વીડિયો વાયરલ થતા આ સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડાએ પગલા લીધા છે અને કોન્સ્ટેબલની સોમનાથ સુરક્ષામાં બદલી કરી દેવામાં આવી છે. ઓડિયો બાબતે તપાસ બાદ કાર્યવાહી કરાશે તેમ જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં ઘણી વખત પોલીસ (Gujarat Police) અને બુટલેગરો (bootleggers)ની સાંઠગાંઠના ઓડિયો અને વીડિયો સામે આવતા રહે છે ત્યારે વધુ એક વીડિયોએ ખાખીની ઇજ્જત પર સવાલો ઉઠાવ્યા છે. ખરેખરમાં ગીર સોમનાથ પોલીસ (GirSomnath Police) કોન્સ્ટેબલનો બુટલેગર પાસેથી 20 હજાર માંગતાનો ઓડિયો વાયરલ (Audio Clip Viral) થઇ છે. બુટલેગરે 14થી 15 હજાર આપવા તૈયાર હોવાની વાત આ ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સાંભળવા મળી રહી છે.
હાલમાં આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહી છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે સાથે જ આ ઓડિયો ક્લિપને લઇ ખાખી વર્દી ફરી એક વખત સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ કોન્સ્ટેબલનો બુટલેગર સાથે વતાચીતનો વીડિયો સામે આવતા કોન્સટેબલની સોમનાથ સુરક્ષામાં બદલી કરી દેવામાં આવી છે. ઓડિયો બાબતે તપાસ બાદ કાર્યવાહી કરાશે.
ગીર સોમનાથ પોલીસ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ
બુટલેગર પાસેથી 20 હજાર માંગતી ઓડિયો ક્લિપ આવી સામે
ગીર સોમનાથ પોલીસ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ થયો છે તેમા પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી 20 હજાર માંગી રહ્યો છે અને બુટલેગર 14થી 15 હજાર આપવા તૈયાર હોવાની વાત કરી રહ્યો છે. સાથે જ અન્ય બુટલેગર પાસેથી પણ માલ નહી ખરીદવા કોન્સ્ટેબલ જણાવી રહ્યો છે.
ગીર સોમનાથ પોલીસ કોન્સ્ટેબલનો ઓડિયો વાયરલ થતા એ વાત પણ સ્પષ્ટ થાય છે કે, જીલ્લામાં પોલીસની મીઠી નજર હેઠળ દારૂનો કારોબાર ધમધમી રહ્યો છે. કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી 20 હજાર માગી રહ્યો છે. અને બુટલેગર કહે છે કે એટલા બધા નહિ થાય.14 - 15 સુધી કરી આપીશ. સાથે જ જીવા નામના બુટલેગર પાસેથી માલ (દારૂ) લેવાનું પણ કોન્સ્ટેબલ કહી રહ્યો છે. આ સાથે જ પોલીસ કોન્સ્ટેબલ એવું પણ જણાવી રહ્યો છે કે, ધ્યાન રાખજે હો, માલ આની પાસેથી જ લેજે હો, બીજા પાસેથી લીધો તો મજા નહિ આવે. આ સાથે જ અન્ય પોલીસ કર્મીઓનો પણ ઉલ્લેખ કોન્સ્ટેબલ કરી રહ્યો છે અને કહે છે કે, હું નહિ આવું પણ ઓલાનું નક્કી નથી કહેતો.
વીડિયો વાયરલ થતા આ સમગ્ર મામલે જીલ્લા પોલીસ વડાએ પગલા લીધા છે અને કોન્સ્ટેબલની સોમનાથ સુરક્ષામાં બદલી કરી દેવામાં આવી છે. ઓડિયો બાબતે તપાસ બાદ કાર્યવાહી કરાશે તેમ જીલ્લા પોલીસ વડાએ જણાવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર