Asiatic lion vacation: ચાર મહિના માટે ગીર અભયારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે, જાણો શું છે કારણ?
Asiatic lion vacation: ચાર મહિના માટે ગીર અભયારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે, જાણો શું છે કારણ?
પ્રિસ્ક્રીપ્શન અને મેનેજમેંટ પ્લાન પ્રમાણે ગીર અભયારણ્ય બંધ કરવામાં આવે છે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોય છે એટલે આ મહિના દરમિયાન કેટલા બચ્ચા આવ્યા તેનું મોનીટરીંગ કરવામાં આવે છે અને તેની સુરક્ષાનું પુરતું ધ્યાન સ્ટાફ દ્વારા રાખવામાં આવે છે.
દિનેશ સોલંકી, ગીર સોમનાથ: 16 જુનથી સાસણ ગીર અભયારણ્ય (Sasan Gir Sanctuary) પ્રવાસીઓ માટે બંધ થશે. એંશિયાટીક સિંહો (Asiatic lions)નું વેકેશન શરુ થશે (Asiatic lion vacation). જેથી ચાર મહિના માટે ગીર અભયારણ પ્રવાસીઓ માટે બંધ રહેશે અને 16 ઓક્ટોબરથી ફરી ગીર અભયારણ્ય ખુલશે.
સાસણ ખાતે ગીરમાં ખુલ્લામાં વિહરતા સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓ તેમજ સાબર, ચિતલ હરણને જોવાનો અનોખો આનંદ પ્રવાસીઓ મેળવે છે. વર્ષ ભેર અહીં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના પ્રવાસીઓની ખુબ ભીડ રહે છે. હવે જ્યારે ગીર બંધ થાય છે ત્યારે પ્રવાસીઓ છેલ્લી વિઝીટ કરવા ઉમટી પડ્યા હતા અને પોતાના પરિવાર સાથે સિંહ તેમજ અન્ય વન્ય પ્રાણીઓને નિહાળવાનો આનંદ પ્રાપ્ત કર્યો હતો. છેલી વિઝીટ કરનાર પ્રવાસીઓનું કહેવું છે કે અમને ખુબ મજા આવી છે.
જણાવી દઇએ કે, પ્રિસ્ક્રીપ્શન અને મેનેજમેંટ પ્લાન પ્રમાણે ગીર અભયારણ્ય બંધ કરવામાં આવે છે. દર વર્ષે 16 જુનથી ચાર માસ માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. ચોમાસાની ઋતુ દરમિયાન સિંહ તેમજ બીજા અન્ય વન્ય પ્રાણીઓનો મેટિંગ પીરીયડ માનવામાં આવે છે સાથે 338 પ્રકારના પક્ષીઓનો અહી વસવાટ છે તેનો પણ પ્રજનન કાળ હોય છે એટલે અભયારણ્ય બંધ કરી દેવામાં આવે છે સાથે વરસાદને લઇ રોડ પણ ખરાબ થઇ જતા હોય અભયારણ્ય બંધ કરી દેવામાં આવે છે. કોવિડ બાદ જ્યારે રેગ્યુલર ગીર તેમજ દેવળિયા પાર્ક ખુલ્યું છે ત્યારે પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ફરક પડ્યો નથી અને અંદાજીત પાંચ લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
ચોમાસાના ચાર મહિના દરમિયાન સિંહો તેમજ બીજા વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોય છે એટલે આ મહિના દરમિયાન કેટલા બચ્ચા આવ્યા તેનું મોનીટરીંગ કરવામાં આવે છે અને તેની સુરક્ષાનું પુરતું ધ્યાન સ્ટાફ દ્વારા રાખવામાં આવે છે. સાથે જ ક્યા વરસાદ થયો અને કોઈ વન્ય પ્રાણીને તકલીફ નથી તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે આમ વરસાદની ઋતુ માં સ્ટાફ સતત કાર્યરત હોય છે અને સતત કામગીરી કરવામાં આવતી હોય છે.
સાસણ ગીર અભ્યારણ્યમાં છેલ્લી ગણતરી મુજબ 674 જેટલા સિંહો નોંધવામાં આવ્ય હતા ત્યારે સિંહોનું વેકેશન શરુ થતા આવનારા દિવસોમાં સિંહો તેમજ અન્ય વન્ય પ્રાણીઓનો પ્રજનન કાળ હોય સિંહોની સંખ્યામાં વધારો થશે તેવુ અનુમાન છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર