Home /News /kutchh-saurastra /Gir Somnath: વેરાવળના બાદલપુર ગામે કરવામાં આવી બાબા અમરનાથ શિવલિંગની સ્થાપના

Gir Somnath: વેરાવળના બાદલપુર ગામે કરવામાં આવી બાબા અમરનાથ શિવલિંગની સ્થાપના

20 વર્ષથી ગામના યુવાનો કરે છે આયોજન

વેરાવળ તાલુકાના બાદલપુર ગામે પરિશ્રમ ગૃપના યુવાનોએ જન્માષ્ટમીના પર્વ પર બાબા અમરનાથની ગુફાઓનું આયોજન કર્યું

Bhavesh Vala, Gir Somnath : વેરાવળ (Veraval) તાલુકાના બાદલપુર ગામે (Badalpur Village) પરિશ્રમ ગૃપના યુવાનોએ જન્માષ્ટમીના પર્વ પર બાબા અમરનાથની ગુફાઓનું આયોજન કર્યું હતું. (Cave of Baba Amarnath) આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અમરનાથના દર્શન અર્થે પહોંચ્યા હતા. તાલાલાના ધારાસભ્ય અને બાદલપરા ગામના વતની ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે બાદલપરા ગામે અમર શહીદ ધાનાભાઈ માંડાભાઈ બારડ સરોવરના કાંઠે છેલ્લા 20 વર્ષથી ગામના યુવાન મિત્રો પોતે પોતાની આવડતને લઈને બાબા અમરનાથની ગુફાઓનું આયોજન કરે છે. સાતમ- આઠમના બે દિવસમાં હજારોની સંખ્યામાં લોકો અમરનાથના દર્શન માટે આવે છે.જે અમરનાથ સુધી પહોંચી શકતા ન હોય પોતાને એવો ભાષ થાય કે બાબા અમરનાથના અમે દર્શન કર્યા છે.



અત્યારે તળાવ પાણીથી છલોછલ ભરાયેલ છે. અહી જન્માષ્ટમીના તહેવારમાં તળાવમાં બોટ ફેરી કરાઇ છે. લોકોએ બોટ ફેરીનો પણ આનંદ માણ્યો હતો. બાદલપરા ગામે પરિશ્રમ ગૃપના યુવાનોએ ગ્રામ્ય વિસ્તારની સંસ્કૃતિને અનુરૂપ એક મેળા જેવું વાતાવરણનું આયોજન કરવામાં આવે છે. અમરનાથની ગુફા તૈયાર કરવા માટે ઘણો બધો સમય લાગે છે.



જે યુવાનોની મહેનતથી બાબા અમરનાથની ગુફા તૈયાર કરી તેમાં શિવલિંગની સ્થાપના કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી યુવાન મિત્રો આ લોકમેળાનું આયોજન કરે છે. પણ કોરોના કાળમાં આ આયોજન બંધ રાખવામાં આવ્યું હતું. પરંતુ શિવલિંગની સ્થાપના કરવામાં આવતી હતી. ચાલુ વર્ષે ફરી બાબા અમરનાથની ગુફા તૈયાર કરી લોક મેળાનું આયોજન કરાયું છે.



સાતમ - આઠમના પર્વની બાદલપરા ગામે લોકોએ આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. બાદલપરા ગામ આદર્શ ગામ તરીકે ઓળખાય છે. પણ તહેવારોની અનોખી રીતે ઉજવણી કરવામાં પણ ઓળખાય છે. જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પરિશ્રમ ગૃપના યુવાનોએ ગામને શણગાર કર્યો હતો.

આ પણ વાંચો:  પુનડી ખાતે પર્વાધિરાજ પર્વ નિમિતે આરંભાઈ ભવ્ય તૈયારીઓ; લાખો લોકો લાઈવ નિહાળશે

આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ હજારોની સંખ્યામાં લોકોએ બાબા અમરનાથના દર્શન કર્યા હતા. બીજી તરફ ગુફાની બાજુમાં યુવાનોએ 12 જ્યોતિર્લિંગની પણ સ્થાપના કરી હતી. ઉપરાંત સમગ્ર ગામમાં શોભાયાત્રા નીકળી હતી. અહીં મટકી ફોડ જેવા કાર્યક્રમ પણ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં બાદલપરા ગામના લોકો જોડાયા હતા.અહીં હર્ષ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરાઈ હતી.
First published:

Tags: Gir Somnath news, Gir Somnath Samachar, Janmashtami 2022, Janmashtami festival