Home /News /kutchh-saurastra /Gir Somnath: શ્લોક બોલી શરુ કરાઈ મગફળી અને સોયાબીનની ખરીદી, જાણો કેટલો ભાવ રહ્યો
Gir Somnath: શ્લોક બોલી શરુ કરાઈ મગફળી અને સોયાબીનની ખરીદી, જાણો કેટલો ભાવ રહ્યો
કાજલી માર્કેટીંગ યાર્ડમાં લાભપાંચમના દિવસે મગફળી અને સોયાબીનની હરરાજી
વેરાવળ માર્કેટીંગ યાર્ડમાં લાભપાંચમના દિવસે મગફળી અને સોયાબીનની ખરીદીનું શુભમુહૂર્ત કરાયું હતું. અહીં નવા વર્ષ બાદ વેપારીઓએ લાભપાંચમના દિવસે સ્લોક બોલી ખરીદી શુભારંભ કર્યો હતો.
Bhavesh Vala, Gir Somnath : વેરાવળ માર્કેટીંગ યાર્ડ કાજલી ખાતે કાર્યરત છે. અહીં નવી મગફળી અને સોયાબીનની આવક થય રહી છે. મગફળીની દરરોજની 5000 થી 6000 જેટલી ગુણી આવક થતી હતી. પરંતુ દિવાળીના તહેવારમાં 23 થી 27 ઓક્ટોબર સુધી દિવાળીની રજા જાહેર કરવામાં આવી હતી. દિવાળીના તહેવાર બાદ ફરી માર્કેટીંગ યાર્ડ જણસની હરરાજી શુભારંભ થયો હતો. લાભપાંચમના દિવસે માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓએ સ્લોક બોલી જણસની ખરીદીનો શુભારંભ કર્યો હતો. અહીં પ્રતિ મણ મગફળીનો રૂપિયા 1031 થી 1276 સુધી ભાવ બોલાયો હતો. તો સોયાબીનનો રૂપિયા 951 થી 1012 સુધી ભાવ રહ્યો હતો. દિપાવલી વેકેશન બાદ માર્કેટીંગ યાર્ડ ખુલતા ખેડૂતો જણસ લય યાર્ડ ખાતે પહોંચ્યા હતા.
કાજલી માર્કેટીંગ યાર્ડમાં વેપારી ભૂપેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે લાભપાંચમના દિવસે અહી બધી જણસીઓની આવક થય એમાં મુહૂર્તના સોદાઓમાં મગફળી અને સોયાબીન ખરીદી કરવામાં આવી છે. લાભપાંચમના દિવસે મુહૂર્તમાં સ્લોક બોલી શરૂઆત કરવામાં આવી છે. જ્યારે જણસીઓ છે.
એની પૂજા પાઠ જ્યારે પ્રથમ આવક શરૂ થાય ત્યારે અબીલ, ગુલાલ અને કંકુ તથા ફૂલ પધરાવી હરરાજી કરવામાં આવે છે. પરંતુ લાભપાંચમના દિવસે સ્લોક બોલી મુહૂર્ત કરવામાં આવે છે. વેરાવળ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી કનકસિંહભાઇ પરમારે જણાવ્યું હતું કે લાભપાંચમના દિવસે વેપારી જણસની ખરીદીનું મુહર્ત કરે છે. મંગળવારથી માર્કેટીંગ યાર્ડમાં રાબેતા મુજબ 5000 થી 6000 મગફળીની ગુણી અને સોયાબીનની 2000 થી 3000 હજાર ગુણીની આવક શરૂ થય જશે.
લાભપાંચમના દિવસે માર્કેટીંગ યાર્ડમાં મગફળીની 766 ગુણીની આવક થય હતી. પ્રતિ મણનો ભાવ રૂપિયા 1031 થી 1276 રહ્યો હતો. સોયાબીનની 397 ગુણી આવક થય હતી. અને પ્રતિ મણનો ભાવ રૂપિયા 951 થી 1012 સુધી રહ્યો હતો.
માર્કેટીંગ યાર્ડમાં લાભપાંચમના દિવસે અન્ય જણસ ઘઉંનો રૂપિયા 415 થી 513, અડદનો રૂપિયા 1100 થી 1510, મગનો રૂપિયા 1251 થી 1451, ચણા રૂપિયા 801 થી 845 અને બાજરી રૂપિયા 365 થી 431 સુધી ભાવ રહ્યો હતો. વેરાવળ માર્કેટીંગ યાર્ડમાં 31 ઓક્ટોબર ને સોમવારે જલારામ જયંતિની રજા જાહેર કરાય છે. મગફળી અને કઠોર હરરાજીની કામગીરી બંધ રહેશે. મંગળવારથી રાબેતા મુજબ હરરાજીની કામગીરી શરૂ કરાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર