ગીર-સોમનાથ: ખેલાડીઓની પસંદગી કરવા બેટરી ટેસ્ટ યોજાશે

News18 Gujarati
Updated: November 14, 2018, 11:05 AM IST
ગીર-સોમનાથ: ખેલાડીઓની પસંદગી કરવા બેટરી ટેસ્ટ યોજાશે
પ્રતિકાત્મક તસવીર

ગતવર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૦ વિધાર્થી ભાઈઓ-બહેનો પસંદગી પામ્યા હતા

  • Share this:
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, (ગાંધીનગર) દ્રારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી પ્રક્રિયાના ભાગરૂપે ૨૭ નવેમ્બરનાં રોજ જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટ યોજાશે. બેટરી ટેસ્ટ કોડીનાર ખાતે સોમનાથ એકેડેમી બાયપાસ પાસે 27 નવેમ્બરનાં રોજ સવારનાં ૮ કલાકથી રાખવામાં આવેલી છે.

આ ટેસ્ટમાં ખેલ મહાકુંભ-૨૦૧૮માં તાલુકાકક્ષાની અંડર-૯ તથા અંડર ૧૧ ની ઈવેન્ટમાં એક થી આઠ ક્રમમાં પસંદગી પામેલા તેમજ તા.૧-૧-૨૦૦૮ પછી જન્મેલા તમામ ભાઈઓ તથા બહેનો આ બેટરી ટેસ્ટમાં ભાગ લઈ શકશે. આ યોજનાની વધુ વિગતો માટે કાનજી ભાલીયા સીનીયર કોચ જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર-સોમનાથ કચેરી અથવા કન્વીનર નરેશ ગોહિલ (મો નં.૯૨૨૮૮૯૨૭૧૭) પર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે..

આ પસંદગી પ્રક્રિયાની વધુ વિગતો આપતા સિનીયર કોચ અને ગીરનાર સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર કાનજી ભાલીયાએ કહ્યું કે, ગતવર્ષે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથ જિલ્લાનાં ૩૫૦ વિધાર્થી ભાઈઓ-બહેનો પસંદગી પામ્યા હતા. આ પસંદગી થયેલા ખેલાડીઓને તેઓ જે રમતમાં ભાગ લેતા ઓય એથ્લેટીક, કબડ્ડી, હોકી, ફુટબોલ, જુડ્ડો, રાઈફલ શુટીંગની કોચીંગ સવલત, રહેવા જમવાની સવલત, સ્પોર્ટસ કીટ સહિતની સૂવિધા વિનામૂલ્યે રાજય સરકાર દ્રારા આપવામાં આવે છે. જિલ્લાકક્ષાએ પસંદગી પામ્યા બાદ રાજ્યકક્ષાએ પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્ય સરકાર રાજ્યકક્ષાએ પસંદ થયેલા પ્રત્યેક ખેલાડી પાછળ દરવર્ષે રૂા.૨ થી ૨.૫ લાખ ખર્ચ કરે છે.”

 
First published: November 14, 2018, 11:05 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading