની કામગીરી પણ પુરતી હતી. આ ઉપરાંત પ્રજાનો સહકાર પણ અમને મળ્યો છે. અમારા પ્રતિનીધીઓએ એક જણે પાંચ ગામ એવા 100 ગામની પ્રત્યક્ષ મુલાકાત લીધી છે. અમે વાવાઝોડાની સાથે ભારે વરસાદને પહોંચી વળવા માટેની પણ તૈયારી કરી હતી.'
જુઓ : વાયુ પર 'વિજય' : ખતરો ટળ્યો પરંતુ સાવચેતીના પગલે સ્ટેન્ડ બાય રહીશુંખેડૂતોનાં પાકને નુકસાન થઇ રહ્યું છે તે માટેની મદદ માટે તેમણે જણાવ્યું કે, 'અમે તાત્કાલિક સર્વે કરાવીશું. નુકસાનીનો અંદાજ કઢાવીશું અને કાયદેસરરીતે જે પણ આગળની કાર્યવાહી કરવાની રહેશે તે કરીશું.'
આ પણ વાંચો : 'વાયુ' વાવાઝોડામાં 30 લાખ લોકો અસરગ્રસ્ત, આ રીતે કરાઈ બચાવ કામગીરી
તેમણે વધુમાં કહ્યું કે, 'હું અહીં 4 દિવસથી છું અને દાદની મહેરબાનીથી જ આ આફત ટળી છે.'