BAPSના સ્વંયસેવકોએ ઉનાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવાની જ્યોત જલાવી

News18 Gujarati
Updated: July 22, 2018, 3:04 PM IST
BAPSના સ્વંયસેવકોએ ઉનાનાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સેવાની જ્યોત જલાવી
News18 Gujarati
Updated: July 22, 2018, 3:04 PM IST
કુદરતી આપત્તિના સમયમાં માનવતા મહેકતી રહે એ માટે ગુજરાતની વિવિધ સંસ્થાઓ ગીર-સોમનાથ જિલ્લાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રાહત કામમા જોતરાયા છે. જેમાં બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સંસ્થાન (BAPS)ના સ્વંયસેવકો પણ જોડાયા છે.

ગીર-સોમનાથ જિલ્લામાં અતિભારે વરસાદ વરસતા મોટા ભાગનાં ગામોમાં તેની માઠી અસર પડી છે. અસરગ્રસ્ત ગામોમાં ગોઠણબુડ જેટલા પાણી ભરાઇ જતા મકાનોમાં પાણી ભરાયા હતા.. ત્યારે જ ખરા સમયે ગીરગઢડા બીએપીએસ સંસ્થા (BAPS) દ્વારા ફુડપેકેટ, અનાજકીટ અને આરોગ્યની પ્રાથમિક સવલત પુરી પાડવામાં આવી રહી છે. પાંડેરી અને માણેકપુર ગામે લોકોને મોટી સંખ્યામાં ફુડપેકેટ વિતરણ કરી માનવ ધર્મ અપનાવ્યો હતો.

ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસથી ભારે વરસાદ વરસતા ગીરગઢડા અને ઉના તાલુકાનાં મોટાભાગનાં ગામોમાં પુષ્કળ પ્રમાણમાં પાણીનો ભરાવો થયો હતો અને લોકોને સ્થળાંતર કરવાની સાથે ઘરવખરી પાણીમાં પલળી ગઇ હતી. અસરગ્રસ્તોને ખાધ વસ્તુ વગર પાણીમાં સમય કાઢવાનાં ખરા સમયે સમાજીક સંસ્થાઓએ ફુડપેકટ વિતરણ કર્યા હતા. બીએપીએસ સંસ્થા દ્વારા ઉના તાલુકાનાં લેરકા, સીલોજ, ખત્રીવાડા ગીરગઢડા તાલુકાનાં કણેરી, પાંડેરી, એભલવડ, આલીદર અને હરમડીયા સહિતનાં પાણી ભરેલા અસરગ્રસ્ત ગામોમાં સોમવારથી અત્યાર સુધી ૧૧૦૦ કુટુંબોને ૧૬૦૦૦ થી વધુ ફુડપેકેટનું વિતરણ કરાયું હતું. પાંડેરી અને માણેકપુર ગામમાં સ્વામી અખંડ મંગલદાસ, સરલ મુરતીદાસ અને સ્વયંસેવકોની ટીમે ફુડપેકેટનું વિતરણ કર્યું હતું. ફુડ પેકેટમાં સુખડી, ચેવડો અને બિસ્કીટ તેમજ પાણી સહિતની સવલત આપવામાં આવી હતી.

બીએપીએસ સંસ્થા દ્વારા એક ટન સુખડી, ૫૦૦ કીલો શીરો, ૫૦૦ કીલો લાડુ તેમજ ચેવડો, બિસ્કીટ અને જરૂરીયાતમંદ અસરગ્રસ્ત ગામોમાં અનાજની કિટનું પણ વિતરણ કરાયું હતું. સાથોસાથ પ્રાથમિક સારવાર પણ આપવામાં આવી હતી. બીએપીએસ સંસ્થાનાં ૬૦ સ્વયંસેવકો, ૪૦ મહિલા સ્વયંસેવકો અને અન્ય ૫૦ સેવકો સહિત કુલ ૧૫૦ જેટલા સ્વયંસેવકોની મદદથી સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે. ત્રણ બોલેરો કાર અને એક ટ્રેકટરની મદદથી ઉંડા પાણીમાં પણ આ સંસ્થા દ્વાર ફુડપેકેટનું વિતરણ કરાયું હતું.
First published: July 22, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...